ETV Bharat / state

'રીંગણા લઉં બે ચાર, લે ને 171' : શિક્ષકોનું અદભૂત ગણિત આ પ્રાથમિક શાળાઓના પરિણામોમાં જોવા મળ્યું!

author img

By

Published : May 9, 2022, 2:13 PM IST

કેટલાક જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓની લાપરવાહી (School negligence in Banaskantha) છતી થઇ છે. જેમાં પરીક્ષામાં મહત્તમ ગુણ કરતા પણ વધારે ગુણ (mistake in result of students in the bhiloda primary school) આપી દેવામાં આવતા વાલીઓ અને શિક્ષણવિદોને પણ 'રીંગણા લઉં બે ચાર, લે ને 171' જેવો કિસ્સો બનતાં આશ્વર્ય થયું હતું.

'રીંગણા લઉં બે ચાર, લે ને 171' : શિક્ષકોનું અદભૂત ગણિત આ પ્રાથમિક શાળાઓના પરિણામોમાં જોવા મળ્યું!
'રીંગણા લઉં બે ચાર, લે ને 171' : શિક્ષકોનું અદભૂત ગણિત આ પ્રાથમિક શાળાઓના પરિણામોમાં જોવા મળ્યું!

અરવલ્લી- ગુજરાતમાં સરકારી શાળાઓના શિક્ષણ પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે કેટલાક જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓની લાપરવાહી (Errors in the results of primary schools in Banaskantha)સામે આવી છે. જેમાં પરીક્ષામાં મહત્તમ ગુણ કરતા પણ વધારે ગુણ (mistake in result of students in the bhiloda primary school)આપી દેવામાં આવતા વાલીઓ અને શિક્ષણવિદો ચોંંકી ઉઠ્યાં હતાં.

ચોકસાઇ અને નિષ્ઠા અંગે પ્રશ્નો ઉભા થયાં -અરવલ્લી જિલ્લાના ભીલોડા (Schools of Bhiloda in Banaskantha)તાલુકાના જાબચીતરયા ગામની પ્રાથમિક શાળાની એક વિદ્યાર્થિનીનું વાર્ષિક પરિણામ જોઇ તેના વાલીઓને અચરજ થયું હતું. કેમ કે બે વિષયમાં મળવાપાત્ર મહત્તમ ગુણ કરતા પણ વધારે ગુણ (School negligence in Banaskantha) આપી દેવામાં આવ્યાં હતાં. જેમાં ગુજરાતીમાં 160 ગુણમાંથી 171 તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 160થી 171 ગુણ (mistake in result of students in the bhiloda primary school)આપી દેવામાં આવ્યા છે. ભીલોડા તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગના આ છબરડાને લઇને શિક્ષણ ખાતાની બાળકોના ભણતર અંગે રાખવામાં આવતી ચોકસાઇ અને નિષ્ઠા અંગે (Errors in the results of primary schools in Banaskantha)પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠાનો વિદ્યાર્થી રિઝલ્ટ જોઈને ખુશ નહીં પણ નિરાશ થયો, કારણ જાણીને તમે પણ કહેશો ઓ બાપ રે...

શું કહ્યું સી.આર.સીએ ? -આ અંગે જાબચીતરયા સી.આર.સી. હર્ષલ રૂપાલીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે કોમ્પ્યુટરના સોફટવેરના કારણે આ ક્ષતિ થઇ હતી. જેની જાણ થતા જેતે વર્ગના તમામ વિદ્યાર્થીઓના પરિણામ (mistake in result of students in the bhiloda primary school)પરત મંગાવ્યા છે અને દરેક વિદ્યાર્થીઓનું પરિણામ ચકાસી (Errors in the results of primary schools in Banaskantha)ફરીથી બનાવીને આપવામાં આવશે.

મળવાપાત્ર મહત્તમ ગુણ કરતા પણ વધારે ગુણ
મળવાપાત્ર મહત્તમ ગુણ કરતા પણ વધારે ગુણ

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટમાં ફરી એકવાર છબરડો

બનાસકાંઠાના થરાદ વિસ્તારની શાળાના પરિણામમાં પણ છબરાડા - જાબચીતરીયા ઉપરાંત બનાસકાંઠાના થરાદ વિસ્તારની શાળાનું પરિણામ પણ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સંસ્કૃત અને પર્યાવરણ 160માંથી 165 જ્યારે સામાજિક વિજ્ઞાન 160માંથી 174 ગુણ (mistake in result of students in the bhiloda primary school)આપી દેવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ શાળાનું પરિણામ કોમ્પ્યુટરથી નહી પણ માનવસર્જિત(Errors in the results of primary schools in Banaskantha) છે ત્યારે સ્પષ્ટપણે શિક્ષકોની લાપરવાહી જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.