ETV Bharat / state

ભરૂચમાં આમોદના દોરા ગામે પિતા પુત્ર વચ્ચેના ઝઘડામાં મધ્યસ્થી કરનાર યુવાનની હત્યા

author img

By

Published : Mar 21, 2021, 12:19 PM IST

ભરૂચ
ભરૂચ

ભરૂચના આમોદ તાલુકાના દોરા ગામમાં પિતા-પુત્ર વચ્ચેનાં ઝઘડામાં છોડાવવા પડેલા 23 વર્ષીય યુવકની લાકડાનાં સપાટા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.

  • ઉશ્કેરાયેલા પિતાએ લાકડાના સપાટા મારી કરી હત્યા
  • મધ્યસ્થી કરનાર યુવાનને મળ્યું મોત
  • પોલીસે વધુ તપાસ શરૂ કરી

ભરૂચ: આમોદ તાલુકાનાં દોરા ગામની નવી નગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે નગીન વસાવા અને તેમના પુત્ર રાજેશ વસાવા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો ચાલી રહ્યો હતો, તે જ દરમિયાન તેમનાં ફળિયામાં રહેતા 23 વર્ષીય કિશન વસાવા પિતા-પુત્રને છોડાવવા માટે વચ્ચે પડયો હતો. કિશન વસાવા પિતા-પુત્રને ઝઘડતાં અટકાવવા જતાં રાજેશ વસાવાએ એકાએક ઉશ્કેરાઈ જઇ લાકડાના દંડાનાં સપાટા મોઢા તથા માથાના ભાગે મારતા ગંભીર ઈજાઓનાં પગલે કિશન વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

ઝઘડામાં મધ્યસ્થી કરનાર યુવાનની હત્યા

આ પણ વાંચો:બીલીમોરામાં જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, આંતલિયાના યુવાનની હત્યા

આરોપી થયો ફરાર

બનાવની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ તરફ આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયો હતો. આમોદ પોલીસે આરોપી વિરુધ્ધ હત્યા અંગેનો ગુનો નોધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:અંકલેશ્વરના સરફૂદ્દીન ગામ નજીક નર્મદા નદીના કિનારે યુવાનની હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.