ETV Bharat / state

ભાવનગર RTOમાં ઇન્ટરનેટ ધાંધીયા, લાયસન્સ માટે અરજદારોને "તારીખ પે તારીખ"

author img

By

Published : Jan 4, 2023, 7:21 PM IST

ભાવનગર RTOમાં ઇન્ટરનેટ ધાંધીયાથી (Applicants harassed by Internet issue) અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ઈન્ટરનેટ બંધ હોવાથી અરજદારોને હાલાકી પડી રહી (Internet issue in Bhavnagar RTO) છે. અફસોસ એક વાતનો છે કે એક ઈન્ટરનેટ સેવા બંધ થવાથી બધું ઠપ્પ થઈ ગયું છે. એક બીજા અધિકારીઓ ખો આપી રહ્યા છે પણ ઈન્ટરનેટ શરૂ થવા પર ચોક્કસ સમય આપતું નથી

applicants-harassed-by-internet-issue-in-bhavnagar-rto
applicants-harassed-by-internet-issue-in-bhavnagar-rto

ભાવનગર RTOમાં ઇન્ટરનેટ ધાંધીયાથી અરજદારો હેરાન પરેશાન

ભાવનગર: "તારીખ પે તારીખ, તારીખ પે તારીખ" આવી પરિસ્થિતિ ભાવનગર આરટીઓમાં આવતા અરજદારોની થઈ (Applicants harassed by Internet issue) છે. લાયસન્સ હોય કે પછી વાહનની પાસબુક કઢાવવાની હોય છેલ્લા ત્રણ ચાર દિવસથી અરજદારોને માત્ર તારીખ ઉપર તારીખ મળી રહી (Internet issue in Bhavnagar RTO) છે. કારણ શું તો એરર લ્યો બોલો.

લાયસન્સ માટે અરજદારોને
લાયસન્સ માટે અરજદારોને "તારીખ પે તારીખ"

ઈન્ટરનેટના કારણે RTO લાચાર અરજદાર પરેશાન: ભાવનગર શહેરના આરટીઓમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ઇન્ટરનેટની સુવિધામાં ધાંધિયાથી અરજદારો પરેશાન થયા છે. તેની પાછળનું કારણ ઇન્ટરનેટમાં આવતી એરર હોવાનું સામે આવ્યું છે. લાયસન્સ કઢાવવા માટે કોઈ વડોદરાથી તો કોઈ ગારીયાધાર જેવા તાલુકામાંથી રોજ ધક્કા ખાઈ રહ્યા છે. લાયસન્સ માટે અને અન્ય કામો માટે આવતા અરજદારોને બીજા દિવસની તારીખ આપવામાં આવે છે. આ જ રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી મળતી તારીખ પરની તારીખથી અરજદારોએ રોષ ઠાલવ્યો છે.

ત્રણ ચાર દિવસથી ઈન્ટરનેટ બંધ હોવાથી અરજદારોને હાલાકી
ત્રણ ચાર દિવસથી ઈન્ટરનેટ બંધ હોવાથી અરજદારોને હાલાકી

શું કહી રહ્યા છે અરજદારો?: તૃપ્તિ વાઢિયા જણાવે છે કે તેઓ વડોદરા અભ્યાસ કરે છે. ત્રણ દિવસ પહેલા તેઓ રજા લઈને આવેલા હતા હવે કર્મચારીઓ આજકાલ કરી રહ્યા છે. કેટલી વખત રિટર્ન ટીકીટ કેન્સલ કરાવવી? આરીફભાઇ જણાવે છે કે તેઓ ગારીયાધારથી આવે છે. તેઓને લાઇસન્સ રીન્યુ કરાવવાનું છે. તેઓ સવારે આવ્યા તો કહ્યું કે ત્રણ ચાર દિવસ બાદ આવજો.

આ પણ વાંચો 57 શાળામાં અચાનક શાસનાધિકારીની તપાસનો ધમધમાટ, શિક્ષણ, સગવડો સાથે શું શું તપાસે છે જાણો

RTO ઈન્ટરનેટના ભરોસે બેઠું: ભાવનગર આરટીઓમાં ઇન્ટરનેટની ઊભી થયેલી અગવડતાને પગલે અરજદારો પરેશાન છે તો એજન્ટો પણ ક્યાંય રોષે ભરાયેલા છે. ત્યારે RTO અધિકારી દિલીપ યાદવે જણાવ્યું હતું કે ભાવનગર RTO સર્કલમાં ચાલતી ફ્લાઇ ઓવરની કામગીરીને પગલે વારંવાર ઇન્ટરનેટના કેબલો કપાય છે. જેના કારણે છેલ્લા ત્રણ ચાર દિવસથી ઇન્ટરનેટ સેવામાં ક્યાંક એરર જોવા મળી રહી છે. જેથી આરટીઓનું કામ થઈ શકતું નથી. પરંતુ આજકાલમાં ઇન્ટરનેટ પુનઃ શરૂ થઈ જશે. RTO બે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા બંધ છે અને એક લેન્ડલાઈન ફોન સેવા બંધ છે. RTO અધિકારીઓ BSNL પર નભી રહ્યા છે અને અરજદારને આગોતરી જાણ પણ કરતા નથી.

આ પણ વાંચો પ્રવાસી શિક્ષકોના પગારના ઠાગાઠૈયા, 1લી તારીખે પણ એમના ખિસ્સાખાલી

રીપેર કામગીરી ચાલુ: ભાવનગરની RTO કચેરીમાં ઇન્ટરનેટની આવેલી એરરને પગલે અરજદારો પરેશાન છે. ત્યારે આરટીઓ દ્વારા પાનવાડીની BSNLના ડિવિઝનલ સીટી એન્જિનિયર મિતેષ શાહે જણાવ્યું હતું કે RTOને બે બ્રોડબેન્ડ સેવા અને લેન્ડલાઈન સેવા બંધ છે. RTO કચેરીને લેખિતમાં તેમની પાસે આવેલી ફરિયાદને લઈને આગળ જાણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ ઇન્ટરનેટ સુવિધા કોઈપણ વિક્ષેપ વગર ચાલે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે પણ ક્યારે શરૂ થશે તે કહી શકાય તેમ નથી કારણ કે ત્યાં થયેલી ટેક્નિકલ ક્ષતિ મોટી છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ મીડિયાની દરમ્યાનગીરી બાદ BSNL દ્વારા કલાકોની ગણતરીમાં રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.