ETV Bharat / state

બનાસકાંઠાના જાલોઢા ગામના ખેડૂત પાસેથી સંબંધી અને પોલીસકર્મીએ સાથે મળી પૈસા પડાવ્યા

author img

By

Published : Nov 5, 2020, 7:25 AM IST

farmer in Banaskantha
farmer in Banaskantha

બનાસકાંઠાના જાલોઢા ગામના એક યુવા ખેડૂત પાસેથી પૈસા પડાવવા માટે તેના સંબંધીએ પોલીસકર્મીઓ સાથે મળી ષડયંત્ર રચ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ખેડૂતને અમદાવાદ બોલાવ્યા બાદ તેના પર ખોટી ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી 1 કરોડની ખંડણી માંગી 15 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

  • ખેડૂત પાસેથી પૈસા પડાવવા માટે તેના સંબંધીએ પોલીસકર્મીઓ સાથે મળી કારસો રચ્યો
  • પોલીસ કર્મચારીઓએ ખેડૂત પાસે 1 કરોડ રૂપિયાની માંગણી કરી
  • ખેડૂત પક્ષમાં કોર્ટનો મહત્વનો ચુકાદો

બનાસકાંઠા: ખેડૂત પાસેથી પૈસા પડાવવા માટે તેના સંબંધીએ પોલીસકર્મીઓ સાથે મળી ષડયંત્ર રચ્યું હતું. દિયોદર તાલુકાના જાલોઢા ગામના યુવાન ખેડૂત નવીનગીરી જામતગીરી ગોસ્વામી ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે આર્થિક રીતે સમૃદ્ધ આ ખેડૂત પાસેથી પૈસા પડાવવા માટે તેના જ સગા સંબંધીએ એક ષડયંત્ર રચ્યું હતું.

ત્રણેય પોલીસ કર્મીઓ હોવાની ઓળખાણ આપી

તમામ લોકો નવીનગીરી ગૌસ્વામી ઘરે હતા. તે સમય લાખણીના કુવાણા ગામે રહેતા તેમના સંબંધી મહેશગિરી ગોસ્વામીએ ફોન કરી નવીનગીરીને એ અમદાવાદ જવા નીકળ્યા હતા. તેમજ મોડી રાત્રે હાથીજણ હોટલ પર બેઠા હતા. તે સમયે પોલીસની ગાડી લઈને ત્યાં અન્ય ત્રણ શખ્સો આવ્યા હતા.આ ત્રણેય પોલીસ કર્મીઓ હોવાની ઓળખ આપી હાથીજણ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું.જોકે તે સમયે કંઈ સમજે તે પહેલાં જ પોલીસ કર્મીઓએ નવીનગીરીને ગાડીમાં બેસાડી હાથીજણ પોલીસ મથકે લઇ ગયા હતા. ત્યાં એક ઓરડીમાં ગોંધી રાખી તેઓની સાથે મારઝૂડ કરી હતી. પોલીસ મથકે આ લોકો પહોંચે તે પૂર્વે જ નવીનગીરીનો ભાઈ ખેમગીરી પણ ત્યાં હાજર હતો. ખેમગીરીએ નવીનગરી તેના સંબંધી છે અને તેને છોડી મુકવા જણાવ્યું હતું, પરંતુ પોલીસે તેને ધમકી આપી હતી.

બનાસકાંઠાના જાલોઢા ગામના યુવા ખેડૂત પાસેથી પૈસા પડાવવા માટે તેના સંબંધીએ પોલીસકર્મીઓ

પોલીસ કર્મચારીઓએ ખેડૂત પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી

જ્યારે ખેમગીરીએ નવીનગીરીને છોડવા માટે કહ્યું તો પોલીસ કર્મીઓએ નવીનગીરીને ખોટા કેસમાં ફસાવી દેવાની અને 10 વર્ષ સુધી ન છૂટે તેવી ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી. પોલીસ કર્મચારીઓએ ખેડૂત પાસે 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસ કર્મચારીઓએ ખેડૂત પાસેથી આ ફરિયાદમાંથી બચવા માટે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. તે સમયે નવીનગીરી એ ડરના કારણે તેના સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ અમદાવાદની પી એમ આંગડીયા પેઢીમાં હવાલો કરાવ્યો હતો. તે પૈસા પોલીસકર્મીઓને આપી પોતાનો જીવ બચાવ્યો હતો. બાદમાં તેઓ પોતાના ઘરે ઝાલોઢા ગામે આવ્યા હતા અને પોતાના પરિવારને વાત કરી હતી.

કોર્ટમાં ફરિયાદ દાખલ

નવીનગીરીને તેના ભાઈ અને પોલીસ કર્મીઓ સાથે મળી ષડયંત્ર રચી પૈસા પડ્યા હોવાનું જાણવા મળતા હાથીજણ પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમની વાતને સાંભળીને તેઓને ત્યાંથી કાઢી મુક્યા હતા. આખરે તેઓએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

ખેડૂત પક્ષમાં કોર્ટનો મહત્વનો ચુકાદો

છેલ્લા ઘણા સમયથી આ ટીમ દ્વારા અનેક લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવામાં આવતા હતા, પરંતુ બનાસકાંઠા જિલ્લાના જાલોઢા ગામના યુવા ખેડૂતની વાત કોર્ટે સાંભળતા તેના લાખો રૂપિયા બચી ગયા હતા. જાલોઢા ગામના યુવા ખેડૂતની ફરિયાદનું કોર્ટ આ વાતમાં તથ્ય જણાતા આખરે ત્રણ પોલીસકર્મીઓ સહિત 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો.

કોની સામે નોંધાઈ ખંડણીની ફરિયાદ.

(૧) ગૌસ્વામી મહેશગીરી રામગીરી રહે. કૂવાણા તા.લાખણી

(૨) ગૌસ્વામી ખેમગીરી ભીખાગીરી ગૌસ્વામી રહે. કુવાણા

(૩)નરેશ લખમણ ચોસાલીયા (ભરવાડ) હાથીજણ તા અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ વિવેકાનંદ પોલીસ સ્ટેશન

(૪) વિવેકાનંદ પોલીસ સ્ટેશનના ડ્રાઇવર પોલીસ ગાડી સાથે

(૫) સિદ્ધરાજસિંહ દરબાર પોલીસ કોન્સ્ટેબલ વિવેકાનંદ હાથીજણ

દિયોદર કોર્ટે હુકમ કરતા પોલીસ આ મામલે અત્યારે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી રહી છે. કોર્ટના હુકમના આધારે અને આંગડિયા પેઢી પર પૈસા લેવા પહોંચેલા નવીનગીરી સહિત પોલીસ કર્મીઓના સીસીટીવી ફૂટેજ મુજબ દિયોદર પોલીસે ત્રણ પોલીસકર્મી સહિત પાંચ સામે ફરિયાદ દાખલ કરી છે. આ પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.