ETV Bharat / state

ડીસામાં CAની પત્નીને ગાડીથી ટક્કર મારી મોતને ઘાટ ઉતારનારો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

author img

By

Published : Jun 13, 2021, 1:43 PM IST

ડીસામાં CAની પત્નીને ગાડીથી ટક્કર મારી મોતને ઘાટ ઉતારનારો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
ડીસામાં CAની પત્નીને ગાડીથી ટક્કર મારી મોતને ઘાટ ઉતારનારો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

ડીસામાં છ મહિના અગાઉ CA એ તેના બે મિત્રો સાથે મળી તેની પત્નીની હત્યા અકસ્માતમાં ખપાવી દેવાની ઘટના બની હતી. જે કેસમાં હત્યારા પતિ અને તેના એક મિત્રની ધરપકડ થઈ ગઈ હતી. જ્યારે આ કેસ માં છેલ્લા 6 મહિનાથી ફરાર મુખ્ય સૂત્રધાર પણ હવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

  • વીમાના પૈસા પાસ કરવા માટે પતિએ મિત્રો સાથે પત્નીને મોતને ઘાટ ઉતારી હતી
  • પોલીસે તપાસ દરમિયાન પતિ અને તેના એક મીત્રની અટકાયત કરી હતી
  • 6 માસ બાદ CAની પત્નીને ટક્કર મારી મોતને ઘાટ ઉતારનારો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

બનાસકાંઠા: ડીસામાં છ મહિના અગાઉ બનેલી ચકચારી ઘટના CAની પત્નીની હત્યા કેસના મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધો છે. CAના કહેવાથી તેની પત્નીની હત્યા કર્યા બાદ છ મહિનાથી ફરાર આ હત્યારાને ઝડપી પોલીસે જેલના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હત્યાનું કાવતરું ઘડ્યું હતુ

ડીસામાં છ મહિના અગાઉ CA એ તેના બે મિત્રો સાથે મળી તેની પત્નીની હત્યા અકસ્માત માં ખપાવી દેવાની ઘટના બની હતી. જે કેસમાં હત્યારા પતિ અને તેના એક મિત્રની ધરપકડ થઈ ગઈ હતી. જ્યારે આ કેસ માં છેલ્લા 6 મહિનાથી ફરાર મુખ્ય સૂત્રધાર પણ હવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો ડીસાના જાણીતા CA લલિત માળી અને તેમની પત્ની દક્ષાબેન બન્ને ગેળા હનુમાનજીના દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા અને કાપરા ગામ પાસે CA લલિત પત્નીથી દુર ચાલી રહ્યા હતા. તે સમયે અજાણી કારે ટક્કર મારતા દક્ષાબેનનું ઘટનાસ્થળે મોત થયું હોવાની ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધાઈ હતી. બાદમાં મૃતકના પતિ CA લલિત એ ચક્ષુદાન કર્યું હતું, સમાજના વિકાસ માટે અલગ-અલગ જગ્યાએ દાન કરી સમાજના લોકોની સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી હતી.

પોલીસે તપાસ દરમિયાન પતિ અને તેના એક મીત્રની અટકાયત કરી હતી
પોલીસે તપાસ દરમિયાન પતિ અને તેના એક મીત્રની અટકાયત કરી હતી

આ પણ વાંચો: પારડી નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત, ટેન્કર ચાલકે કારને ટક્કર મારતા પાંચને ગંભીર ઇજા

આ પણ વાંચો: એંધલ ગામે હાઇવે પર ટેમ્પો અને ટેન્કર વચ્ચે ટક્કર, અકસ્માત CCTV ફૂટેજમાં કેદ

પોલીસે શંકાના આધારે તપાસ હાથ ધરી હતી

બાદમાં સમગ્ર ઘટના બાબતે પોલીસને શંકા જતા તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક દક્ષાના નામે આઠ માસ અગાઉ 1.20 કરોડનો વીમો લેવામાં આવ્યો હતો અને 17 લાખ ઉપરાંતની કિંમતની ક્રેટા ગાડી મૃતકના નામે લાવીને મિત્રને આપી હતી. જે પોલીસને શંકા જતા ભીલડી પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી અને CA લલિત માળીને બોલાવી કડક પૂછપરછ કરતા આખરે તેણે તેની પત્ની અકસ્માતનો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી હતી. જેમાં તેના મીત્રને 2 લાખ આપી સ્વીફ્ટ ગાડીથી ટક્કર મારવાનો પ્લાન ઘડ્યો હતો અને પ્લાન મુજબ CA લલિત માળી ડીસાથી ગેળા હનુમાનજી મંદિર ચાલતા જઈ રહ્યા હતા. તે સમયે કાપરા ગામ પાસે લલિત તેની પત્નીથી દુર ચાલી રહ્યો હતો. તે સમયે તેના મિત્ર દક્ષાબેનને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. બાદમાં CA લલિત માળી એ ડીસા 108 મેં ફોન કરી બોલાવેલ અને જે અકસ્માત કરવા માટે સોપારી આપી હતી તે મિત્ર પણ દોડી આવ્યો હતો અને મદદ એ લાગ્યો હતો.

ડીસામાં CAની પત્નીને ગાડીથી ટક્કર મારી મોતને ઘાટ ઉતારનારો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

પોલીસે હત્યાનો ભેદ ઉકેલાયો

સમગ્ર ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી જતા તે સમયે પોલીસે હત્યારા પતિ લલિત ટાંક અને તેને મદદ કરનારા મહેશ માળીની ધરપકડ કરી હતી. જ્યારે ગાડીથી ટક્કર મારનાર મુખ્ય આરોપી કીર્તિ સાંખલા છેલ્લા છ મહિનાથી ફરાર હતો. તેને પણ પોલીસે બાતમીના આધારે છાપી પાસેથી ઝડપી જેલના હવાલે કરી દીધો છે. આમ આ ચકચારી હત્યા કેસના ત્રણેય આરોપીઓને પોલીસે પકડી પાડયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.