ETV Bharat / state

કોરોનામાં ગૌશાળાની હાલત કફોડી : બાળકોએ ગાયો માટે સહાય આપી

author img

By

Published : Jun 2, 2021, 12:14 PM IST

કોરોના મહામારીના સમયમાં દાનની આવક ઘટી જતા બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળાઓની હાલત કફોડી બની છે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારે સહાય અંગે કોઈજ વિચાર ન કરતા બનાસકાંઠા જિલ્લામાં કેટલાક બાળકો મદદ માટે આગળ આવ્યા છે અને ગૌમાતાની દયનીય સ્થિતિ જોઈ તેમને પોતાની પોકેટ મનીમાંથી બચાવેલા પૈસા ગૌશાળાઓને દાન કરી સરકારને ગાયોની સહાય કરવા માટેની શીખ આપી રહ્યા છે .

zz
કોરોનામાં ગૌશાળાની હાલત કફોડી : બાળકોએ ગાયો માટે સહાય આપી

  • બનાસકાંઠામાં પાંજરાપોળની હાલત દયનીય
  • બાળકોએ પશુઓ માટે આપ્યું દાન
  • ગૌશાળમાં ઘાસની કમી

બનાસકાંઠા: જિલ્લામાં 170 થી પણ વધુ ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે જે તમામ મુખ્યત્વે દાનની આવક પર નિર્ભર છે અને દાનની આવક થકી જ આ ગૌશાળામાં રહેલા અંદાજિત એક લાખથી પણ વધુ પશુઓનો ગુજારો ચાલતો હતો પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે મોટાભાગના ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા છે અને ધંધા-રોજગાર ઠપ્પ થતા જ દાનની આવક પણ નહિવત જેટલી થઇ ગઇ છે જેના કારણે હવે પાંજરાપોળ અને ગૌ શાળાના સંચાલકોને પશુઓને નિભાવવા મુશ્કેલી સમાન બની ગઈ છે.

રજૂઆત છતા પણ કોઈ સહાય નહીં

ગૌશાળાઓમાં અત્યારે પશુઓની હાલત પણ દયનીય બની છે જે માટે ગત વર્ષે તો ગૌશાળાના સંચાલકોએ આંદોલન કરતાં સરકારે સહાય કરી હતી પરંતુ આ વર્ષે હજુ સુધી કોઈ સહાય આપી નથી અને દાનની આવક પણ અત્યારે બંધ જેવી છે જે માટે પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકોએ આ વર્ષે પણ સહાય માટે વારંવાર રજૂઆત કરી હતી, કલેક્ટર થી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પણ હજી સુધી આ મામલે કોઇ જ વિચાર કર્યો નથી.

કોરોનામાં ગૌશાળાની હાલત કફોડી : બાળકોએ ગાયો માટે સહાય આપી

આ પણ વાંચો : કેશોદ ગૌરક્ષક પાંજરા પોળ દ્વારા રાહત ભાવે પતંગ મોલનો શુભારંભ કરાયો

નાના બાળકોનું અનોખું દાન

સોશિયલ મીડિયામાં ગૌમાતાની કફોડી સ્થિતી અંગેના સમાચાર જોતા ડીસામાં કેટલાક બાળકોના હદય દ્રવી ઉઠ્યા હતા અને તેઓએ પોતાની પોકેટ મનીમાંથી બચાવીને ભેગા કરેલા પૈસા ગૌશાળામાં દાન કરવા માટે આવી પહોંચ્યા હતા. 20 જેટલા બાળકોએ પોતે એક રૂપિયો ભેગો કરીને ભરેલો ગલ્લો લઈને કાંટ પાંજરાપોળમાં પહોંચ્યા હતા અને ગલ્લો તોડીને બચાવેલા તમામ પૈસા પાંજરાપોળના સંચાલકોને આપી ગૌમાતાની સહાય કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં કોઠની પોળમાં જોવા મળ્યા શિસ્ત સ્વચ્છતાનો સહકાર


170 ગૌશાળામાં ઘાસની અછત

જિલ્લામાં આવેલી 170 ગૌશાળા અને પાંજરાપોળમાં 75 હજારથી પણ વધુ પશુધન વસવાટ કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગૌ શાળાના સંચાલકો દ્વારા સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહારથી દાન એકત્રિત કરી દાતાઓના સહયોગથી ગૌશાળા અને પાંજરાપોળ ચલાવવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી આ તમામ પાંજરાપોળ અને ગૌશાળામાં ગાયોની હાલત હાલત કફોડી બની છે કારણ કે હાલમાં કોઈ દાન મળતું નથી, જેના કારણે જે ગાયો માટે ખાસ લાવવામાં આવતો હતો તે પૈસા વગર હાલ લાવવો મુશ્કેલ બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.