ETV Bharat / state

બનાસકાંઠામાં ખાનગી હોસ્પિટલમાં પણ રેમડીસીવર ઈન્જેકશન મળશે

author img

By

Published : Apr 15, 2021, 10:54 AM IST

Updated : Apr 15, 2021, 12:16 PM IST

બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લા મથક પાલનપુરની સ્થિતિ વધુ વિકટ હોવાથી મંગળવારે જિલ્લા કલેક્ટરે દર્દીઓને મોટી રાહત આપતો મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. કલેક્ટરે પાલનપુરના ફિજીશિયનો સાથે બેઠક કરી હતી. તમામ કોવિડ માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલોને પણ જરૂર પડે ત્યારે રેમડીસીવર ઈન્જેકશન આપવાનો નિર્ણય કર્યો છે.

કલેક્ટર આનંદ પટેલ
કલેક્ટર આનંદ પટેલ

  • કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ખાનગી હોસ્પિટલોના તબીબો સાથે બેઠક
  • તબીબોની મુશ્કેલીઓ અને રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી
  • ઓક્સિજન, બેડ તેમજ રેમડીસીવર ઈન્જેકશનની અછત મુખ્ય પ્રશ્નો

બનાસકાંઠા : જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ખાનગી હોસ્પિટલોના તબીબો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જે ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓની સારવાર કરે છે. તેમને પડતી તમામ મુશ્કેલીઓ અને રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી. સરકારી તેમજ ખાનગી તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડ તેમજ રેમડીસીવર ઈન્જેકશનની અછતના પ્રશ્નો સહુથી મુખ્ય રહ્યાં હતા.

જિલ્લા કલેક્ટરે દર્દીઓને રાહત આપતો અતિ મહત્વનો નિર્ણય કર્યો

તમામ સમસ્યાઓને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટરે દર્દીઓને રાહત આપતો અતિ મહત્વનો નિર્ણય કર્યો છે. કલેકટરે જણાવ્યું હતું કે, હવેથી જે સરકારી માન્યતા પ્રાપ્ત કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલો છે. ત્યાં સારવાર લેનાર દર્દીના પરિવારજનો જો ડોક્ટરનું ભલામણપત્ર, RTPCR ટેસ્ટ, દર્દીની કેસ હિસ્ટ્રી સહિતની વિગત સાથે પાલનપુર સિવિલમાં રેમડીસીવર ઇન્જેક્શનની માંગણી કરશે તો તેવા કિસ્સામાં ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીને રેમડીસીવર ઈન્જેકશન અપાશે.

આ પણ વાંચો : સરકાર હેઠળ MOU થયેલી ગાંધીનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાશે રેમડેસીવીર ઇન્જેક્શન

ખાનગી હોસ્પિટલોને રેમડીસીવર ઇન્જેક્શન વેચાણથી આપવામાં આવશે

જે ખાનગી હોસ્પિટલોએે કોવિડ સારવાર માટે મંજૂરી મેળવી છે. માત્ર તેવી જ ખાનગી હોસ્પિટલોને રેમડીસીવર ઇન્જેક્શન વેચાણથી આપવામાં આવશે. કોઇપણ વ્યક્તિ કે દર્દીના સગાને આ ઇન્જેક્શન આપવામાં આવશે નહિ. રેમડીસીવર ઇન્જેક્શનની વ્યવસ્થા માટે પાલનપુર સિવિલ સર્જનને સત્તા સુપ્રત કરી સમગ્ર વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવી છે.

ખાનગી હોસ્પિટલમાં પણ રેમડીસીવર ઈન્જેકશન મળશે

ઓક્સિજનનો પૂરવઠો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે માટે આગોતરૂ આયોજન

દર્દીઓને સારવારના સમયે ઇન્જેકશન સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતુ. આ બેઠકમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે જિલ્લામાં દરરોજના ઓક્સિજન વપરાશ અને જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં લઇ ઓક્સિજનનો પૂરવઠો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે માટે આગોતરૂ આયોજન કરી ઓક્સિજનનો જથ્યો ઉપલબ્ધ રાખવા તેમણે સબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

આ પણ વાંચો : રાજકોટ ઇન્જેક્શન કૌભાંડ: ભાજપ કાર્યકર્તા પર આક્ષેપ સાથે કોંગ્રેસના ધરણા

બેઠકમાં જિલ્લાના અધિકારીઓ અને ખાનગી તબીબો ઉપસ્થિત રહ્યાં

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, આસિસ્ટન્ટ કલેક્ટર પ્રશાંત જીલોવા, નિવાસી અધિક કલેક્ટર એ.ટી. પટેલ, બનાસ મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જીગ્નેશ હરિયાણી, એપેડેમીક મેડિકલ ઓફિસર ડૉ. એન.કે. ગર્ગ, ફિજીશિયન ડૉ. પંચાલ, ડૉ. ઉમંગ વૈષ્ણનવ સહિત ખાનગી તબીબો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અત્યારસુધી જિલ્લામાંં 1,330 જેટલાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ 119 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. તેમાંથી એકલા પાલનપુરમાં જ 72 દર્દીઓ નોંધાયા છે. આ બીજી લહેરમાં આજદિન સુધીમાં 1,330 જેટલાં કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી એકલા પાલનપુરમાં જ 900 જેટલા કેસો સામે આવ્યા છે. જેને લીધે હાલ પાલનપુરમાં હોસ્પિટલોમાં બેડ તેમજ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જીગ્નેશ હિરવાનીએ જણાવ્યું હતું કે, જે દર્દીઓ હોમ આઇશોલેશનથી પણ ઠીક થઈ શકે તેમ હોવા છતાં તેઓ પણ હોસ્પિટલમાં એડમિટ થતાં હોવાથી હાલ હોસ્પિટલોમાં બેડ તેમજ ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે.

Last Updated : Apr 15, 2021, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.