ETV Bharat / state

Banaskantha Accident: બનાસકાંઠામાં ધાનેરા થરાદ હાઇવે પર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત

author img

By

Published : Jul 3, 2023, 9:03 PM IST

બનાસકાંઠામાં સ્ક્રોપિયો ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ત્રણ દુકાનોના શટર અને શેડ તોડી ડિવાઈડરને અથડાઈ હતી. જેમાં ગાડીમાં સવાર 6 લોકોમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા. ત્યારે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ છે.

ધાનેરા થરાદ હાઇવે પર અકસ્માત
ધાનેરા થરાદ હાઇવે પર અકસ્માત

ધાનેરા થરાદ હાઇવે પર અકસ્માત

બનાસકાંઠા: મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રીએ એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં પૂર ઝડપે ચાલી રહેલી scorpio ગાડી ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ત્રણ દુકાનોના સેડ અને શટર તોડી ડિવાઇડરને અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા અને ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ત્રણ લોકોના ઘટના સ્થળે મોત: આ ગાડીમાં કુલ છ લોકો સવાર હતા. ગત મોડી રાત્રે કોઈ વાહનો પીછો કરતી હોવાને સ્કોર્પિયો ગાડીનો અકસ્માત સર્જાયો હતો. જેમાં scorpio ગાડીમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને મરણ જનાર ધાનેરાના પમરૂ ગામના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ આસપાસના લોકોને થતા તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને આ લોકોને હોસ્પિટલ પહોચાડ્યા હતા.

ત્રણ લોકોના મોત
ત્રણ લોકોના મોત

અન્ય ગાડીનો પીછો કરતા હોવાની ચર્ચાઓ: ગત મોડી રાત્રીએ જે પ્રમાણે સ્કોર્પિયો ગાડીનો અકસ્માત સર્જાયો છે અને ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. તેના આધારે ધાનેરા વિસ્તારમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આ સ્કોર્પિયો ગાડી કોઈ અન્ય વાહનની પીછો કરી રહી હતી અને તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું હનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પોલીસે તપાસ શરૂ કરી: આ બાબતે ધાનેરા પોલીસ સાથે ટેલિફોનિક વાત કરતા પોલીસે જણાવ્યું હતું કે ગત મોડી રાત્રીએ જે scorpio ગાડી નો અકસ્માત થયો છે જેમાં ત્રણ લોકોના મોત નીચ્યા છે અને અન્ય ત્રણ લોકો સારવાર હેઠળ છે. અકસ્માત કઈ રીતે સર્જાયો હતો અને ગાડી ક્યાં જઈ રહી હતી તે હજુ તપાસ ચાલુ છે તપાસ બાદ જ બહાર આવશે કે અકસ્માત કઈ રીતે સર્જાયો અને ગાડી ક્યાં જઈ રહી હતી.

  1. Surat News : સુરતમાં સિટી બસે ટક્કર મારતા 18 વર્ષીય યુવકનું મોત, ગભરાઇને બીઆરટીએસમાં ઘૂસવા જતાં અકસ્માત
  2. Surat News : સુરતમાં રોડ અકસ્માતમાં બે યુવકોના મોત, વરસાદમાં લાજપોર ચોકડી પાસે બાઇક ટ્રેઇલરમાં ઘૂસી ગઇ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.