ETV Bharat / state

પાલનપુરમાં મોટાભાગના વેપારીઓએ સ્વૈચ્છીક રીતે વેપાર ધંધા બંધ રાખ્યા

author img

By

Published : Apr 11, 2021, 10:11 AM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં 20 દિવસોથી કોરોનાનું સંક્રમણ વધતાં દરરોજ મોટી કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. જેને અટકાવવા પાલનપુર પાલીકા સાથે વેપારીઓએ એક અઠવાડિયા અગાઉ મિટિંગ કર્યા બાદ બે દિવસ ધંધા રોજગાર બંધ રાખવા નિર્ણય કર્યો હતો. જે હેઠળ 10 એપ્રિલ અને 11 એપ્રિલ એમ બે દિવસ પાલનપુરની બજારો બંધ રહેશે. જે હેઠળ પાલનપુરની મોટાભાગની દુકાનો બંધ રહેલી જોવા મળી હતી.

પાલનપુર
પાલનપુર

  • મોટાભાગના વેપારીઓએ બંધને આપ્યુ સમર્થન
  • કોરોના સંક્રમણ વધતાં પાલનપુર પાલિકાએ વેપારીઓને કરી હતી વિનંતી
  • રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહી

બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લાં 20 દિવસોથી કોરોનાની બીજી લહેર પ્રસરતાં જિલ્લાના 400 જેટલાં વ્યક્તિઓ કોરોનામાં સપડાઈ ચૂક્યાં છે, શનિવારે માત્ર એક જ દિવસમાં જિલ્લામાં 74 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં પાલનપુર તાલુકાના જ 46 કેસો સામે આવ્યાં હતાં. કોરોનાની આ વકરતી સ્થિતિને પહોંચી વળવા શનિવાર તેમજ રવિવાર એમ બે દિવસ સુધી પાલનપુરના વેપારીઓએ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને લીધે શહેરની મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી.

પાલનપુરમાં વેપારીઓનું સ્વૈચ્છીક લોકડાઉન

આ પણ વાંચો:સુરતના કડોદ અને માંડવીમાં બપોર પછી સ્વૈચ્છીક લોકડાઉન

રોજ કમાઈ રોજ ખાનાર અટવાયા

પાલનપુર વેપારી એસોશિએશન નગરપાલિકાની વિનંતીને માન આપી સ્વૈચ્છીક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જોકે આ બંધથી પાથરણા લગાવનાર શ્રમિક વેપારીઓની મુશ્કેલી વધી છે. કારણ કે, દરરોજ છૂટક વેચાણ કરી પરિવારની આજીવિકા ચલાવનાર લોકોના ધંધા બે દિવસ બંધ રહેવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચો:કોરોના વાઇરસના અનુસંધાને વંથલીના ટીકર ગામમાં 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

સ્વૈચ્છીક બંધ હોવાથી કોઈ દુકાન બંધ કરાવવા નીકળ્યું નહિ

કોરોનાની ચેઈનને તોડવા વેપારીઓએ સ્વૈચ્છીક બંધ પાળ્યું હોવાથી કોઈ પણ દુકાનો બંધ કરાવવા નીકળ્યું ન હતું. તેમ છતાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સિવાય તમામ વેપાર ધંધા મોટેભાગે બંધ રખાયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.