ETV Bharat / state

ડીસામાં વર્ષોથી વેપાર કરતા વેપારીઓની દુકાન તોડાતા ભાડૂઆતોએ કોર્ટમાં ફરિયાદ કરી, પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ

author img

By

Published : Oct 25, 2021, 2:14 PM IST

બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલી મોઢ ઘાંચી સમાજ ટ્રસ્ટની મિલકતમાં વર્ષોથી ભાડૂઆત તરીકે બેસતા 6 જેટલા દુકાનદારોની દુકાનો તોડી પડાઈ છે. આ ઉપરાંત તેમની દુકાનોમાંથી લૂંટ પણ કરવામાં આવી હતી. ત્યારે આ અંગે ભાડૂઆતોએ પૂર્વ માર્કેટ યાર્ડ સેક્રેટરી, પૂર્વ તલાટી, પૂર્વ શિક્ષક અને આચાર્ય સહિત ટ્રસ્ટ મંડળના 21 લોકો સામે લૂંટ સહિતની ફરિયાદ નોંધાવી છે.

ડીસામાં વર્ષોથી વેપાર કરતા વેપારીઓની દુકાન તોડાતા ભાડુઆતોએ કોર્ટમાં ફરિયાદ કરી, પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ
ડીસામાં વર્ષોથી વેપાર કરતા વેપારીઓની દુકાન તોડાતા ભાડુઆતોએ કોર્ટમાં ફરિયાદ કરી, પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ

  • ડીસામાં વેપારીઓની દુકાનો તોડી નાખતા કોર્ટમાં ફરિયાદ
  • ડીસામાં મોઢ ઘાંચી સમાજ ટ્રસ્ટની મિલકતમાં વર્ષોથી ભાડૂઆત તરીકે બેસતા હતા
  • પૂર્વ માર્કેટયાર્ડ સેક્રેટરી, પૂર્વ તલાટી, પૂર્વ શિક્ષક અને આચાર્ય સહિત ટ્રસ્ટ મંડળના 21 લોકો સામે ફરિયાદ
  • તાત્કાલિક ન્યાય મળે તેવી વેપારીઓની માગ

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા શહેરમાં આવેલી મોઢ ઘાંચી સમાજ ટ્રસ્ટની મિલકતમાં વર્ષોથી ભાડૂઆત તરીકે બેસતા 6 જેટલા દુકાનદારોની દુકાનો ટ્રસ્ટ દ્વારા તોડી નાખી માલસામાનની લૂંટ આચારી હોવાની ઘટના સામે આવી છે, જેમાં પૂર્વ માર્કેટ યાર્ડ સેક્રેટરી, પૂર્વ તલાટી, પૂર્વ શિક્ષક અને આચાર્ય સહિત ટ્રસ્ટ મંડળના 21 લોકો સામે ભાડૂઆતોએ લૂંટ સહિતની ફરિયાદ નોંધાવી છે.

6 જેટલા ભાડૂઆત વર્ષ 1985થી દુકાનો ધરાવે છે

ડીસાના જૂના પાવર હાઉસ લાટી બજાર વિસ્તારમાં ડીસા શહેરના મોઢ ઘાંચી સમાજ ટ્રસ્ટની દુકાનો આવેલી છે, જેમાં મહેશ કુમાર રસિકલાલ મોદી સહિત 6 જેટલા ભાડૂઆતો વર્ષ 1985થી દુકાન ધરાવે છે. સમાજ ટ્રસ્ટ દ્વારા મિલકત સમારકામના નામે તેમની દુકાનો તોડી પાડવાનું કાવતરું કર્યું હતું. આથી ભાડૂઆતોએ પોતાની દુકાનો બચાવવા અગાઉ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે રજૂઆત કરી હતી. જોકે, પોલીસે તેઓની કોઈ રજૂઆત સાંભળીને હતી. તેથી ભાડૂઆતોએ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી તેમને પોલીસ રક્ષણ આપવાની માગ કરી હતી, પરંતુ પોલીસ વડા દ્વારા કોઈ પ્રકારનું પોલીસ રક્ષણ અપાયું નહતું .

આ પણ વાંચો- કચ્છમાં ફોરેર્સ્ટ વિભાગનો સપાટો, બન્ની વિસ્તારમાં 6,872 એકરમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયા

વેપારીઓએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી

સમાજના ટ્રસ્ટીઓ હોદ્દેદારોએ બેઠક બોલીવ 13 માર્ચ 2021ના રોજ JCB મશીન, મજૂરો અને ટ્રેક્ટર બોલાવી આ દુકાનો દોડવાની શરૂઆત કરી હતી, જે સમયે ભાડૂઆતોએ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. જોકે, પોલીસની ગાડી આવી, પરંતુ તોડફોડ રોકવાનું અમારું કામ નહીં તેમ કહી પોલીસ જતી રહી હતી. તેથી ટ્રસ્ટીઓએ મોકલેલા માણસો દ્વારા દુકાનો તોડી દુકાનોના શટર, શેડ, જાળીઓ તેમ જ અન્ય માલસામાન મળી રૂપિયા 5 લાખ ઉપરાંતના માલસામાનની લૂંટ કરી ગયા હતા. આ અંગે ભાડૂઆતોએ ડીસા શહેર દક્ષિણ પોલીસમથકે ફરિયાદ નોંધાવવા જતા પોલીસે તેમની કોઈ ફરિયાદ લીધી નહતી. આથી દુકાનના ભાડૂઆત મહેશકુમાર રસિકલાલ મોદીએ ડીસા કોર્ટમાં અરજ દાખલ કરતા ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ડીસા દક્ષિણ પોલીસને FIR દાખલ કરવાનો આદેશ કરાયો હતો.

આ પણ વાંચો- ભાવનગર શહેરમાં ગેરકાયદેસર ધમધમતા મચ્છી માર્કેટ અને મટનની દુકાન સામે નગરસેવકે રણશિંગુ ફુક્યું

પૂર્વ માર્કેટયાર્ડ સેક્રેટરી, પૂર્વ તલાટી, પૂર્વ શિક્ષક અને આચાર્ય સહિત ટ્રસ્ટ મંડળના 21 લોકો સામે ફરિયાદ

ડીસા કોર્ટના આદેશ મુજબ, ટ્રસ્ટ મંડળમાં રહેલા પૂર્વ માર્કેટ યાર્ડ સેક્રેટરી, પૂર્વ તલાટી, પૂર્વ શિક્ષક અને આચાર્ય સહિત 21 સામે લૂંટ સહિતની ફરિયાદ નોંધાઈ છે. ભાડૂઆતોએ પોતાની દુકાનો બચાવવા અગાઉ પોલીસને અરજી કરેલી હતી. જોકે, આ અરજીની તપાસ કરી રહેલા તત્કાલીન PSI આર. એમ. ચાવડાએ કોઈપણ ભાડૂઆતોને બોલાવ્યા વગર તેમની રજૂઆત સાંભળ્યા વગર, સ્થળ તપાસ કર્યા વગર અરજીનો નિકાલ કરી રિપોર્ટ કરી દેતા ભાડૂઆતોએ પોલીસે કરેલી તપાસનો રિપોર્ટ ખોટો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. આ કાવતરામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.