ETV Bharat / state

International Yoga Day: ભાવનગરની દીકરીએ 13 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડ્યો

author img

By

Published : Jun 21, 2023, 10:03 AM IST

Updated : Jun 21, 2023, 11:22 AM IST

ભાવનગરની દીકરીઓ હંમેશા અગ્રેસર રહી છે. ત્યારે રુચા ત્રિવેદીએ મન મજબૂત હોઈ તો કશું પણ જીવનમાં અઘરું નથી તે સાબિત કરી બતાવ્યું છે. નાનકડી ઉંમરે ભાવનગરની દીકરીએ સિદ્ધિ હાંસલ આંતરરાષ્ટ્રીય કક્ષાની કરી છે. યો

International Yoga Day:  ભાવનગરની દીકરીએ 13 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડ્યો
International Yoga Day: ભાવનગરની દીકરીએ 13 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડ્યો

International Yoga Day: ભાવનગરની દીકરીએ 13 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડ્યો

ભાવનગર: 21 જૂન એટલે યોગ દિવસ. નવમાં યોગ દિવસે ભાવનગરની એક નાનકડી એવી ચાર વર્ષની ઉંમરથી દીકરી યોગ ક્ષેત્રે ઝંપલાવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેડલ મેળવવામાં સફળ રહી છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીને બીટ આપવાની ઈચ્છા ધરાવતી રૂચા ત્રિવેદી અન્ય નાના બાળકોને પણ યોગ કરવા માટે પ્રેરણા આપતી રહે છે. કોણ છે રૂચા ત્રિવેદી અને તેને મેળવેલી સિદ્ધિ જાણીએ.

મન હોઈ તો માળવે જવાય: સમગ્ર ભારતમાં નવમા યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. નાનકડી ઉંમરે રૂચા ત્રિવેદી પોતાની બહેન પ્રિયંકા જે આંતરરાષ્ટ્રીય યોગ ખેલાડી હોય તેને જોઈને તેને પણ યોગ કરવાની ઈચ્છા જાગી હતી. ભાવનગર યુનિવર્સિટી યોગ વિભાગ ખાતે પોતાની બહેનની સાથે રૂચા ત્રિવેદીએ યોગ કરવાનો પ્રારંભ કર્યો હતો. ચાર વર્ષની ઉંમરે રૂચા ત્રિવેદીએ યોગની શરૂઆત કરી હતી. આજે 13 વર્ષની ઉંમરે તે 9માં યોગ દિવસે તે 23 થી વધારે સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ મેડલો પ્રાપ્ત કરી ચૂકી છે.

" હું ધોરણ આઠમાં દક્ષિણા મૂર્તિમાં અભ્યાસ કરું છું અને મને ઓલમ્પિક રમવાની ખૂબ જ ઈચ્છા છે અને 101 થી વધુ મેડલો પ્રાપ્ત કરવાની મારી ઈચ્છા છે. સાથે જ પૂજા પટેલને પણ બીટ કરવાની હું ઈચ્છા ધરાવું છું"--રુચા ત્રિવેદી (યોગ ખેલાડી,ભાવનગર)

ઘણા મેડલો જીત્યા: ભાવનગરની રૂચા ત્રિવેદીના પિતા ઓમભાઈ ત્રિવેદી એક પ્રોફેસર છે. ત્યારે રુચા ત્રિવેદી ચાર વર્ષની ઉંમરથી યોગમાં ઝંપલાવ્યા બાદ આજે 4 વર્ષથી 13 વર્ષની ઉંમર વચ્ચે સ્ટેટ,નેશનલ અને ઇન્ટરનેશનલ મળીને 14 જેટલી ગેમ્સ રમી ચૂકી છે. તેને 23 કરતા વધુ મેડલો અને સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કર્યા છે. 2019 માં બાંગ્લાદેશના ઢાકામાં રમાયેલી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં રુચાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. બાંગ્લાદેશની આ સ્પર્ધામાં 52 જેટલા ભારતથી સ્પર્ધકો ગયા હતા. જેમાં સૌથી નાની રુચા હતી. ત્યારે રુચા ત્રિવેદી નાનપણની ઉંમરથી જ યોગમાં સારું એવું પ્રદર્શન કરે છે અને તેને ઘણા મેડલો જીત્યા છે.

હોલનો પ્રારંભ 23 વર્ષ પહેલા: યુનિવર્સીટીમાં વર્ષોથી ચાલતા યોગ વિભાગ અને તેના કોચ ભાવનગર યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ સામે યોગ હોલનો પ્રારંભ 23 વર્ષ પહેલાં થયો હતો. યોગ હોલ ખાતે કોચ તરીકે છેલ્લા 23 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. ધોરણ આઠમાં અભ્યાસ કરતી અને 13 વર્ષની રૂચા દક્ષિણા મૂર્તિ શાળાની વિદ્યાર્થીની છે અને ચાર વર્ષની ઉંમરથી તે રેવતુભા ગોહિલ પાસે યોગ શિખી રહી છે.

International Yoga Day: CM પટેલની હાજરીમાં 1.45 લાખથી વધુ લોકોએ યોગા કરી રેકોર્ડ બનાવ્યો

Pm Modi On Yoga Day: પીએમ મોદીએ યોગ દિવસ પર અમેરિકાથી ભારતીયોને સંબોધિત કર્યા

Last Updated : Jun 21, 2023, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.