ETV Bharat / state

ભાવનગરઃ સરકારની કૃષિ સહાયના પૈસાની VCE દ્વારા ઉચાપત, નોંધાય ફરીયાદ

author img

By

Published : Dec 24, 2020, 3:34 PM IST

Updated : Dec 24, 2020, 7:47 PM IST

ભાવનગર જિલ્લામાં સરકારની કૃષિ સહાય માટેના પૈસાની VCE દ્વારા ઉચાપતની એક ઘટના સામે આવી છે. જેમાં ઉચાપત કરનારા 22 VCE સામે ખેતીવાડી વિભાગ દ્વારા ઉચપતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ભાવનગરઃ સરકારની કૃષિ સહાય યોજના પૈસાની VCE દ્વારા ઉચાપત, નોંધાય ફરીયાદ
ભાવનગરઃ સરકારની કૃષિ સહાય યોજના પૈસાની VCE દ્વારા ઉચાપત, નોંધાય ફરીયાદ

  • ખેતીવાડી વિભાગ દ્વારા મળતી સરકારની સહાયના પૈસાની VCE દ્વારા ઉચાપત
  • ઉચાપત કરનારા 22 VCE સામે ખેતીવાડી વિભાગ દ્વારા નોંધાય ફરીયાદ
  • સરકારની કૃષિ સહાય યોજનામાં ઉચાપત

ભાવનગરઃ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા મળતી સરકારની સહાયના પૈસાની VCE દ્વારા ઉચાપતની એક ઘટના સામે આવી છે. જેમાં ઉચાપત કરનારા 22 VCE સામે ખેતીવાડી વિભાગ દ્વારા ઉચપતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ભાવનગરઃ સરકારની કૃષિ સહાયના પૈસાની VCE દ્વારા ઉચાપત, નોંધાય ફરીયાદ
ભાવનગરઃ સરકારની કૃષિ સહાયના પૈસાની VCE દ્વારા ઉચાપત, નોંધાય ફરીયાદ

ભાવનગરમાં VCE સામે ફરિયાદ

ભાવનગર જિલ્લામાં આવેલા તાલુકાના ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં VCE ખેડૂતોને ઓનલાઇન યોજનાઓના અને નાના મોટા કામો કરતા હોય છે, ત્યારે હાલમાં VCE ની હડતાળ બાદ 1/10/2020 થી 30/10/2020 દરમિયાન સરકારની કૃષિ સહાય યોજનામાં ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમા જિલ્લા ખેતીવાડી અધિકારીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભાવનગરઃ સરકારની કૃષિ સહાયના પૈસાની VCE દ્વારા ઉચાપત, નોંધાય ફરીયાદ

કેટલા ખેડૂતોના કેટલા નાણાંની ઉચાપત અને કેટલા VCE

ભાવનગર જિલ્લાના અલગ-અલગ તાલુકાના VCEને સરકારના ડિઝિટલ ગુજરાત પોર્ટલનો ID અને પાસવર્ડ આપેલો હોઈ છે. જેના આધારે તેણે અરજદારની સહી અને જરૂરી સાધનિક કાગળ પરની સહી સાથેની અરજીઓ ગ્રામસેવકને પહોંચતી કરવાની હોય છે, ત્યારે સાધનિક કાગળોમાં ચેડાં કરીને જિલ્લાના અલગ-અલગ તાલુકાના કુલ 22 VCE એ 7 લાખ 61 હજાર 230 રૂપિયાની સરકારના નાણાંની ઉચાપત કરતા જિલ્લા ખેતીવાડી અધિકારીએ 22 VCE સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં 7 લાખ, 61 હજાર 230 રૂપિયાની સરકારના નાણાંની ઉચપતની ફરિયાદ નોંધાવી છે.

ક્યાં તાલુકાના VCE સામે નોંધાઇ પોલીસ ફરિયાદ અને કેમ

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા કૃષિ સહાય યોજના માટે તાલુકા કક્ષાએ નોડલ ઓફિસરો અને ગ્રામસેવકને ફેર ચકાસણીની કામગીરી સોંપી હતી. જેનો રિપોર્ટ આવતા VCE ની ગેરરીતિઓ સામે આવી છે. નાદાન અને અભણ ખેડૂતોનો ગેરલાભ ઉઠાવીને લાભાર્થીઓની રકમ ઓળવી જનારા VCE સામે જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. કરાયેલી કાર્યવાહીમાં જોઈએ તો મહુવા, ઉમરાળા, સિહોર, જેસર, ભાવનગર અને તળાજા તાલુકાના ગામડાઓનો સમાવેશ થાય છે. જેમાં રકમ અને અરજીઓ જોઈએ તો તાલુકા પ્રમાણે આ રીતે છે. ભાવનગર ગ્રામ્ય-14 અરજી 1,75,680 રૂપિયા, તળાજા- 9 અરજી 67,320 રૂપિયા, મહુવા-27 અરજી 2,56,303 રૂપિયા, સિહોર- 17 અરજી 1,15,853, ઉમરાળા - 12 અરજી 1,26,075 અને જેસર- 1 અરજી 20,000 આમ મળી કુલ 7 લાખ,61 હજાર 230 રૂપિયાની ઉચપતની ફરિયાદ દાખલ થઈ છે.

Last Updated : Dec 24, 2020, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.