ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં લીલા શાકભાજીના ભાવમાં વધારો : ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો

author img

By

Published : Jul 10, 2021, 10:00 AM IST

veg
બનાસકાંઠા જિલ્લામાં લીલા શાકભાજીના ભાવમાં વધારો : ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો

ડીસામાં છેલ્લા એક મહિનાથી લીલી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે વેપારીઓનું માનવું છે. કે છેલ્લા એક મહિનાથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ન થતા તેમજ કોરોના વાયરસની મહામારીના કારણે બહારથી આવતા શાકભાજી બંધ થતાં હાલમાં શાકભાજીમાં ધરખમ વધારો થયો છે.જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

  • બનાસકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો
  • કોરોનાવાયરસ ની મહામારીમાં બહારથી આવતા શાકભાજી બંધ હતા ભાવમાં વધારો
  • દરેક શાકભાજીમાં 35 ટકાથી પણ વધુનો ભાવ વધારો

બનાસકાંઠા: કોરોનાવાયરસની મહામારીએ સમગ્ર દેશનું અર્થતંત્ર અસ્તવ્યસ્ત કરી દીધું છે. કોરોનાવાયરસની મહામારીની અસર નાના-મોટા ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકો પર જોવા મળી રહી છે. કોરોનાવાયરસની મહામારીના કારણે અનેક જિલ્લાઓમાં લોકડાઉન આપતા તમામ વ્યવસાયો બંધ થઈ ગયા હતા.જેના કારણે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કોરોનાવાયરસની મહામારીની અસર શાકભાજીના વ્યવસાય પર પણ આ વર્ષે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. સતત કોરોનાવાયરસ તે મહામારીમાં બહારના રાજ્યોની સીમા બંધ થઈ જતા શાકભાજીની અવરજવર બંધ થઈ હતી. જેના કારણે સમગ્ર ભારતભરમાં શાકભાજીના ભાવમાં સતત વધારો થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ કોરોનાવાયરસની મહામારીના કારણે શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

શાકભાજીના ભાવમાં વધારો

ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીની અસર અનેક ધંધા-રોજગાર પર જોવા મળી રહી છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લીલા શાકભાજીમાં છેલ્લા એક મહિનાથી ધરખમ વધારો થયો છે. જે લીલી શાકભાજી 20 થી 25 રૂપિયા કિલો બજારમાં મળતું હતું તે જ શાકભાજી હાલ 60 થી 70 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યું છે. વેપારીઓ જણાવી રહ્યા છે, કે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારીના કારણે તેમજ જોઈએ તેવો વરસાદ ન થવાના કારણે લીલું શાકભાજીનું ઉત્પાદન ઓછું થયું છે.જેના કારણે છેલ્લા એક મહિનાથી લીલા શાકભાજીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં લીલા શાકભાજીના ભાવમાં વધારો : ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો

આ પણ વાંચો : મોંઘવારી મુદ્દે મહિલાઓ મેદાનમાં, જૂનાગઢમાં મહિલાઓએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી તાકીદે પગલા ભરવા કરી માગ

લોકડાઉનના કારણે નુક્સાન

હાલમાં બનાસકાંઠા જિલ્લામાંથી આવતું લીલું શાકભાજી રોજે-રોજ ખેડૂતો બજારોમાં ભરાવા આવતા હતા તેની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે હાલ બનાસકાંઠા જિલ્લાની બજારોમાં રિટેલ બજારમાં વેચાતી શાકભાજીના ભાવ ઉંચા જોવા મળી રહ્યા છે.દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ પોતાના ખેતરમાં શાકભાજીના ભાવ સારા મળશે તેવી આશાએ મોટા પ્રમાણમાં ઉંચા ભાવે શાકભાજીના બિયારણ લાવી વાવેતર કર્યું હતું.પરંતુ ચાલુ વર્ષે શાકભાજી વેચવાના સમયે જ લોકડાઉન થતા ખેડૂતોને ફરી એકવાર મોટા પ્રમાણમાં શાકભાજીના વાવેતરમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

હોલસેલ બજારમાં પણ શાકભાજીના ભાવમાં વધારો

કોરોનાવાયરસની મહામારી વાત અનેક ધંધા-રોજગાર હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે કોરોનાવાયરસની મહામારીની અસર સૌથી વધુ ખેડૂતો પર જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે, પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી કુદરતી આપત્તિ અને કોરોનાવાયરસની મહામારી ના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે જેના કારણે હાલમાં ખેડૂતો ખેતી છોડી પશુપાલન તરફ વળ્યા છે.

આ પણ વાંચો : રાંધણ ગેસના બોટલમાં ભાવનો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગ્રાહકોમાં ઘટાડો

સતત શાકભાજીની આવકમાં ઘટાડો થવાથી શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં શાકભાજીના હોલસેલ ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અને બહારના રાજ્યમાં શાકભાજીની આવક બંધ થતા હાલમાં બનાસકાંઠા જિલ્લાની બજારોમાં શાકભાજીના ભાવમાં તરફ ચાલો જોવા મળી રહ્યો છે. જેના કારણે બજારોમાં ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે આમ તો ગ્રાહકો સવારથી જ શાકભાજી ખરીદવા માટે મોટી સંખ્યામાં બજારોમાં જોવા મળતા હતા પરંતુ જ્યારથી બજારમાં વેચાતી શાકભાજીના ભાવો ઊંચા થઇ ગયા છે ત્યારથી ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભાવમાં 35 ટકા વધારો

ડીસા બજારમાં આમ તો સવાર અને સાંજ શાકભાજી ખરીદવા માટે બનાસકાંઠા જિલ્લો અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ આપતા હતા પરંતુ જ્યારથી શાકભાજીના ભાવમાં સતત 35 ટકા જેટલો વધારો થયો છે ત્યારથી બજારોમાં પણ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે દિવસેને દિવસે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેના કારણે નાના મોટા શાકભાજીના વેપારીઓએ પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે.

શાકભાજીના રિટેલ ભાવ

શાકભાજીભાવ
ચોળી 50
ભીંડા40
ટામેટા20
ગિલોડી50
ફુલાવર 60
રીંગણ50
મરચા60
ગવાર70
વટાણા90
કારેલા60
તૂરીયા 50
કોબીચ40
સિમલા મરચા60
કાકડી40
પરવર40
આદુ70

શાકભાજીના હોલસેલ ભાવ

શાકભાજીભાવ
ચોળી40
ભીંડા30
ટામેટા15 થી 16
ગિલોડી40
ફુલાવર50
રીંગણ40
મરચા50
ગવાર60
વટાણા80
કારેલા50
તૂરીયા40
કોબીચ30
સિમલા મરચા50
કાકડી20 થી 25
પરવર30
આદુ50 થી 60
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.