ETV Bharat / state

ભાવનગરમાં વેક્સિન ખલાસ, કોવિડના જોખમ વચ્ચે લોકોનું આરોગ્ય રામભરોસે

author img

By

Published : Dec 29, 2022, 5:37 PM IST

ભાવનગરમાં હાલ કોઇ(vaccination in gujarat) પણ રસી નથી. છેલ્લા ચાર દિવસથી શહેર અને જિલ્લામાં એક પણ(Vaccine exhaustion in Bhavnagar) વેકસીન નથી. ત્યારે ઝડપી વેકસીનેશન (Bhavnagar city has run out of vaccines) કરતી સરકાર શેની કરતી હોય છે તે પણ એક સવાલ થઇ રહ્યો છે. કોરોનાને રોકવાની કામગીરી જો એટલી ધીમી ચાલશે તો ગુજરાતમાં મોટા આંકડામાં કેસો આવે તો નવાઇ નહીં.

ભાવનગર શહેર જિલ્લો વેકસીન વિહોણો, તડામાર તૈયારીઓ વચ્ચે બ્રેક
ભાવનગર શહેર જિલ્લો વેકસીન વિહોણો, તડામાર તૈયારીઓ વચ્ચે બ્રેક

ભાવનગર વેકસીનની સ્થિતિ અને મહાનગરપાલિકા ભાવનગર (Municipal Corporation Bhavnagar) શહેર સાત થી આઠ લાખ જેટલી વસ્તી શહેર ધરાવે છે. ત્યારે ભાવનગર શહેરમાં તારીખ 26 ડિસેમ્બર 2022થી કોવિશિલ્ડ વેકસીન, કોવેકસીન અને કાર્બો વેકસીન (Vaccination in Bhavnagar) પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી શહેર અને જિલ્લામાં એક પણ વેકસીન નથી. મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર (Vaccine exhaustion in Bhavnagar)પાસે વેકસીન માટેની માંગ મૂકી છે. મહાનગરપાલિકાએ 15 હજાર કોવિશિલ્ડ, 5 હજાર કોવેકસીન અને 3 હજાર કાર્બો વેકસીન(Bhavnagar city has run out of vaccines) બાળકોની માંગ કરી છે.

વ્યવસ્થા શું જિલ્લામાં આશરે 14 થી 15 લાખ જેટલી વસ્તી જિલ્લામા ગામડાઓમાં નોંધાયેલી છે. ત્યારે ભાવનગરના જિલ્લા પંચાયત વિભાગના આરોગ્ય વિભાગે(Bhavnagar Health Department) કમરકસી લીધી છે. દરેક આરોગ્ય સેન્ટરને તૈયાર રહેવા સૂચનો આપી દીધા છે. વિદેશથી આવતા લોકો પર નજર રાખી અચૂક ટેસ્ટિંગ કરવા જણાવાયું છે. ભાવનગર જિલ્લામાં વેકસીન ઉપલબ્ધ રહી નથી. જો કે કોવિશિલ્ડ 2 હજાર, કો વેકસીન 1200 અને કાર્બો વેકસીન 800 ડોઝ સરકારમાંથી મંગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો જ્ઞાન નેત્ર: મ્યુકોસલ રસી વડે કોવિડનું અસરકારક નિવારણ

બેડ સુધીની વ્યવસ્થાઓ સર ટી હોસ્પીટલમાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં 1000 બેડ સુધીની વ્યવસ્થાઓ છે. હાલમાં એક વોર્ડ બનાવવામાં આવ્યો છે. દરેક બેડ સુધી ઓક્સિજન લાઇન છે. ત્યારે ઓક્સિજન પ્લાન્ટ માટે 30000 ની લિક્વિડ ઓક્સિજનની ટેંકો ઉપલબ્ધ છે. આ સાથે દરેક બેડ સુધી ઓક્સિજન પાઇપલાઇન પણ નાખવામાં આવેલી છે. વ્યવસ્થા અંગે સ્થાનિક તંત્ર દ્વારા ચકાસણી કરી લેવામાં આવી છે. સર ટી હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજન ટેન્કની સાથે PSA ના બે પ્લાન્ટ પણ નાખવામાં આવેલા છે. જેમાં એક મિનિટમાં 1000 હજાર લિટર ઓક્સિજન એક પ્લાન્ટમાં ઉપલબ્ધ થાય છે. એક મિનિટમાં 2000 લિટર ઓક્સિજન પણ બે પ્લાન્ટ મારફત મળી રહે છે.

વેકસીનેશન કેટલું થયું ભાવનગર શહેર અને જિલ્લામાં વેક્સિનના ડોઝની વાત કરવામાં આવે તો શહેર અને જિલ્લામાં 100 ટકા ઉપર વેક્સિનેશન થઈ ગયું છે. શહેરમાં કુલ પ્રથમ ડોઝ 5,62,049 અને બીજો ડોઝ 5,46,701 અને પ્રિકોશન ડોઝ 2,30,642 આપવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં કુલ પ્રથમ ડોઝ દરેક વર્ગમાં 15,46,513 અને બીજા ડોઝમાં 17,31,772 જ્યારે પ્રીકોશન ડોઝમાં માત્ર 5,09,463 આપવામાં આવ્યા છે. શહેર જિલ્લામાં વેકસીન લેવા લોકો નીકળે તો સ્ટોક નહિ હોવાથી પોહચી વળવું મુશ્કેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.