ETV Bharat / state

કોરોના કાળમાં બનાસકાંઠામાં દવાની અછત પર ETV Bharatનો ખાસ અહેવાલ...

author img

By

Published : May 12, 2021, 10:50 PM IST

બનાસકાંઠામાં દવાની અછત
બનાસકાંઠામાં દવાની અછત

કોરોના વાઇરસની મહામારીમાં હાલ દર્દીઓને અનેક દવાઓની જરૂરિયાત પડી રહી છે. ત્યારે, હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજની કેટલી દવાનો ઉપયોગ તેમજ મેડિકલમાં કાળાબજારી થાય છે કે કેમ તેના પર ETV bharatનો અહેવાલ...

  • બનાસકાંઠા જિલ્લામાં મેડીકલ્સમાં દવાઓની માંગમાં વધારો
  • સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે તમામ દવાઓના ભાવ
  • દર્દીઓને હેરાન ન થવું પડે તે માટે સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ

બનાસકાંઠા: જિલ્લામાં જે પ્રમાણે કોરોના વાયરસની મહામારીમાં વધારો થઈ રહ્યો છે. તેના કારણે હાલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે હોસ્પિટલ તરફ આવી રહ્યા છે. જિલ્લાના શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામીણ વિસ્તારમાં પણ સતત કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે કોરોના સામે રક્ષણ મેળવવા માટે અનેક દવાઓની માંગ ઉભી થઈ છે. આથી, જિલ્લામાં આવેલી તમામ મેડિકલ પર રોજેરોજ મોટા પ્રમાણમાં કોરોના દર્દીઓને સારવારમાં વપરાતી દવાઓ વેચાઈ રહી છે. બીજી તરફ, હાલમાં કોરોના વાઇરસની મહામારી જે પ્રમાણે માથું ઉચકી રહી છે. જેમાં, દિવસેને દિવસે દવાઓનો વપરાશ પણ વધી રહ્યો છે. તે પ્રમાણે, ક્યાંકને ક્યાંક મેડિકલમાં દવા પણ ખૂટી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં મેડીકલ પર દવાઓની માંગ

બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ પર કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા અનેક દવાઓની માંગ વધી છે. ખાસ કરીને કોરોના દર્દીઓને રાહત મળી રહે તે માટે ડોક્ટરો દ્વારા દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે. હાલમાં, બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની મેડીકલો 24 કલાક ચાલુ હોય છે અને આ મેડીકલો પર રોજેરોજ કોરોના સારવાર માટે 50થી પણ વધુ દર્દીઓના સગાઓ દવા લેવા માટે આવે છે. ખાસ કરીને, હાલમાં દર્દીઓ સૌથી વધુ પેરાસીટા મોલ-650, ફેવી મેન્ટ્રી-400, વિટામિન ડી -2,3, સુપ્રાડિન, ટોક્સિસાઈટીન, જીકકોવિટ, રિમશીલ સહિતના તમામ એન્ટીવાયરલ ડ્રગ, મલ્ટી વિટામિન ટેબ્લેટ દવાનો કોરોના મહામારીમાં ઉપયોગ કરે છે.

બનાસકાંઠામાં દવાની અછત

આ પણ વાંચો: બનાસકાંઠા વેક્સિનેશનમાં પ્રથમ, તંત્રની રચનાત્મક કાર્યશૈલીથી 98 ટકાનું રસીકરણ પૂર્ણ

સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા તમામ દવાઓના ભાવ

બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે કોરોના વાઇરસની મહામારીના કારણે દવાઓની માંગ વધી રહી છે. ખાસ આ મહામારીમાં વાયરલ થયો હોય તેવા સંજોગોમાં ડોક્ટરો દ્વારા દવાઓ આપવામાં આવી રહી છે. સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે કોઈ દવાની અછત સર્જાઈ નથી. પરંતુ, ક્યારે વધારે માંગ હોવાના કારણે બહારથી આવતી દવાઓ લેટ થાય છે. પરંતુ, મોટાભાગની તમામ દવાઓ હાલમાં બનાસકાંઠા જિલ્લાની મેડીકલો પર મળી રહે છે. ખાસ કરીને જિલ્લાના તમામ ગામડાઓમાં દવાઓ સમયસર મળી રહે તે માટે પણ મેડિકલ એસોસિએશન દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જેથી, બનાસકાંઠા જિલ્લાના કોઈપણ ગામમાં દવાની અછત સર્જાય નહીં. બીજી તરફ, સરકાર દ્વારા જે 10 ટકા ભાવ નક્કી કરવામાં આવ્યા છે તે સિવાય કોઈ પણ પ્રકારના ભાવ વધારવામાં આવ્યા નથી.

દવાઓને લઈને દર્દીઓની માંગણીમાં વધારો

કોરોના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય તેના માટે તરત જ ડોક્ટર્સ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન મંગાવવામાં આવે છે. પરંતુ, આ ઇન્જેક્શન માત્ર સરકારી હોસ્પિટલ અને કલેક્ટર દ્વારા જ આપવામાં આવે છે. આ ઇન્જેક્શન માટે જે એપૃવલ લેવાનું હોય છે. જેથી, દર્દીઓને હેરાન ન થવું પડે તે માટે સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. હાલમાં,. બનાસકાંઠામાં ફેવીપીવીર ટેબ્લેટ અને ટોજી ઇન્જેક્શનની સૌથી વધુ અછત છે. તે સિવાય પણ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં ફેબી બ્લ્યુ, જીંકોવિડ, વિટામિન સી, જેવી ટેબ્લેટની અછત સર્જાઈ હતી.

બનાસકાંઠામાં દવાની અછત
બનાસકાંઠામાં દવાની અછત

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસના 2 કેસ નોંધાયા

કોરોના મહામારીમાં વપરાતી દવાઓ

કોરોના દર્દીઓ માટે પેરાસીટા મોલ-650, ફેવી મેન્ટ્રી-400, વિટામિન ડી -2,3, સુપ્રાડિન, ટોક્સિસાઈટીન, જીકકોવિટ, રિમશીલ, તમામ એન્ટીવાયરલ ડ્રગ, મલ્ટી વિટામિન ટેબ્લેટ સહિતની દવાઓ વપરાય છે.

બનાસકાંઠા જિલ્લામાં દવાની અછત

રેમડેસીવીર ઇન્જેક્શન, ટોજી ઇન્જેક્શન, ફેબી બ્લ્યુ, જીંકોવિડ, વિટામિન સી, આ દવાની અછત સર્જાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.