ETV Bharat / state

Bhavnagar News : ભાવનગરમાં કેરીના રસના સેમ્પલ લીધા બાદ રિપોર્ટ આવતાં લાગે છે બેથી ત્રણ મહિના

author img

By

Published : May 15, 2023, 9:14 PM IST

Bhavnagar News : ભાવનગરમાં કેરીના રસના સેમ્પલ લેવાય, બેથી ત્રણ મહિને રિપોર્ટ આવે રસ ખાવો કે ન ખાવો
Bhavnagar News : ભાવનગરમાં કેરીના રસના સેમ્પલ લેવાય, બેથી ત્રણ મહિને રિપોર્ટ આવે રસ ખાવો કે ન ખાવો

ભાવનગરમાં કેરીના રસને લઈને મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગની કામગીરી કરવામાં આવે છે. ભાવનગરમાં ટેસ્ટિંગ કરવા માટેની વ્યવસ્થા ન હોવાથી કેરીના સેમ્પ્લ વડોદરા ચકાસણી માટે મોકલવામાં આવે છે. પરંતુ પોણી સીઝન જતી રહે ત્યારે રસના રિપોર્ટની જાણકારી મળે કે આ રસ કેટલો ફાયદાકારક અને કેટલો નુકશાનકારક.

કેરીના રસના ફાયદા અને ગેરફાયદા : બજારમાં વેહચતા રસના એકમો પર મનપાની શુ લગામ

ભાવનગર : કેરી એટલે એક અમૃત ફળ જેનો સ્વાદ લેવાનો કદી માનવે ચૂકવું જોઇએ નહિ, પરંતુ કહેવાય છે કે અમૃતના માત્ર બે ટીપાં હોય ઘડા ના હોય. તેનું પ્રમાણ રૂપે વહન કરવું યોગ્ય હોય છે, પરંતુ જ્યારે કોઈ વસ્તુ અતિશય થાય તો તેની આડઅસર પણ થતી હોય છે. કેરીની સિઝનમાં કેરી આરોગવી એ માનવ સ્વભાવ છે. પરંતુ હાલમાં કેરીની સાથે કેરીના રસની માંગ ખૂબ હોય છે. પરંતુ આ કેરીના રસના કેટલા ફાયદા અને કેટલા ગેરફાયદો તે પણ જાણી લેવું જોઈએ.

પહેલા કેરીના રસનું વેચાણ : ઉનાળાની સીઝન આવતાની સાથે જ અમૃત સમાન કેરીનો રસ બજારમાં આવી જાય છે, પરંતુ કેરીનો રસ કેરીની સીઝન આવ્યા પહેલા પણ મળે છે અને બાદમાં પણ મળે છે. આપણે વાત કરવી છે કે, કેરીના રસની ત્યારે મનપાના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર આર.કે. સિન્હાએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં ચાર જેટલા મોટા કેરીના રસના મેન્યુફેક્ચરિંગ કરતા એકમો છે. ભાવનગરના ફૂડ સેફટી ઓફિસર દ્વારા રૂટીન સીઝનમાં દરેક સેમ્પલો લેવામાં આવતા હોય છે, ત્યારે ભાવનગરમાં પણ કેરીના રસના મોટા મેન્યુફેક્ચરિંગના ચાર એકમો પૈકી બેના સેમ્પલ લેવામાં આવ્યા છે. જોકે આ સેમ્પલ વડોદરા ખાતે મોકલવામાં આવે છે અને તેનો રિપોર્ટ બેથી ત્રણ મહિને આવે છે. કેરીના રસના મેન્યુફેક્ચરિંગનું એક એકમ 12 લાખ ટન કેરીના રસનું દર વર્ષે ટર્નઓવર કરે છે.

કેરી અમૃત સમાન હોવાથી તે માત્ર સિઝન પૂરતી જોવા મળે છે અને તેમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિજન હોવાથી ઉનાળામાં ઠંડક આપે છે. આમ તેના ફાયદાઓ રહેલા છે. ત્યારે તેના ગેરફાયદાઓ પણ છે કેરીનો રસ વાયુ કરતા હોય તેથી તેના શૂઠ અને પીપળી મૂળ સાથે લેવામાં આવે છે. વધુ પડતો રસ આરોગવાથી ઝાડા થવા તેમજ પાચનમાં તકલીફ ઊભી થાય છે. જ્યારે કેરીની સીઝન પહેલા બહાર વહેચાતા રસ કેટલાક અંશે ભેળસેળ વાળો હોવાની શક્યતાઓ રહેલી હોય છે કારણ કે સમજી શકાય છે કે, સીઝન વગરનો રસ હંમેશા ભેળસેળયુક્ત હોય શકે છે જે પણ નુકસાન કરતા છે. - ડોક્ટર એસ. જી. દોશી

આરોગ્ય નુકસાન રોકવું ગજા બહારનું : ભાવનગર શહેરમાં કેટલી ખાદ્ય ચીજોનો ટેસ્ટિંગ કરવા માટેની વ્યવસ્થા ન હોવાની સુત્રો છે. આથી ખાદ્ય ચિઝોના સેમ્પલો લેવામાં આવતા હોય છે. આ સેમ્પલોને વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. લેબોરેટરીમાંથી સેમ્પલોનો જવાબ બેથી ત્રણ મહિને આવતો હોય છે. ત્યારે આ સેમ્પલોનો જવાબ આવે ત્યાં સુધીમાં મેન્યુફેક્ચર એકમો દ્વારા કેટલીક વખત ખાદ્ય ચીજો બનાવીને વહેંચી પણ દેવામાં આવતી હોય છે. ત્યારબાદ સેમ્પલ ફેલ થયું કે પાસ બે ત્રણ મહિના બાદ ખ્યાલ આવે છે. ત્યાં સુધીમાં લોકોને આરોગ્યનું નુકશાન થાય ચૂક્યું હોય છે. જોકે સેમ્પલ ફેલ હોય તો દંડ થાય છે બાકી લેવામાં આવેલું સેમ્પલ જો વ્યવસ્થિત હોય તો દંડ થતો નથી. મતલબ સાફ છે કે અપૂરતી વ્યવસ્થાને કારણે ખાદ્ય ક્ષેત્ર થતા નુકશાનને પહેલા રોકવું મહાનગરપાલિકા માટે ગજા બહારની વાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.