ETV Bharat / state

Accident News : 20થી વધુ શ્રમિક ભરેલું તુફાન પલટી મારી ગયું, ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ

author img

By

Published : Apr 11, 2023, 3:11 PM IST

અમદાવાદ હાઈવે પર સાંઢેડા ગામ પાસે તુફાન જીપ પલટી જતા અફરાતફરી મચી ગઈ હતી. તુફાનમાં 20થી 25 લોકો સવાર હોવાનું સામે આવ્યું હતું. તુકાન પલટી મારી જતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Accident News : 20થી વધુ શ્રમિક ભરેલું તુફાન પલટી મારી ગયું, ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ
Accident News : 20થી વધુ શ્રમિક ભરેલું તુફાન પલટી મારી ગયું, ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભાવનગર : અમદાવાદ હાઈવે પર ધોલેરા પાસે સાંઢેડા ગામ નજીક તુફાન જીપ પલટી મારી ગઈ હતી. જીપમાં અંદાજે 20થી 25 વધુ લોકો સવાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જીપ પલટી મારી જતા ઇજાગ્રસ્તોને અલગ અલગ સ્થળ પર 108 મારફત હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરમાં 6થી વધારે ઇજાગ્રસ્તોને લવાયા હતા.

શું છે સમગ્ર બનાવ : ભાવનગર અમદાવાદ હાઈવે પર વારંવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી રહી છે. ત્યારે ધોલેરા નજીક સાંઢેડા ગામ પાસે તુફાન જીપ છોટાઉદેપુર તરફ જતી હોય તે દરમિયાન તેનો અકસ્માત સર્જાયો હતો. તુફાન જીપનો અકસ્માત થતા તે પલટી મારી ગઈ હતી. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ તુફાન જીપ પર આશરે 20થી 25 જેટલા લોકો સવાર હતા. ઘટના પાછળનું કારણ હાલ પ્રાથમિક તુફાન જીપનું ટાયર ફાટવાને કારણે કાબુ ગુમાવતા પલટી મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે બનાવ બનતા જ આસપાસના જિલ્લાની 108 દોડી આવી હતી.

આ પણ વાંચો : Surat Crime : જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી યુવતીનો મૃતદેહ મળ્યો, આત્મહત્યા વિશે શંકા

10 જેટલા બાળકો : ધોલેરાના સાંઢેડા ગામ પાસે તુફાન જીપમાં સવાર શ્રમિકો પોતાના વતન છોટાઉદેપુર તરફ જતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યો છે. જોકે સાથે 10 જેટલા બાળકો પણ હોવાનું બહાર આવી રહ્યું છે, ત્યારે જીપનું ટાયર ફાટતા પલટી મારવાને કારણે કોઈ મૃત્યુની ઘટના તો નથી ઘટી. પરંતુ સવાર લોકોને ઈજા થતાં ધોલેરા, ધંધુકા, ફેદરા, વટામણ અને બરવાળાની 108 દોડી આવી હતી. જેમાં ઇજાગ્રસ્ત દરેકને અલગ અલગ સ્થળોએ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ભાવનગર પણ કેટલાક શ્રમિકોને લઈ આવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Vadodara Accident: બાઈકચાલકે સ્કુટરને અડફેટે લેતા યુવાનનું મોત, સીસીટીવી જોઈ હચમચી જશો

ભાવનગરમાં 6થી વધુ શ્રમિકો લવાય : ભાવનગર સર ટી હોસ્પિટલ સારવારમાં લવાયેલા શ્રમિકોમાં નાના બાળકોનો સમાવેશ થાય છે. જોકે કેટલાક મોટાઓને માથાના ભાગે તો કોઈના હાથના ભાગે ઈજા થઈ હોવાનું દ્રશ્યમાન થતું હતું. નાના બાળકોને પણ નાની મોટી ઈજાઓ જોવા મળતી હતી. સમગ્ર ઘટના બાદ તંત્ર કામે લાગી ગયું હતું. ભાવનગર સર ટી હોસ્પિટલમાં આશરે છથી સાત લોકોને સારવારમાં લાવવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે સમગ્ર ઘટનામાં કોઈની જાનહાનિનો બનાવ નહીં બન્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.