ETV Bharat / state

Bhavnagar News: 100 વર્ષ પહેલાની વાનગીનો સ્વાદ ફરી ચાખવા મળ્યો, જૂની ડિશ બનાવવાની અનોખી સ્પર્ધા

author img

By

Published : Jun 27, 2023, 9:38 AM IST

ભાવનગરમાં ગર્વ લઇ શકાય તેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં વિવિધ રાજ્યો અને વિસ્તારો છે. જ્યાં 100 વર્ષ પહેલાં પોતાના ભોજન અને વાનગીઓ સ્થાનિક હતા.ત્યારે પીઝા,બર્ગર,પંજાબી અને ચાઇનીઝ જેવા ભોજન વાનગીમાં સ્થાનિકો ભોજન વાનગીની ધરોહર વિસરાઈ ગઈ છે. દરેક ઘરમાં ફરી સ્થાનિક ભોજન વાનગી પરત આવે તેવા હેતુથી ઇન્ટેક હેરિટેજ રેસીપી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દાદાના દાદાના દાદાની વાનગી ભોજનથી દરેક યુવાનોને જાણ નહિ હોય : વારસાગત વાનગી ભોજન જાણો ક્યાં
દાદાના દાદાના દાદાની વાનગી ભોજનથી દરેક યુવાનોને જાણ નહિ હોય : વારસાગત વાનગી ભોજન જાણો ક્યાં

દાદાના દાદાના દાદાની વાનગી ભોજનથી દરેક યુવાનોને જાણ નહિ હોય

ભાવનગર: આજના આધુનિક સમયમાં માત્ર ઇમારત જેવી ધરોહર ઇતિહાસના પાને નથી કંડોરાઈ રહી છે. આજના પશ્ચિમી સંસ્કૃતિના મારા વચ્ચે સ્થાનિક ધરોહરની વાનગીઓ અને ભોજન પણ વિસરી ગયા છે. ભાવનગરમાં અનોખી એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાએ વર્ષો પહેલાની વાનગી અને ભોજનને પગલે યોજવામાં આવી હતી. સો વર્ષ પહેલાની પણ વાનગી અને ભોજન કેવા પ્રકારના હતા અને આજના સમયમાં તે કેવું સ્થાન મેળવી શકે છે. આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા.

વાનગીઓનું મૂલ્યાંકન: ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે મહારાણી સાહેબ સમયુકતાકુમારી તેમજ ભાવનગરની પ્રતિષ્ઠિત મહિલાઓ જજ સ્વરૂપે ઉપસ્થિતિ રહીને ઇન્ટેક દ્વારા હેરિટેજ રેસીપી કોમ્પિટિશનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કોમ્પિટિશનમાં આશરે 55 થી વધારે મહિલાઓએ ભાગ લીધો હતો. જો કે ભાગ લેનાર મહિલાઓ યુવાન વય થી વૃદ્ધ અવસ્થા સુધીની સ્પર્ધક બની હતી. જો કે મહારાણી સાહેબ અને ડોક્ટર સલોની ચૌહાણ, પૂર્વ મેયર રીનાબેન શાહ દરેક કોમ્પિટિશનના સ્પર્ધકોની વાનગીઓનું મૂલ્યાંકન જજ તરીકે કર્યું હતું.

દાદાના દાદાના દાદાની વાનગી ભોજનથી દરેક યુવાનોને જાણ નહિ હોય
દાદાના દાદાના દાદાની વાનગી ભોજનથી દરેક યુવાનોને જાણ નહિ હોય

યુક્ત પદાર્થ વાળું ભોજન: ભાવનગરમાં ઘણા બધુ એવું આપણું જમવાનું છે. જે અમૂલ્ય છે. દરેક ઘરનું જમવાનું પોતાનું અલગ અલગ હોય છે. તેમાં પણ લગ્ન કરીને આવ્યા બાદ તેની પણ ભોજનની રેસીપી અલગ હોય છે. આમ આપણી આ ધરોહરને સાચવવાનો એક પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં એક કુકબુક પણ બહાર પાડવામાં આવશે.જે રેસીપી સાથે રજૂ કરવામાં આવશે. આથી આપણે અત્યારના યંગસ્ટરો પણ તેમાંથી પોષ્ટીક યુક્ત પદાર્થ વાળું ભોજન મેળવી શકે.

દાદાના દાદાના દાદાની વાનગી ભોજનથી દરેક યુવાનોને જાણ નહિ હોય
દાદાના દાદાના દાદાની વાનગી ભોજનથી દરેક યુવાનોને જાણ નહિ હોય

વાનગીઓને લઈને સ્પર્ધાઓ: 70 થી 100 વર્ષ જૂની વાનગીઓ અને ભોજન સ્પર્ધામાં ખાસ કરીને આમ તો ભોજન અને વાનગીઓને લઈને સ્પર્ધાઓ થતી હોય છે. પરંતુ નીલમબાગ પેલેસમાં યોજવામાં આવેલી હેરિટેજ રેસીપી સ્પર્ધામાં દરેક સ્પર્ધકોએ 70 વર્ષથી લઈને 100 વર્ષ પહેલાની વાનગીઓ અને ભોજનો રજૂ કર્યા હતા. જો કે આ વાનગી અને ભોજન વર્ષોની પેઢી દર પેઢી ચાલ્યા આવતા અને હાલમાં વિસરાઈ ગયેલા હોય ત્યારે ફરી તાજેતરની પેઢીઓને સ્થાનિક ભોજન અને વાનગીઓ થી વાકેફ થાય તેવા હેતુથી સ્પર્ધા યોજવામાં આવી હતી.

દાદાના દાદાના દાદાની વાનગી ભોજનથી દરેક યુવાનોને જાણ નહિ હોય
દાદાના દાદાના દાદાની વાનગી ભોજનથી દરેક યુવાનોને જાણ નહિ હોય

"આજનો આ કાર્યક્રમ આપણા પૂર્વજોની રેસીપી નો છે. જે આપણા બાળકોને આપણે આપવા માગીએ છીએ. આપણે જે રેસીપી છે. તેને ફરી જાગૃત કરવાની છે. જો કે આ રેસિપી ખૂબ જ જૂની છે.આ રેસિપી આપણે નવી પેઢીને આપી શકીએ. એ માટે એક કુકબુક પણ બહાર પાડવાના છીએ તેથી આપણો સમાજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સુદ્રઢ રહે."-- ડો સલોની ચૌહાણ (જજ,હેરિટેજ રેસીપી સ્પર્ધા,ભાવનગર)

દાદાના દાદાના દાદાની વાનગી ભોજનથી દરેક યુવાનોને જાણ નહિ હોય
દાદાના દાદાના દાદાની વાનગી ભોજનથી દરેક યુવાનોને જાણ નહિ હોય

સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવે તેવા હેતુ: વાનગીઓ કેવી આજના યુવાનો માટે ફાયદાકારક આજના આધુનિક સમયમાં પીઝા,બર્ગર, પંજાબી,ચાઇનીઝ વગેરે ખાણીપીણીને પગલે આજની યુવા પેઢી આજથી 70 થી 100 વર્ષ પહેલાની સ્થાનિક ભોજન અને વાનગીઓની રેસિપીથી અળગો છે. યોજાયેલી સ્પર્ધામાં કંસારા, ગળથુંથિ, પંડોલી, જાદરિયું, ચોળાના વડીનું શાક, સાત ધાનનો ખીચડો, ખાટીયું, ભડકું, ઘુટ્ટો જેવા અલગ અલગ ભોજનો અને વાનગીઓ સ્પર્ધામાં જોવા મળ્યા હતા. જો કે આ સ્પર્ધાને લઈને દરેક સ્પર્ધકોની રેસીપી સાથે એક કુક બુક નામની પુસ્તકનું પણ આગામી સમયમાં વિમોચન થવાનું છે. તેની પાછળનો હેતુ સમગ્ર ગુજરાતમાં આજની નવી પેઢી 100 વર્ષો પહેલાની ભોજન અને વાનગીઓને ફરી અસ્તિત્વમાં લાવે અને પોતાના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવે તેવા હેતુથી બહાર પાડવામાં આવનાર છે.

  1. રક્ષાબંધનના પર્વે બજારમાં આવી અનોખી મીઠાઈ, આરોગ્યને બનાવશે વધુ મજબૂત
  2. issue of removal of nonveg lorries : જાણો કઈ જગ્યાએ બને છે ઈંડાની 150 વાનગીઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.