ETV Bharat / state

હવે અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ

author img

By

Published : Mar 22, 2021, 4:18 PM IST

સાબરકાંઠાના શામળાજીમાં તાજેતરમાં જ ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારા શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, હવે બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં પણ આ નિયમ લાગુ કરાયો છે. પ્રસિદ્ધ તીર્થસ્થળ અંબાજીમાં પણ અંબાજી મંદિર ટ્રસ્ટે આવો નિર્ણય કર્યો છે. હવે અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને શ્રધ્ધાળુઓ નહીં આવી શકે. આ અંગે બોર્ડ મંદિરના પ્રવેશદ્વાર પર લગાવી દેવાયા છે.

હવે અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ
હવે અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ

  • ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારને અંબાજી મંદિરમાં પ્રવેશ નહીં મળે
  • મંદિરના પ્રવેશદ્વારો ઉપર બોર્ડ લગાવી દેવાયા
  • ભારતિય સંસ્કૃતિ અને તેની ગરીમા જળવાઈ રહે એ હેતુથી આ નિર્ણય લેવાયો

આ પણ વાંચોઃ હવે શામળાજી વિષ્ણુ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ

બનાસકાંઠાઃ વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં વર્ષે દહાડે લાખો શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં શિશ નમાવવા હોય છે. જોકે, ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને મંદિરની ગરીમા જળવાઈ રહે એ હેતુથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરનારને હવે પ્રવેશ નહીં મળે. અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર પ્રવેશ નહીં મળે તેવા બોર્ડ મંદિરના તમામ પ્રવેશદ્વારો પર લગાવી દેવાયા છે. જોકે ભારતીય સંસ્કૃતિ અને તેની ગરીમા જળવાઈ રહે એ હેતુથી આ નિર્ણય લેવાયો છે. જોકે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદારે જણાવ્યું હતું કે, આ નિયમ અગાઉથી જ લાગુ કરાયેલો છે પણ તેના બોર્ડ જૂના થઈ જતા શ્રદ્ધાળુઓને નજરે પડે તે રીતે ફરી લગાવવામાં આવ્યા છે અને ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારા શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ નહીં અપાય.

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકામાં માંસ, મટન, ચિકન જેવી ચીજો પર પ્રતિબંધ મૂકવાની માગ કરાઈ
ટ્રસ્ટના આદેશનું પાલન કડકપણે કરાશે

આ બાબતને લઈ મંદિરના પ્રવેશદ્વારો ઉપર ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓને પણ સતર્ક કરી દેવાયા છે ને તેઓ પણ ટ્રસ્ટના આદેશનું પાલન કડકપણે કરાશે. અંબાજી મંદિરના આ નિર્ણયને લઈ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓ આવકારી રહ્યા છે અને અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓએ પોતે પણ ગરીમા જાળવવી જોઈએ અને ફરવાના સ્થળે ટૂંકા વસ્ત્રો પહેરશે તો ચાલશે પણ ધાર્મિક સ્થળો ઉપર ભારતીય સંસ્કૃતિને અનુસરીને જ વસ્ત્રો પરીદાન કરવા જોઈએ. મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશવાથી મંદિરની ગરીમા જળવાતી નથી ભારતીય સંસ્કૃતિનું આ પતન હોય તેવું મનાય છે.


શ્રધ્ધાળુઓ આ નિર્ણયને સરાહનીય ગણાવી રહ્યા છે

અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ ન મળવાના નિર્ણયને શ્રદ્ધાળુએ પણ સરાહનીય ગણાવ્યો છે. જે પ્રકારે અંબાજી મંદિરમાં લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરે છે અને મંદિરની ગરીમાં જળવાઇ રહે તે હેતુથી આ નિર્ણયને શ્રધ્ધાળુઓ પણ સરાહનીય ગણાવી રહ્યા છે સાથે નિયમનો કડકાઈ થી અમલ કરવા પણ માગ કરાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.