ETV Bharat / state

અમે તમારા ઉપર ભરોસો કરીએ અને તમે ભાજપ ઉપર ભરોસો કરો આજ આપણું કામ: PM નરેન્દ્ર મોદી

author img

By

Published : Nov 27, 2022, 10:37 PM IST

નેત્રંગમાં ચાર આદિવાસી વિધાનસભા બેઠક (gujarat assembly election 2022) ઝઘડિયા, નાંદોદ, ડેડીયાપાડા અને માંડવી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય સંકલ્પ સભાને સંબોધી(PM addressed the Vijay Sankalp meeting in Netrang) હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં ચૂંટણી સભા સંબોધતા પોતાના પ્રારંભિક વર્ષોને વાગોળ્યા હતા. ગુજરાત ભાજપે જાહેર કરેલા સંકલ્પ પત્ર બદલ તેમને ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.

Etv Bharatઅમે તમારા ઉપર ભરોસો કરીએ અને તમે ભાજપ ઉપર ભરોસો કરો આજ આપણું કામ: PM નરેન્દ્ર મોદી
Etv Bharatઅમે તમારા ઉપર ભરોસો કરીએ અને તમે ભાજપ ઉપર ભરોસો કરો આજ આપણું કામ: PM નરેન્દ્ર મોદી

ભરૂચ: નેત્રંગમાં ચાર આદિવાસી વિધાનસભા બેઠક (gujarat assembly election 2022) ઝઘડિયા, નાંદોદ, ડેડીયાપાડા અને માંડવી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય સંકલ્પ સભાને સંબોધી (PM addressed the Vijay Sankalp meeting in Netrang) હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં ચૂંટણી સભા સંબોધતા પોતાના પ્રારંભિક વર્ષોને વાગોળ્યા હતા. પા પા પગલી ભરતા સમયે આદિવાસી ક્ષેત્રમાં 22 થી 25 વર્ષની વયે આદિવાસી વિસ્તારમાં કામ કરવાનું મળ્યું તેને જીવનનું સૌભાગ્ય ગણાવ્યું હતું. જ્યાં તેઓ ઘણું શીખ્યા અને સંસ્કાર મળ્યા હતા. આદિવાસી વિસ્તારમાં તેમનો આંનદ અનેક ગણો વધી જતો હોવાનું કહ્યું હતું.

અમે તમારા ઉપર ભરોસો કરીએ અને તમે ભાજપ ઉપર ભરોસો કરો આજ આપણું કામ: PM નરેન્દ્ર મોદી

ગુજરાત ભાજપે જાહેર કરેલા સંકલ્પ પત્ર: ગુજરાત ભાજપે જાહેર કરેલા સંકલ્પ બદલ તેમને ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. આ સંકલ્પ પત્ર નવજુવાનો, આદિવાસીઓ, માછીમારો, બહેનો, વૃદ્ધઓ તમામ વર્ગ, સમુદાય અને ક્ષેત્ર માટે સર્વાંગી વિકાસ સમાન ગણાવ્યું હતું. જેને ચરિતાર્થ કરવા દિલ્હીમાં બેઠેલો તમારો દીકરો પુરી તાકાત લગાડી દેશે તેમ કહ્યું હતું.પ્રધાનમંત્રીએ 2001 માં તેઓ નવા નવા મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં ભણતરમાં દીકરીઓની સ્થિતિ ચિંતાજનક હોય. દિકરીઓને ભણવા લઈ જવા ઘરે ઘરે જઈ ભિક્ષા માંગવાનું ધોમ ધખતા તાપમાં આદિવાસી વિસ્તારમાંથી શરૂ કર્યું હોવાનું ઉમેર્યું હતું. ગર્વ લેતા કહ્યું હતું કે, ગુજરાતની આદિવાસી દીકરીઓ આજે હિન્દુસ્તાનમાં નામ કમાઈ રહી છે. આજે ઉમરગામથી અંબાજી સુધી 10 હજાર શાળાઓ ધમધમી રહી છે.

સભામાં મોદી મોદીના નારા ગુંજયાં: ગુજરાતની જનતા જે મને શિક્ષણ સંસ્કાર આપ્યા તે લેખે લાગ્યા અને દિલ્હીમાં ગયો તો પણ હૈયે તો તમે જ કહેતા સભામાં મોદી મોદીના નારા ગુંજયાં હતા. વધુમાં નરેન્દ્ર મોદીએ અમે તમારા ઉપર ભરોસો કરીએ અને તમે ભાજપ ઉપર ભરોસો કરો, આજ આપણું કામ.આજે દેશમાં પ્રધાનમંત્રી આવાસ હેઠળ 3 કરોડ, ગુજરાતમાં 10 લાખ અને આદિવાસી વિસ્તારમાં 20 હજાર મકાનો બની ગયા છે. તેમણે આ ચૂંટણી પ્રચાર નહિ મારે તો તમને મળવાનું અને દર્શન કરવાના કહી, ચૂંટણી તો તમે જોતાંડવાના જ છો તેમ કહ્યું હતું.

કોરોના કાળને વડાપ્રધાને યાદ કરી કહ્યું: આજે પણ દુનિયાના કેટલાય દેશોનો ટપ્પો પડતો નથી. ભારતે આ કઈ રીતે કર્યું. રસીના બબ્બે ડોઝ અને સાથે બુસ્ટર મળી 200 કરોડનું ટિકાકરણ. કોરોનામાં એક પણ આદિવાસી કે ગરીબ બાળક ભુખું ના સુવે તેની ચિંતા દિલ્હીમાં બેસેલા આ તમારા દીકરાએ કરી હતી. ભરૂચ જિલ્લામાં પણ 8.5 લાખ લોકોના ઘરનો ચુલો ઓલવવા નથી દીધો. તમારું જ છે અને તમે છો તો દેશ છે ભાઈઓ.દુનિયા બદલાઈ છે હવે ડિજિટલ ઇન્ડિયામાં મોબાઈલ પણ જોઈએ. તેની ચિંતા પણ અમે કરી છે. હવે 5G આવી ગયું છે. 4G એટલે સાયકલ અને 5G એટલે વિમાન. કોંગ્રેસના રાજમાં મોબાઈલ બિલ 4 થી 5 હજાર આવતું. આજે ભાજપના રાજમાં તમારું બિલ 150 થી 200 રૂપિયા આવે છે.

75 વર્ષમાં પહેલીવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા: આદિવાસીઓના મનમાં ભાજપ માટે આટલો પ્રેમ, કારણ કે તેમણે કોંગ્રેસ અને ભાજપને જોઈ છે. દેશમાં આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા. કોંગ્રેસને એ પણ ખુચ્યું હતું.આદિવાસી પ્રત્યે શુ પેટમાં દુઃખે છે કોંગ્રેસને ખબર પડતી નથી. આદિવાસીઓનું સન્માન ક્યારેય કોંગ્રેસે કર્યું નહિ હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.આદિવાસીઓની પરંપરા, પરાક્રમ, આઝાદીમાં યોગદાન, આદિવાસી ગરીમાં દિવસ, ભગવાન બિરસમુંડા સહિત ભાજપે આદિવાસીઓને સન્માન આપ્યું છે. આદિવાસીઓ માટે ભાજપ જનધન સાથે વનધન પણ લાવ્યું.અંગ્રેજોના જમાનાની કોંગ્રેસે વાંસની ખેતીને સ્થાન નહિ આપતા પેહલા આપણે અગરબત્તી અને પતંગ માટે વાંસ વિદેશથી મંગાવવા પડતા હતા. આજે ભાજપે વાંસ ઉગાડવા અને વેચવાનો કાયદો લાવી જંગલોમાં પેદા થતી 90 વસ્તુઓ ખરીદી રહ્યા છે.

પેહલા કરતા વધારે મતદાન કરજો: ભાજપે સર્વાંગી વિકાસ સાથે ઔદ્યોગિક વિકાસ પણ કર્યો. ભરૂચ જિલ્લો આખા દેશમાં ધમધમી રહ્યો છે. ઝઘડિયા, ભરૂચ, વાગરા, સાયખા, અંકલેશ્વરમાં દુનિયાભરના ઉધોગો આવેલા છે. ભરૂચ જિલ્લામાં પણ નર્મદાના મીઠા પાણીની માછલી, ઝીંગા માટે પણ સરકાર કટિબદ્ધ છે. માછીમારો માટે અલગ મંત્રાલય બનાવાયું છે. અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. મદદ લેવા આવ્યો છું. પેહલા કરતા વધારે મતદાન કરજો. તમામ રેકોર્ડ તોડજો, ભાજપનું બટન દબાવજો.

સભામાં હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા: સભા પેહલા તેઓ માંડવી તાલુકાના જુના કાંકરાપાર ગામના બે આદિવાસી નિરાધાર બાળકો અવી અને જયને મળ્યા હતા. બન્નેના માતા-પિતા 6 વર્ષ પેહલા મૃત્યુ પામ્યા હતા. અવી ધોરણ 9 અને જય ધોરણ 6 માં ભણે છે. આ બાળકોનો વિડીયો જોઈ સી.આર.પાટીલને ફોન કરી આ બન્ને બાળકોની ચિંતા કરી હતી. તેમના માટે ઘર બનાવી તમામ સમાન પણ ઉપલબ્ધ કરાવ્યો હતો. બને દીકરાની ચિંતા કરી દિલ્હીમાં બેસેલા વડાપ્રધાને તેમને કોઈ ખોટ સાલવા દીધી ન હતી. અવીને કલકેટર બનવું છે જ્યારે જય ને એન્જીનીયર. સભામાં સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, જનક બગદાણાવાલા, ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયાના ઉમેદવાર રીતેશ વસાવા, નાંદોદ ડો. દર્શના દેશમુખ, ડેડીયાપાડાના ઉમેદવાર હિતેશ વસાવા અને માંડવીના ઉમેદવાર સહિત તાલુકા, જિલ્લા પંચાયતો, પાલિકાના આગેવાનો તેમજ હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.