ETV Bharat / state

Bhavnagar News : ભાવનગરમાં સાચા ગરીબ કોણ ? સરકારી આવાસ છતાં મફતનગરો હટાવવા જતા મામલો ગરમાયો

author img

By

Published : May 29, 2023, 8:01 PM IST

Bhavnagar News : ભાવનગરમાં સાચા ગરીબ કોણ ? સરકારી આવાસ છતાં મફતનગરો હટાવવા જતા મામલો ગરમાયો
Bhavnagar News : ભાવનગરમાં સાચા ગરીબ કોણ ? સરકારી આવાસ છતાં મફતનગરો હટાવવા જતા મામલો ગરમાયો

ભાવનગરના મફતનગરને હટાવવા જતા રાજકારણ ગરમાઈ ગયું છે. રાજકીય લોકો મફતનગરવાસીઓને ગરીબ ગણાવી રહ્યા છે તો સત્તાવાહકો ગુમ છે. અધિકારી મફતનગરના મકાનો જોઈ ગરીબમાં ગણતા નથી. આ મામલે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. ત્યારે સરકારી આવાસમાં સાચા ગરીબ કે મફતનગરમાં સાચા ગરીબ. જાણો ગરીબના નામે રાજકારણ

ભાવનગરમાં રકારી આવાસમાં સાચા ગરીબ કે મફતનગરમાં સાચા ગરીબ ?

ભાવનગર : શહેરમાં આશરે 22 જેટલા મફતનગર આવેલા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા 14 નાળા પાસેના મફતનગરને 260 બી મુજબ ખાલી કરવાની નોટિસ પાઠવતા મામલો ગરમાયો છે. અધિકારી સાથે વિવાદ થયો અને સાત દિવસની મુદત પૂર્ણ થતા આશરે હજારોની સંખ્યામાં મફતનગરના રહેવાસીઓ મહાનગરપાલિકાએ ધસી આવ્યા હતા. જેને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનામાં રાજકારણ ઉમેરાઈ ગયું છે.

14 નાળાના વસાહતીઓ : ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક આવેલા 14 નાળા પાસેના મફતનગરમાં આશરે 600 જેટલા મકાનો આવેલા છે. આ 600 મકાનો મહાનગરપાલિકાના છે પ્લોટ હોવાનું મહાનગરપાલિકા જણાવી રહી છે. જેને પગલે 140થી વધારે લોકોને 260 મુજબ જગ્યા ખાલી કરવા માટે નોટિસ પાઠવી દેવામાં આવી હતી. બે દિવસ પહેલા નોટિસ આપવા ગયેલા અધિકારી સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને ઘર્ષણ થયું હતું. જેમાં કેટલાક સ્થાનિકો બેભાન થતા સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ મહાનગરપાલિકા ટસની મસ નહિ થતા આજે સોમવાર અંતિમ દિવસ હોય અને આપવામાં આવેલી અવધિ પૂર્ણ થતા મહાનગરપાલિકા સ્થળ પર પહોંચે તેની પહેલાં જ હજારોની સંખ્યામાં મફતનગરના રહેવાસીઓ મહાનગરપાલિકા દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં આવેલા લોકોએ લેખિત આવેદનપત્ર પણ આપ્યા છે.

રજૂઆત કરવા પહોંચ્યા સ્થાનિકો
રજૂઆત કરવા પહોંચ્યા સ્થાનિકો

અમને મકાન ખાલી કરવાનું મહાનગરપાલિકાએ કીધું છે. અમે 50 વર્ષથી રહીએ છીએ. અમે ગરીબ માણસો છીએ અને રોજનું મજૂરીનું કામ કરીને પોતાનું પેટ ભરીએ છીએ. અમારી પાસે જો પૈસા હોય તો અમે ફ્લેટનો લઈ લઈએ. અમને આ જમીન આપે અને મહાનગરપાલિકા હપ્તા કરી દે. આ માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. ત્યાં 600 જેટલા મકાનો આવેલા છે. - દુષ્યંતબેન (સ્થાનિક રહેવાસી)

કલેકટરને રજુઆત : ભાવનગર ઝૂંપડપટ્ટી વસાહત સમિતિનું નિર્માણ કરી દેવામાં આવ્યું અને તેના આગેવાનો દ્વારા પ્રથમ કમિશનરની મુલાકાત કરવામાં આવી અને તેમને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં રસ્તા પર ધસી આવેલા સ્થાનિકોને કારણે પોલીસ વ્યવસ્થા પણ ઊભી કરવાની ફરજ પડી હતી. ઝૂંપડપટ્ટી વસાહત સમિતિએ કલેકટરને પણ લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે. જેમાં ભાવનગરમાં 22 જેટલી ઝુપડપટ્ટીઓ વાળા હોય તેમાં રહેતા ગરીબ લોકો મજૂરી કરીને પેટ ભરે છે. 22 જેટલી ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા હોવાને પગલે રેગ્યુલરાઈઝ કરી દેવાની માંગ કરાય છે. જોકે ઝુપડપટ્ટી વસાહત સમિતિની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને આવ્યા છે.

ખાસ કરીને ભાવનગરમાં પછાત મજૂર વિસ્તારમાં જ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે અને મજૂરોને હટાવવામાં આવે છે. અમે રજૂઆત કરીએ છે કે રોજનું રળીને રોજ ખાતા આ ગરીબ મજૂર લોકો રસ્તા ઉપર આવી જશે. આથી આ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. ભાવનગર શહેરમાં 2015થી અત્યાર સુધીમાં 1480 મોટા માથાઓની સામે 260 મુજબ નોટિસ આપવામાં આવેલી છે. પરંતુ અફસોસની વાત કી એક પણ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી આજદિન સુધી થઈ નથી. ભાવનગર મહાનગરપાલિકાની કચેરીથી લઈને કાળીયાબીડ સુધી પણ ઘણી ગેરકાયદેસર વસાહતો છે. તેની સામે આખરે કેમ પગલાં ભરતા નથી ત્યારે આ ગરીબ માણસોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ છે. - રાજુ સોલંકી (નેતા, આમ આદમી પાર્ટી)

ગોહિલે મુખ્યપ્રધાનને કરી રજુઆત : 14 નાળાની મફતનગરને વસાહતને નોટિસ આપવા ગયેલા અધિકારીઓએ સ્થાનિક લોકો સાથે ઘર્ષણ કર્યા બાદ ગુજરાતના કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી. શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને મુખ્યપ્રધાનને રજૂઆત કરીને જણાવ્યું છે કે, 14 નાળા પાસે 300 પરિવારો વર્ષોથી વસવાટ કરે છે. કુદરતના ન્યાય વિરુદ્ધ નોટિસો આપવામાં આવી છે. ત્યારે ગરીબ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે માનવતાના ધોરણે. જોકે ભાવનગરમાં ઝૂંપડપટ્ટી વસાહત સમિતિ આજે રજૂઆત કરવા પહોંચતા આમ આદમી પાર્ટી પણ પડખે ચડી ગઈ છે. કમિશનરને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. સોમવારના રોજ સાંજે 6 કલાકે ઝુપડપટ્ટીઓના આગેવાનો સાથે બેઠક પણ યોજાયા બાદ કમિશનરના જવાબ પર કોંગ્રેસ પોતાની રણનીતિ તૈયાર કરવાની છે.

ભાવનગર ઝૂંપડપટ્ટી વસાહત સમિતિ
ભાવનગર ઝૂંપડપટ્ટી વસાહત સમિતિ

મેયર ચેમ્બરમાં માર્યા તાળા : ભાવનગરમાં સત્તામાં બેઠેલા ભાજપના જવાબદાર નેતાઓમાં મેયર કીર્તિ દાણીધરીયા અને ચેરમેન ધીરુ ધામેલીયાના ચોથા માળના ભાગમાં જાળીને તાળું મારી દેવામાં આવ્યું હતું. નીચે પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં ભાજપના નેતાઓને મળવાની કોશિશ કરતા એક પણ સાથે સંપર્ક કે ટેલીફોનિક વાતચીત થઈ શકી ન હતી. જોકે ઝૂંપડપટ્ટીનો વસાહતીઓમાં પણ ક્યાંક લોકમુખે ચર્ચા થતી હતી કે મત લેવા આવતા લોકોને હવે તેમની ગરીબોની સમસ્યા દેખાતી નથી. જેને કારણે આ પરિસ્થિતિ અમારી સર્જાય છે.

જે મફતનગરમાં 14 નાળા પાસે મહાનગરપાલિકાના પ્લોટ આવેલા છે તેમાં વસાહતીઓ રહે છે તેના સ્લેબ વાળા મકાનો છે. ઘરમાં ફ્રીજ છે, એસી છે તો આ લોકો ગરીબની વ્યાખ્યામાં કઈ રીતે આવી શકે. ત્યારે આગામી દિવસોમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. - એન.વી. ઉપાધ્યાય (કમિશનર, મહાનગરપાલિકા)

જમીનનો બજાર ભાવ શું : ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરે સ્પષ્ટ કહી દીધું છે કે, જમીન મહાનગરપાલિકાની છે અને તેને કાયદેસર પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. એક પછી એક પ્રયાસો તો થઈ રહ્યા છે, પરંતુ કમિશનર તેમની જગ્યાએ અડગ હોવાથી દરેકની રજૂઆતો એળે જઈ રહી હોવાનું લાગી રહ્યું છે. 14 નાળા પાસેના મફતનગરમાં જોવા જઈએ તો મહાનગરપાલિકાની છ પ્લોટોની જમીન છે. જે 9000 ચોરસ મીટર થવા જાય છે. તેની બજાર કિંમત 35થી 40 કરોડની થાય છે. પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ આશારે પાંચ સત વર્ષમાં સરકાર દ્વારા આશરે 12,000 જેટલા બનાવવામાં આવ્યા છે.

સાચા ગરીબ કોણ : ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ નિર્માણ થઈ રહ્યું છે. જેમાં ત્રણ લાખથી ઓછી આવક હોય તે અરજદારને આ મકાનો પ્રાપ્ત થઈ રહ્યા છે. પાંચ સાત વર્ષમાં 12,000 જેટલા મકાનો બનાવ્યા હોવાનું મનપા જણાવી રહી છે. ત્યારે સવાલ ઊભો એક જ થાય છે કે શહેરમાં 22 જેટલી મફતનગરની વસાહતો આવેલી છે. મોટા ભાગના મફતનગરમાં ઝૂંપડાઓ જોવા મળતા હોય છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસો બનવા છતાં એક પણ મફતનગર ઓછું થતું નથી. ત્યારે 14 નાળા વસાહતોમાં રહેતા લોકો ગરીબ નથી કહીને વસાહત દૂર કરવામાં આવશે ? જો કે પ્રધાનમંત્રી આવાસમાં મકાન મેળવનાર લોકો ગરીબ છે કે મફતનગરમાં રહેતા લોકો ગરીબ ત્યારે સાચા ગરીબ કોણ ? કે પછી પક્ષ પ્રમાણે ગરીબ વહેચાય છે.

મફતનગર મામલે ત્રણ બેભાન એકનું મૃત્યુ : સવારે હજારોની સંખ્યામાં સ્થાનિકો મહાનગરપાલિકા ધરણા પર બેઠયા હતા, જ્યારે બપોર બાદ તમામને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા. ત્યારે આ વિસ્તારમાંથી બે મહિલા અને એક આધેડ બે ભાન થતા સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં યુસુફભાઈ આમદભાઈ ડેરૈયા નામના આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા બનાવ પગલે આક્ષેપ મૃતકના પુત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આધેડનું મૃત્યુ નીપજતા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જો કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સત્ય હકીકત મૃત્યુની બહાર આવી શકે છે.

  1. Jamnagar News : જામનગરના નાગમતી આવાસના રહીશોને ભાડુઆતોની કનડગત, મામલો પહોંચ્યો મેયર પાસે
  2. Rajiv Awas Yojana: પાલનપુર પાલિકાએ બનાવેલા રાજીવ આવાસ યોજનાના મકાનો ખાઈ રહ્યાં છે ધુળ
  3. EWS LIG Flat : ઈડબ્લ્યૂએસ અને એલઆઈજી આવાસ ગેરરીતિ મામલામાં કમિશનરને પત્ર લખાયો, એસ્ટેટવિભાગ સામે રોષ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.