ETV Bharat / state

ઉનાળાની શરૂઆત થતા જ જેશોરના જંગલોમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ

author img

By

Published : Apr 18, 2021, 10:06 AM IST

બનાસકાંઠામાં જંગલ વિસ્તારમાં ઉનાળાના સમય દરમિયાન પાણીની તીવ્ર અછત સર્જાય છે. તેવામાં જંગલી પ્રાણીઓને પાણીની શોધમાં આજુ-બાજુના માનવ વસવાટવાળા વિસ્તારમાં ન આવી ચડે તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલમાં જ ગજરીમાં પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલમાં જ ગજરીમાં પાણીની ખાસ વ્યવસ્થા
ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલમાં જ ગજરીમાં પાણીની ખાસ વ્યવસ્થા

  • બનાસકાંઠાના જેસોરનું રીંછ અભયારણ્ય અરવલ્લીની ટેકરીઓમાં સ્થિત
  • જિલ્લામાં આવેલ જેશોરના જંગલમાં અનેક પ્રાણીઓનો વસવાટ કરે
  • ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ

બનાસકાંઠા : જિલ્લામાં આવેલા રીંછ અભયારણ્ય કે જે અરવલ્લીની ટેકરીઓમાં સ્થિત છે. આ જંગલ 180 ચો.કિ.મી. સૂકી પાનખર જંગલોનો વિસ્તારને આવરી લે છે. આળસુ રીંછ ઉપરાંત, અન્ય અભયારણ્યમાં પ્રાણીસૃષ્ટિમાં ચિત્તો, વાદળી આખલો, જંગલી ડુક્કર, સાકુરાળ અને વિવિધ પક્ષીઓ છે.અભયારણ્ય દ્વારા આયોજીત અન્ય ભયંકર જાતિઓ જેવી કે જંગલ બિલાડી, સીવીટ, કારાકલ,વરુ અને હાઈના છે.

કૃત્રિમ પવનચક્કી દ્વારા પાણીના બોર બનાવી આજુબાજુના કુંડા ભરવામાં આવ્યા

અભયારણે 406 છોડ પ્રજાતિઓની ઓળખ કરી

અભયારણે 406 છોડ પ્રજાતિઓની પણ ઓળખ કરી છે. અરવલ્લી પર્વતોની વસ્તીમાં સ્થિત છે. ગુજરાતના જેશોર હિલ બીજા ક્રમનું સૌથી મોટું શિખર છે. અન્ય મહત્વની પ્રાણીસૃષ્ટિની પ્રજાતિમાં ચિત્તો, રિસસ મકાઇક, ભારતીય બિલાડી, સાપ, શિયાળ, પટ્ટાવાળી હાઈના, જંગલી ડુક્કર વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ડીસા તાલુકાના થેરવાડા ગામે રીંછ દેખાતા લોકોમાં ભય

અભયારણ્યમાં IUCN વર્ગીકરણના આધારે પક્ષીઓની દુર્લભ પ્રજાતિ જોવા મળે

બહુવિભાગિત વન જમીન પક્ષીઓથી પાણીના પક્ષીઓ સુધીના વિવિધ પક્ષીઓ માટે યોગ્ય વસવાટ પૂરો પાડે છે. આ અભયારણ્યમાં આઇયુસીએન વર્ગીકરણના આધારે પક્ષીઓની ઘણી દુર્લભ અને ભયંકર પ્રજાતિઓ જોવા મળે છે. સરિસૃપમાં સાપ, કાચબો અને વિવિધ પ્રકારની ગરોળીઓનો સમાવેશ થાય છે.

જેસોર અભયારણ
જેસોર અભયારણ
કેદારનાથ જાસોર અભ્યારણમાં રીંછ, દીપડા જેવા અનેક જંગલી પ્રાણીઓ વસવાટ કરે


બનાસકાંઠામાં કેદારનાથ જાસોર અભ્યારણમાં રીંછ, દીપડા જેવા અનેક જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે અને ઉનાળાના સમયમાં જંગલમાં કુદરતી ઝરણાં નદી-નાળા સુકાઇ જાય છે. આ જંગલી પ્રાણીઓ પાણીની શોધમાં આજુબાજુના માનવ વસવાટવાળા વિસ્તારમાં આવી ચડે છે અને જીવલેણ હુમલા કરતા હોવાની ઘટનાઓ અવારનવાર બને છે. આવી ઘટનાઓ ન બને તે માટે બનાસકાંઠા વનવિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઈકબાલગઢ નજીક યુવક પર રીંછ કર્યો હુમલો

ગજરીઓમાં ઉનાળા દરમિયાન ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવ્યા

વન વિભાગની ટીમે જેસોર અભ્યારણ સહિત આજુબાજુના જંગલ વિસ્તારમાં જ આ જંગલી પ્રાણીઓને પાણી મળી રહે તે માટે ગજરીઓ બનાવી છે. આ ગજરીઓમાં ઉનાળા દરમિયાન ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે. જેથી આ જંગલી પ્રાણીઓને તરસ છિપાઈ રહે અને જંગલ વિસ્તાર છોડીને બહાર ન આવે તે માટે ગજરીઓમાં પાણી ભરવામાં આવ્યા છે.

ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની વ્યવસ્થા કરાઇ

બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે રીંછ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ પાણીની અને ખોરાકની શોધમાં આજુબાજુના માનવ વસવાટવાળા વિસ્તારમાં આવી જતા હોય છે. અનેક વાર મોટી દુર્ઘટનાઓ પણ સર્જાઇ છે ત્યારે લોકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તથા અમુક જગ્યાએ કૃત્રિમ પવનચક્કી દ્વારા પાણીના બોર બનાવી આજુબાજુના કુંડા ભરવામાં આવી રહ્યા છે. જેથી જેમ-જેમ પવનચક્કી ફરે તેમ તેમ જમીનમાંથી કુદરતી રીતે જ પાણી બહાર આવે અને તે કુંડામાં ભરાયેલા પાણીથી જંગલી પશુઓ તેમની તરસ છીપાવી શકે.

લોકો કિલોમીટર દૂર પીવાનું પાણી ભરવા માટે જતા નજરે પડે


બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની વિકટ સમસ્યા શરૂ થઈ જતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં સૌથી વધુ પાણીની અછત જોવા મળે છે. લોકો કિલોમીટર દૂર પીવાનું પાણી ભરવા માટે જતા નજરે પડતા હોય છે. મોટાભાગના ગામોમાં પાણીની અછત સર્જાતાની સાથે જ સરકાર દ્વારા તેમને પાણીના ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ઉનાળામાં માનવીની સાથોસાથ પ્રાણીઓને પણ પીવા માટે પાણીની અછત સર્જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.