ETV Bharat / state

Dummy Candidate Scam: ડમીકાંડ આંકડો 42 પર પહોંચ્યો, મોટો ભાંડો ફૂટ્યો

author img

By

Published : May 13, 2023, 7:53 AM IST

ભાવનગર જિલ્લામાંથી સામે આવેલા ડમીકાંડ કેસમાં આરોપીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. જેમાં મૂળીયા સુધી પહોંચવા માટે ભાવનગર પોલીસે દિવસ રાત એક કરી દીધા છે. પૂછપરછ અને તપાસમાં અન્ય આરોપીઓના નામ ખુલતા આરોપીને પકડી લેવામાં આવ્યા છે. જોકે, પોલીસ આ કેસમાં હજુ વધારે તપાસ કરી રહી છે.

Dummy Candidate Scam: ડમીકાંડ આંકડો 42 પર પહોંચ્યો, મોટો ભાંડો ફૂટ્યો
Dummy Candidate Scam: ડમીકાંડ આંકડો 42 પર પહોંચ્યો, મોટો ભાંડો ફૂટ્યો

ભાવનગરઃ ભાવનગર જિલ્લામાંથી ડેમીકાંડ કેસમાં આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. નોંધાયેલી ફરિયાદને પગલે પોલીસ એક બાદ એક આરોપીઓ ઝડપી રહી છે. ફરિયાદના કુલ 36 આરોપીઓ હોય તે પૈકી 20ને ઝડપી લીધા છે. જો કે આ બાદ પણ અન્ય આરોપીઓના નામ ખુલતા ઝડપવામાં આવ્યા છે. જેથી આંકડો 42 એ પહોંચી ગયો છે. ડમીકાંડના મુખ્ય આરોપીઓ અને ફરિયાદમાં નામો ભાવનગર ડમીકાંડમાં સામે આવતા અન્ય સેન્ટરમાં પણ તાર જોડાયેલા હોવાની હાલ આશંકાઓ છે.

આંકડો વધ્યોઃ મુખ્ય આરોપી શરદ પનોત, પ્રકાશ ઉર્ફે પિકે દવે,બળદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયા સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 36 આરોપીઓના નામ ફરિયાદમાં નોંધવામાં આવ્યા હતા.પરંતુ આ મુખ્ય ચાર આરોપીઓની ધરપકડ થયા પછી એક પછી એક ખુલતા નામોને લઈને ડમીકાંડમાં આંકડો ધીરે ધીરે વધ્યો હતો. વધુ ત્રણ શખ્સો આ કેસમાં ઝડપાયા બાદ હજું કેટલાક આરોપીઓ પકડાય એવી આશંકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળી છે.

મોડસ ઑપરેન્ડીઃ હાલમાં પણ એસ.આઇ.ટીની ટીમ હજુ તપાસ કરી રહી છે અને એક બે દિવસે આરોપીઓ પકડાઈ રહ્યા છે. જો કે પોલીસ દ્વારા આધાર પુરાવાને આધારે આરોપીઓની અટકાયત કરવામાં આવતી હોવાનું અગાઉ પણ IG જણાવી ચૂક્યા છે. મુખ્ય મોડેસ ઓપરેન્ડીમાં પરીક્ષાર્થીનું ડુપ્લીકેટ આધાર કાર્ડ અને હોલ ટિકિટ બનાવવામાં આવતું હતું. જેના આધારે હોશિયાર વિદ્યાર્થીને ડમી તરીકે બેસાડી દેવામાં આવતો હતો. જેમાં નોકરી મેળવી ચૂકેલા લોકો પણ મોટા પાસે સામેલ છે. જ્યારે મુખ્ય આરોપી શરદ પનોત અને પ્રકાશ ઉર્ફે પીકે દવેના લેપટોપમાં જ 70 થી 80 નામ હોવાનું અગાઉ ચર્ચાતું રહ્યું છે. આ સાથે ડમીકાંડ ખોલનાર યુવરાજસિંહ જાડેજા સામે ફરિયાદ થતા તેમાં પણ છ જેટલા શખ્સોને ઝડપીને જેલ હવાલે પણ કરાયા છે. આંકડો 42 એ પહોંચ્યો છે. ઈસોરા ગામનો રહેવાસી અને બે તળાજા ગામના રહેવાસી છે. આ કેસ સંદર્ભે ભાવનગર એલસીબી પીઆઈએ વધુ સ્પષ્ટતા કરી હતી.

ડમીકાંડમાં વધુ ત્રણ રોપીઓને પકડી પડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ. જેમાં કવિતકુમાર નીતીનભાઇ રાવ રહેવાસી ઇસોરા ગામ, તળાજા તાલુકો, અભિષેકકુમાર હરેશકુમાર પંડયા રહેવાસી તળાજા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે, વિમલભાઇ બટુકભાઇ જાની રહેવાસી તળાજાનીની અટકાયત કરી છે. પકડાયેલા ત્રણેય ભરતનગરની ડમીકાંડની ફરિયાદના 36 પૈકીના છે જેથી આંકડો કુલ 20 પર પહોંચ્યો છે. ફરિયાદમાં કુલ 36 સામે ફરિયાદ નોંધાયેલી છે. જેમાંથી પોલીસે 20 જેટલા આરોપીઓ ઝડપી લીધા છે. ત્યારે હજુ પણ 16 જેટલા પકડવાના બાકી છે. જો કે પકડવામાં આવતા આરોપીઓની પૂછતાછમાં પોલીસે 22 જેટલા વધારાના આરોપીઓને પણ ઝડપી લીધેલા છે. આમ આંકડો ફરિયાદના આરોપી અને ફરિયાદ બહારના આરોપી મળીને 42 ઉપર પહોંચી ગયો છે.---ભાવેશ શિંગરખીયા (એલસીબી, પીઆઈ)

આ પણ વાંચોઃ

1) Rajkot Crime: ઓહો! ડાયમંડ કે સોનાના દાગીના નહીં 40 કિલો વાળની લૂંટ

2) Bhavnagar news: ભાવનાગર મનપાના આરોગ્ય અને સોલીડવેસ્ટના 12 કર્મચારીઓએ એકસાથે રાજીનામાં ધર્યા, માનસિક ટોર્ચરનો આરોપ

રીમાન્ડ મંજૂરી માટે પ્રક્રિયાઃ છ મહિના પહેલા મહેશ લાભશંકર લાધવાના કહેવાથી ગ્રામ સેવકની લેવાયેલી પરીક્ષામાં અંકિત લકુમ નામના મૂળ પરીક્ષાર્થીના બદલે વિમલ જાનીએ આપી દીધી હતી. જેનો પર્દાફાશ થયો હતો. ડમીકાંડના મુખ્ય આરોપી પૈકી એક પ્રદિપ બારૈયા એ કબૂલાત આપી હતી. સેનેટરી ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં અભિષેક પંડ્યાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે કલ્પેશ પંડ્યાને બેસાડી દેવામાં આવ્યો હતો. આ ખુલાસો અગાઉ પણ થયેલો હતો. હવે કોર્ટ પ્રક્રિયા અનુસાર રીમાન્ડની માગ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.