ETV Bharat / state

ઝઘડિયા પોલીસે ગેરકાયદે રીતે બાયોડિઝલ વેચાણનું કૌભાંડ ઝડપી પાડ્યું

author img

By

Published : Nov 28, 2020, 6:42 PM IST

ભરૂચમાં ઝઘડિયા પોલીસે ગેરકાયદેસર રીતે બાયોડિઝલના વેચાણનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ સાથે જ પોલીસે રૂ. 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે.

ઝઘડિયા પોલીસે ગેરકાયદેસર રીતે બાયોડિઝલ વેચાણનું કૌભાંડ ઝડપી પાડ્યું
ઝઘડિયા પોલીસે ગેરકાયદેસર રીતે બાયોડિઝલ વેચાણનું કૌભાંડ ઝડપી પાડ્યું

  • ભરૂચમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલના વેચાણનું કૌભાંડ ઝડપાયું
  • પ્રતિબંધ હોવા છતાં વેચાતું હતું બાયોડિઝલ
  • રૂ. 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ

ભરૂચઃ ગુજરાતમાં બાયોડિઝલના વેચાણ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ભરૂચના ઝઘડિયામાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલના વેચાણનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે, ઝઘડિયાની નાના સાજા ફાટક નજીક આવેલી હોટલમાં કમ્પાઉન્ડમાં પમ્પ દ્વારા બાયો ડિઝલનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે. આથી પોલીસે દરોડા પાડ્યા ત્યારે એક શખસ બાયોડિઝલનું વેચાણ કરતો ઝડપાયો હતો. પોલીસે બે હજાર લિટર બાયોડિઝલ સહિત રૂ. 5.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



પમ્પના સંચાલકો ફરાર
આ સમગ્ર મામલામાં બાયોડિઝલ પમ્પના મૂળ સંચલકો હજી ફરાર છે. તેઓની ધરપકડના પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.ગુજરાતમાં બાયોડિઝલના વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે અધિકારીઓની મિલી ભગતથી બેરોકટોક પણે બાયોડિઝલ વેચાઈ રહ્યું હોવાની વિગતો બહાર આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.