ETV Bharat / state

Bhavnagar News : સરકારના બજેટને ચેમ્બર ઓફ કોમર્સે વધાવ્યું, ઉદ્યોગો પ્રજાને ફાયદાની કરી વાત

author img

By

Published : Feb 24, 2023, 5:35 PM IST

Bhavnagar News : CNG વેંટ ઘટાડવાને લઈને દરેક બાબતે બજેટને વિકાસલક્ષી જણાવ્યું ચેમ્બરે
Bhavnagar News : CNG વેંટ ઘટાડવાને લઈને દરેક બાબતે બજેટને વિકાસલક્ષી જણાવ્યું ચેમ્બરે

રાજ્ય સરકારના જાહેર કરાયેલા 2023ના બજેટને ભાવનગરની ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યું છે. ટેક્સ ફેડરેશનના પૂર્વ પ્રમુખ કહ્યું કે, સીએનજી પીએનજીમાં ટેક્સ ઘટાડાથી ઉદ્યોગોને અને પ્રજાને પણ ફાયદો થવાનો છે.

ભાવનગરની ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યું બજેટ

ભાવનગર : ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટમાં ભાવનગરને મળેલી બાબતો પગલે ચેમ્બર ઓફ કોમર્સે આનંદ વ્યક્ત કરીને આવકાર્યું છે. રિંગરોડ, સહિત ટેક્સ નવો નાખવો નહિ અને CNG, PNG ગેસમાં ઘટાડાને આવકારી વિકાસલક્ષી ગણાવ્યું છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઇએ પોતાના પદ પરથી બીજી વાર રજુ કરેલા બજેટને લઈને ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું છે. ત્યારે શું કહે છે બજેટને લઈને ચેમ્બર ઓફ કોમર્સે જાણો.

ચેમ્બર ઓફ કોમર્સએ બજેટને આવકાર્યું : ગુજરાત સરકારના આજે નાણાપ્રધાન કનુ દેસાઈ રજૂ કરેલા બજેટને લઈને ભાવનગરની ચેમ્બરે જણાવ્યું કે, પ્રજાને અને ઉદ્યોગોને ફાયદો થશે અને બજેટને વિકાસલક્ષી ગણાવ્યું છે. ભાવનગર શહેરમાં ચિત્રા GIDCમાં લઘુ ઉદ્યોગો અને અલંગ શિપ રિસાયક્લિંગ જેવું મોટું ઉદ્યોગનું હબ અલંગમાં હોય ત્યારે બજેટને લઈને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કામાણીએ જણાવ્યું હતું કે, જે રિંગ રોડ માટે 270 કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમજ ઉદ્યોગોને લઈને જે જાહેરાત થઈ છે તેનાથી ઘણો ફાયદો થવાનો છે. સીએનજી અને પીએનજીમાં ટેક્સ ઘટાડાથી સૌથી વધારે ફાયદો કોમર્શિયલ ક્ષેત્રે થશે અને પ્રજાને પણ થવાનો છે. આમ ઉદ્યોગ માટે પણ ઘણી રાહતો આપી છે.

આ પણ વાંચો : Gujarat Budget 2023 : ખેડૂતોને ઘરેબેઠા સેવાઓ આપવા સરકાર કટિબદ્ધ, 5140 કરોડની કરી જાહેરાત

ગુજરાત ટેક્સ ફેડરેશનના પૂર્વ પ્રમુખનો મત : ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટને પગલે ગુજરાત ટેક્સ ફેડરેશનના પૂર્વ પ્રમુખ ભરત શેઠે જણાવ્યું હતું કે, બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને પગલે ગુજરાતનો વિકાસ થવાનો છે. સીએનજી પીએનજીમાં ટેક્સ ઘટાડાથી ઉદ્યોગોને અને પ્રજાને પણ ફાયદો થવાનો છે. આ સાથે હાઈ સ્પીડ કોરિડોરમાં ભાવનગરનો પણ સમાવેશ કરતા કનેક્ટિવિટીને લઈને ભાવનગરને ફાયદો જરૂર થશે. જ્યારે રીંગરોડ થવાથી પણ ટ્રાફિક સમસ્યા શહેરમાંથી હલ થવાની છે.

આ પણ વાંચો : Gujarat Budget 2023 : શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું, 10 નવી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાત બજેટ 2023-24માં પણ બીજી ટર્મમાં નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું. આ વર્ષના બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, મહેસૂલ, આદિજાતિ વિકાસ, ઉધોગ સહિત અનેક ક્ષેત્રો પર કરોડોની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે રજૂ થયેલા સમગ્ર બજેટને જોઈને ભાવનગરની ચેમ્બર ઓફ કોમર્સે બજેટને આવકારીને વિકાસલક્ષી ગણાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.