ETV Bharat / state

Theft in Banaskantha : છાપી પાસે બનેલી કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

author img

By

Published : Feb 21, 2022, 10:05 AM IST

બનાસકાંઠા પોલીસે છાપી નજીક કરોડો રૂપિયાની ચોરીનો (Theft in Banaskantha) પોલિસે ભેદ ઉકેલ્યો છે. અમદાવાદની પટેલ અશોક કુમાર અંબાલાલ આંગડિયા પેઢીના સોનાના દાગીના તેમજ રોકડ ભરેલો થેલો લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસે ટીમો બનાવી એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડ્યા છે.

Theft in Banaskantha : છાપી પાસે બનેલી કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો
Theft in Banaskantha : છાપી પાસે બનેલી કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠા : આંગડિયા પેઢીમાં દરરોજ કરોડો રૂપિયાના દાગીના (Theft of Gold Ornaments in Chhapi) તેમજ રોકડ રકમની ખાનગી તેમજ સરકારી વાહનો અંતર્ગત થતી હોય છે. ત્યારે છાપી નજીક રાજસ્થાની એક સરકારી બસ ચા નાસ્તો કરવા ઊભી હતી. તે દરમિયાન આંગડિયા પેઢીનું બસમાં રહેલા સોનાના દાગીના તેમજ સોનાની લગડીઓ મળી કુલ 2,63 કરોડનો મુદ્દામાલ લઈ આરોપીઓ (Theft in Banaskantha) ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના બનતા જ પોલીસે તાત્કાલિક આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

1 કરોડનો મુદ્દામાલ અને રિવોલવોર જપ્ત

છાપી પાસે બનેલી કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠા પોલીસે આ સમગ્ર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલાયો છે. બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલ આરોપીઓ સુધી પહોંચી પોલીસે એક કરોડથી વધુનો મુદ્દામાલ તેમજ રિવોલ્વર (Theft Case in Chhapi) કબજે કરી છે. હજુ આ ચોરીના ગુના સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓ ફરાર છે. તેમજ તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કરવો પણ બાકી છે. તેમજ પોલીસે ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવાનો બાકી

આંગડીયા પેઢીની રેકી કરતાં તમામ આરોપીઓ યુવાન છે. યુવાની સમય જ આ પ્રકારના મોટા ગુનાઓને અંજામ આપતા આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જોવાનું એ રહેશે કે હજુ દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે (Theft Crime in Banaskantha) કરવાનું બાકી છે. ત્યારે પોલીસ નાસતા ફરતા આરોપીઓ સુધી કેટલા સમયમાં પહોંચે છે.

રિકવર થેયલો મુદ્દામાલ

સોનાના દાગીના આશરે 2180 કિલોગ્રામ 94,32,600/-, રોકડ 12,43,500/-, પિસ્ટલ, કારતુસ, કાર મળી કુલ 1,09,86,400/-

આ પણ વાંચોઃ નવસારીના કબીલપોર GIDCની કંપનીમાંથી 18.99 લાખની ચોરી કરનાર ચોર ઝડપાયો

પકડાયેલ આરોપીઓ

(1) હાપુરામ ઉર્ફે હેપી કિશનલાલ વિશ્નોઇ (ડારા)
(2) જયપાલસિહ ઉર્ફે મહેન્દ્રસિંહ જબ્બર સિંહ ચૌહાણ (રાજપૂત)
(3) ભાવેશકુમાર ઉર્ફે જોન્સન પોપટજી સોલંકી માળી

નાસતા ફરતા આરોપીઓ

(1) સુરેશ ઉર્ફે ટોપી લાધુરામ ઢાકા (વિશ્નોઇ)
(2) પ્રવિણસિહ રાજેન્દ્રસિંહ ચૌહાણ
(3) ભજનલાલ મગારામ બેનીવાલ (વિશ્નોઇ)

આ પણ વાંચોઃ Incident of robbery in Banaskantha: અમદાવાદ છાપી હાઇવે પર ખાનગી હોટલ પર લૂંટ, બસ માંથી અજાણ્યા શખ્સો બેગ લઈ ફરાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.