ETV Bharat / state

Bharuch Police Pathik Website : ભરૂચમાં આવી રીતે હવે આરોપી, આતંકી પકડાશે ગણતરીની સેકેન્ડમાં

author img

By

Published : May 30, 2022, 11:32 AM IST

Bharuch Police Pathik Website : ભરૂચમાં આવી રીતે હવે આરોપી, આતંકી પકડાશે ગણતરીની સેકેન્ડમાં
Bharuch Police Pathik Website : ભરૂચમાં આવી રીતે હવે આરોપી, આતંકી પકડાશે ગણતરીની સેકેન્ડમાં

ભરૂચ જિલ્લા પોલીસે આરોપી, ગુનેગાર કે આંતકીને લઈને એક વેબસાઈડ (Bharuch Police Pathik Website) ચાલુ કરવામાં આવી છે. શહેરમાં હોટલ, લોજ, ગેસ્ટહાઉસ, ધર્મશાળામાં કોઈ પણ વ્યક્તિ રોકાણ માટે આવે તો તેનો પોતાનું આઈ ડી પ્રફુ (Pathik Software) ફરજીયાત પણે સાથે રાખવાનું રહેશે. આ ઉપરાંત પોલીસે હોટલ, લોજ, ગેસ્ટહાઉસના માલિકોને પણ તાકીદ કરી છે. કેવી રીતે પોલીસના કાર્યથી આરોપી ગણતરીની સેકેન્ડમાં પકડાઈ જશે જૂઓ...

ભરૂચ : ભરૂચ જિલ્લો સંવેદનશીલ જિલ્લામાં આવે છે. ભુતકાળમાં આતંકી સહિતના વિવિધ બનાવોમાં ભરૂચ જિલ્લાનું નામ ખરડાયું છે, ત્યારે ભવિષ્યમાં પણ કોઇ પ્રકારની આતંકી કે હત્યા-લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં આરોપીઓ જો જિલ્લાની કોઇ હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં રોકાયા હોય તો તેમનું ગણતરીના સમયમાં જ લોકેશન મળી જાય તે માટે સરકાર દ્વારા ખાસ વેબ ડિઝાઇન (Bharuch Police Pathik Website) કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લા પોલીસે આરોપી, ગુનેગાર કે આંતકીને લઈને એક વેબસાઈડ કરી ચાલુ

ભરૂચમાં રોકાણ માટે હવે આઇડી પ્રુફ ફરજીયાત - વેબ ડિઝાઇનનું નામ પથિક (પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર્સ એન્ડ હોટલ્સ ઇન્ફોર્મેટીક્સ) આપવામાં આવ્યું છે. ભરૂચ SOG શાખામાં પથિક સોફ્ટવેરનું (Pathik Software at Bharuch SOG Branch) સર્વર કાર્યરત કરાયું છે. જેમાં જિલ્લાની દરેક હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ તેમજ ધર્મશાળા સહિતના આશ્રયસ્થાનો તેમનું પોતાની આઇડી-પાસવર્ડ આપવામાં આવે છે. જેના થકી તેઓ તેમના ત્યાં રોકાણ(રહેવા) કરવા આવતાં લોકોના ફોટા વાળા આઇડી પ્રુફ સહિત તેમના કોન્ટેક્ટ નંબર, એડ્રેસ સહિતની વિગતો તેમણે પથિક સોફ્ટવેરમાં (Pathik Software Download) અપડેટ કરવાની હોય છે.

પથિક સોફ્ટવેરથી આરોપી - ભવિષ્યમાં જિલ્લામાં કોઇ પણ પ્રકારની ગુનાઇત પ્રવૃત્તિ બની હોય અને ગુનેગારે જિલ્લાની કોઇ હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ સહિતના સ્થળોએ આશરો લીધો હોય તો પથિક સોફ્ટવેરના માધ્યમથી ગુનેગારની માહિતી મેળવવામાં સરળતાં રહેશે. ઉપરાંત પોલીસે તમામ હોટલોમાં જઇ મેન્યુઅલી રજિસ્ટર ચેક કરવા સહિતની કામગીરીમાંથી છુટકારો મળતાં પોલીસ તે સમયનો ઉપયોગ આરોપીઓના સગડ મેળવવા માટેની અન્ય પ્રોસેસમાં ઉપયોગ કરી શકશે. મળતી માહિતી મુજબ આંતર રાજ્ય અને જિલ્લાના ગુનાઓમાં પણ સંકલન થઇ શકશે. જીલ્લામાં આ સોફટવેરનો ઉપયોગ કાર્યરત કરવામાં આવે તો આંતર રાજય તેમજ આંતર જીલ્લાના ગુન્હેગારો તેમજ આતંકવાદ જેવા ગંભીર બનાવોને અટકાવી શકાય તેમજ બનેલ ગુનાઓ શોધવા માટે સમગ્ર રાજયની પોલીસ સંકલનમાં રહી ખુબજ ઓછા સમયમાં પરીણામલક્ષી કામગીરી કરી શકાય. એકસુત્રતા સાથે સરળતાથી મોટાપાયે તપાસમાં ઉપયોગી સાબિત થઈ શકશે.

આ પણ વાંચો : ભરૂચ દહેજ રેલવે ટ્રેક પાસેથી બે યુવાનોના મૃતદેહ મળ્યા, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

હોટલ- લોજ માલિકોને તાકીદ કરાઇ - DYSP, ચિરાગ દેસાઈ જણાવ્યુ કે, ભરૂચ જિલ્લામાં આવેલા તમામ હોટલ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળાઓના માલિકોએ ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રીની સાથે દરેક હોટલ/ગેસ્ટ હાઉસ ધર્મશાળાઓના રિસેપ્શન કાઉન્ટર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું જેમાં “PATHIK” (Programme for analysis of Travellers and Hotels Informatics) 'ઇન્સ્ટોલ કરાવી રજીસ્ટ્રેશનમાં થતી એન્ટ્રી આ સોફ્ટેરમાં કરવાની રહેશે. વધુમાં માહિતી મળી હતી કે, જિલ્લામાં આવેલા તમામ હોટલ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળા ઉપર જે માણસો આવીને રોકાણ કરે તેના નામ સરનામાં, મોબાઈલ/ફોન નંબર ઉપરાંત જે પ્રવાસીઓએ રાત્રી રોકાણમાં આવે છે, તે વાહનનો પ્રકાર, વાહન રજીસ્ટ્રેશન નંબર તેમજ પબ્લિક ટ્રાન્સપાર્ટમાં આવેલા હોય તો તે મુજબની તમામ વિગતો પથિક સોફ્ટવેરમાં ફરજીયાત ઓનલાઇન ચઢાવવાની રહેશે.

આ પણ વાંચો : Weapons at Wedding in Galenda : વાગરાના ગલેંડા ગામે જાનૈયાઓએ બંદૂક, લાકડી જેવા હથિયારો સાથે કર્યું પ્રદર્શન

પોલીસ કરશે હોટલનું ચેકીંગ -DYSP, ચિરાગ દેસાઈ વધુમાં જણાવ્યુ કે, જે તે પોલીસ સ્ટેશનનો સ્ટાફ અવાર-નવાર ચેકિંગ કરશે. હોટલ સંચાલકોને (Hotel for Stay in Bharuch) જે પ્રકારે પથિક સોફ્ટવેરમાં ફરજિયાત પણે તેમના ગ્રાહકોની નોંધણી કરવાની સુચનાઓ આપવામાં આવી છે. તેનું ચુસ્તપણે પાલન થાય છે કે નહીં તે તપાસવાની તકેદારી જે તે પોલીસ સ્ટેશન રાખશે. સમયાંતરે હોટલોમાં ચેકિંગ કરી સોફ્ટવેરમાં ચોક્કસ પણે એન્ટ્રી (Pathik Software) થાય છે કે નહીં તે ચકાસીનો રિપોર્ટ એસપીને આપવાનો રહેશે. જિલ્લામાં પથિક સોફ્ટવેરને અમે એક્ટિવ કરાવ્યું છે. જિલ્લાની તમામ હોટલો, ગેસ્ટ હાઉસ, લોજ, ધર્મશાળા સહિતના સ્થળે સંચાલકોએ આ સોફ્ટવેરમાં તેમના ગ્રાહકોની એન્ટ્રી કરવી જ પડશે. દરેક માટે તે ફરજિયાત છે. પોલીસની ચેકિંગમાં જો હોટલમાં સોફ્ટવેરમાં એન્ટ્રી વિના ગ્રાહકોને રૂમ આપવામાં આવ્યો હોય તેવું ધ્યાનમાં આવશે તો તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.