ETV Bharat / state

આંગણવાડી કર્મચારી સંઘને નોટિસ, વિરોધ અને અંતમાં હડતાળ પૂર્ણ, પણ માંગોનું શું થયું?

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 8:37 PM IST

ભાવનગર શહેરમાં આઈસીડીએસ વિભાગની દરેક બહેનો હડતાળ ઉપર હતી. ભાવનગર કર્મચારી સંઘના પ્રમુખને નોટિસ આપતા સંઘ પ્રમુખે સરકારનો લીડર તોડવાનો પ્રયત્ન ગણાવ્યો છે. પરંતુ સાંજ થતાં સુધીમાં રાજ્યના નેતા કિરણ કવીએ હડતાળ પુરી કરી હોવાનું સામે આવ્યું છે.

આંગણવાડી કર્મચારી સંઘને નોટિસ, વિરોધ અને અંતમાં હડતાળ પૂર્ણ, પણ માંગોનું શું થયું?
આંગણવાડી કર્મચારી સંઘને નોટિસ, વિરોધ અને અંતમાં હડતાળ પૂર્ણ, પણ માંગોનું શું થયું?

આંગણવાડી બહેનોની હડતાળનો મામલો

ભાવનગર : સમગ્ર ગુજરાતમાં આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે, જેને એક મહિનો વીત્યા બાદ સરકાર ઝૂકી નથી. ભાવનગર શહેરની વાત કરીએ તો આંગણવાડી ઘટકો બે તબક્કામાં વહેંચાયેલા છે. જેમાં 316 જેટલી આંગણવાડીઓ આવેલી છે. તેની મોટાભાગની બહેનો આજ દિન સુધી હડતાળ ઉપર છે. જેને અનેક નોટિસો આપવા છતાં પણ હાજર નહીં થતા હવે લડી લેવાના મૂડમાં હોય તેમ જણાવી રહી છે, તો બીજી તરફ રાજ્ય કક્ષાએ હડતાળ સમેટાઈ ગઇ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

શહેરમાં આંગણવાડીઓ કેટલી અને બહેનો હડતાળમાં કેટલી : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગ હેઠળ ઘટક એકમાં 174 અને ઘટક બે 142 મળીને કુલ 316 આંગણવાડીમાં 560 જેટલી વર્કર અને આશા વર્કર બહેનો થવા જાય છે, ત્યારે ભાવનગર ઘટક એકમાં અને ઘટક બેમાં મળીને કુલ 460 જેટલી આંગણવાડીની બહેનો છેલ્લા એક માસથી હડતાળ ઉપર છે. જો કે આઇસીડીએસ વિભાગ દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી છે. આમ છતાં પણ આ બહેનોએ પોતાની લડત ચાલુ રાખી હતી.

બહેનોને નોટિસ
બહેનોને નોટિસ

આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખનો સરકાર પર આક્ષેપ : ભાવનગર શહેરમાં આંગણવાડીની બહેનો નવેમ્બર માસમાં સંપૂર્ણ કામગીરીથી અળગી રહીને હડતાળમાં જોડાયેલી હતી, ત્યારે હવે જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ નેહલબેનને નોટિસ આપતા તેમણે જણાવ્યું હતું કે હડતાળ ચાલુ રહેશે.

રણનીતિમાં કાંઈ નથી, હડતાળ શરૂ રહેશે. મને કોઈ ફરક પડતો નથી. પાછળ બહેનો જોઈ શકો છો જેને મેં નથી બોલાવી તેમની જાતે આવ્યા છે. સરકારનું એવું છે કે લીડરને તોડો એટલે બધાં તૂટી જશે, પણ હું તૂટવાની નથી. એમની ભૂલ થાય છે. મને મેસેજથી ધમકીઓ આપવામાં આવી રહી છે. મોટા મેસેજ કરે છે...નેહલબેન (જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ )

આઇસીડીએસ વિભાગે કરી કાર્યવાહી : ભાવનગર મહાનગરપાલિકાના ICDS વિભાગના અધિકારી શારદાબેન દેસાઈએ જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં ઘટક એક અને ઘટક બે ની મળીને કુલ 316 જેટલી આંગણવાડી આવેલી છે. ઘટક એકમાં સંપૂર્ણ બેનો હડતાળ ઉપર છે, જ્યારે ઘટક બેમાં 49 આંગણવાડીની 100 જેટલી બહેનો હડતાળમાં જોડાઈ નથી. દરેક વર્કર બહેનોને અમે હાજર થવાની નોટિસ પાઠવી છે. આજ દિન સુધીમાં કુલ 13 નોટિસ આપવામાં આવેલી છે. આમ છતાં તેઓ હાજર થયાં નથી, તેઓ હાજર નહીં થવાથી હાજરી ઓનલાઇન પુરાઈ નથી, જેનો પગાર કપાત થવાનો છે.

હડતાળ સમેટાઈ હોવાના સંકેત આવ્યા સામે : છેલ્લા એક મહિનાથી ભાવનગર અને સમગ્ર રાજ્યમાં આંગણવાડી બહેનોની હડતાળ ચાલી રહી હતી, ત્યારે ભાવનગર આઇસીડીએસ વિભાગના અધિકારી શારદાબેન દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ કિરણ કવીએ રાજ્યના અમારા કમિશનરને લેખિતમાં પાઠવ્યું છે કે તેઓ પોતાનીહડતાળ પૂરી કરે છે અને તેમની માંગણીઓ સંતોષાઈ ગઈ છે, જેને કારણે આવતી કાલથી આંગણવાડીઓ ફરીથી શરૂ થશે.

  1. આંગણવાડી બહેનોનો સરકાર સામે હલ્લાબોલ, વિવિધ માંગણીઓને લઈને 5 હજાર જેટલી બહેનોનું પ્રદર્શન
  2. Bhavnagar News : ભાવનગર આંગણવાડી કર્મચારી સંઘની હડતાળ, સરકારને સદ્ધબુદ્ધિ આવે તે માટે યજ્ઞ કર્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.