ETV Bharat / state

PM MODI visited Ambaji temple : વડાપ્રધાન મોદીએ અંબાજીમાં મા ના આશિર્વાદ મેળવ્યા, લોકોએ કર્યું ભવ્ય સ્વાગત

author img

By PTI

Published : Oct 30, 2023, 12:16 PM IST

Updated : Oct 30, 2023, 12:23 PM IST

Etv Bharat
Etv Bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી અંબાજી ખાતે પહોચીને મા અંબાના મંદિરમાં શિશ ઝુકાવીને પૂજા-અર્ચના કરી માતાજીના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અંબાજીના રસ્તાઓ પર લોકોએ વડાપ્રઘાન મોદી ઉપર ફૂલોનો વરસાદ કરીને તેમને આવકાર્યા હતા. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા.

બનાસકાંઠા : અંબાજી નજીક ચિખલા હેલીપેડ ખાતે ​​​​​પીએમ મોદીએ ઉતરાણ કર્યું હતું. જ્યાથી તેઓ સડક માર્ગે તેમના કાફલા સાથે અંબાજી મંદિર જવા માટે રવાના થયા હતા. વડાપ્રધાને રોડ પર હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. નરેન્દ્ર મોદી મંદિર પહોંચતા મંદિરમાં આદિવાસી નૃત્ય અને આદિવાસી ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ગર્ભગૃહમાં પાવડી પૂજા કરીને અંબાજી મંદિરના માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

અંબાજી મંદિર પરિસરમાં વડાપ્રધાનનું સ્વાગત કરાયું : વડાપ્રધાનના સ્વાગત માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી ખાતે પહોંચ્યા હતા. તેઓ મંદિરના શક્તિદ્વાર પર વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વડાપ્રધાન મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો શક્તિદ્વાર પાસે પહોંચ્યા હતા.

  • જગતજનની મા અંબાના દર્શનાર્થે અંબાજી પધારી રહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને આવકારવા નગરજનોમાં અનેરો ઉત્સાહ.. pic.twitter.com/jv2QLKUTKw

    — BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે આજે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી મોદીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર પ્રતીભા જૈનએ તેમનું સ્વાગત કર્યું હતું.

  • ગુજરાતની પુણ્યભૂમિ પર ભવ્ય સ્વાગત...

    વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. pic.twitter.com/POp2EyO8uP

    — BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચુસ્ત પોલિસ બંધોબસ્ત ગોઠવાયો : અંબાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવ્યા બાદ ખેરાલુના ડભોડા સભાને સંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર ​​​​​મોદીના આગમનને લઈને અંબાજીમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આઈજી, એસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ સુરક્ષા પર નજર રાખી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના શક્તિદ્વારથી અંબાજી મંદિરમાં પ્રવેશ કરીને ત્યારબાદ માતાજીના દર્શન કર્યા હતા.

  1. PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 5941 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
  2. Reason behind heart attack : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાર્ટએટેક પાછળ કોવિડને જવાબદાર ગણાવ્યો, આ સર્વેમાં થયો ખુલાસો...
Last Updated :Oct 30, 2023, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.