ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓના ઓક્સિજન માટે ધારાસભ્યએ આપ્યું દાન

author img

By

Published : Apr 23, 2021, 9:20 PM IST

બનાસકાંઠા જિલ્લામાં હાલમાં વધતા જતા કોરોના વાયરસના કેસને કારણે સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજનની પડી રહી છે, ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં ધારાસભ્ય દ્વારા દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે દાન આપવામાં આવી રહ્યું છે.

બનાસકાંઠા
બનાસકાંઠા

  • બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોનાવાયરસના દર્દીઓના કારણે ઓક્સિજનની અછત
  • ઓક્સિજનની અછતથી બનાસકાંઠા જિલ્લામાં અનેક દર્દીઓના મોત
  • વાવના ધારાસભ્ય દર્દીઓની ઓક્સિજન મળી રહે તે માટે દાન આપ્યું
  • થરાદના આગેવાનોના ફાળાથી થરાદમાં બાર લાખના ખર્ચે 100 બોટલ ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી

બનાસકાંઠા: જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, લોકોમાં વધેલા સંક્રમણના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકાઓમાં 300થી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે. સતત વધતા જતા કોરોનાવાયરસના કેસના કારણે હાલમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો પણ કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે. જેને કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે. અત્યાર સુધી ઓક્સિજનની અછતના કારણે અનેક દર્દીઓના મોત પણ નિપજ્યા છે. ત્યારે હવે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે બનાસકાંઠા જિલ્લામાં ધારાસભ્યો દ્વારા દાન આપવામાં આવી રહ્યું છે.

બનાસકાંઠા

આ પણ વાંચો:જામનગરમાં ઓક્સિજનની અછત દૂર કરવા જૈન સમાજ આવ્યો આગળ

વાવના ધારાસભ્યએ દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે દાન આપ્યું

શહેરી વિસ્તારોની સાથે સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધતા હવે આરોગ્યની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતાં ઓક્સિજનની ભારે અછત સર્જાઇ રહી છે. જેને પગલે આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઓક્સિજન ખરીદવા માટે 51 હજાર રૂપિયાનું દાન આપ્યું હતું અને લોકોને પણ અપીલ કરી છે કે, ભાભરમાં ઓક્સિજનનો જથ્થો અપૂરતો હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં વેપારીઓ સહિત ગામના આગેવાનો આ સંકટની ઘડીમાં આગળ આવી દાન આપે જેથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ઓક્સિજનનો જથ્થો લાવીને તેની સારવાર કરી શકાય.

થરાદમાં ઓક્સિજનની 100 બોટલોની માગ

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત સમાજના આગેવાનોએ ચર્ચા વિચારણા કરી હતી. હાલ થરાદમાં લોકો ઓક્સિજનની અછતથી મૃત્યુ પામી રહ્યા છે, ત્યારે ‌થરાદમાં ઓક્સિજનની જરૂર હોવાથી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે દરેક સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે, લોકોના જીવ બચાવવા ખુબ જરૂરી છે. ત્યારે થરાદના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, થરાદ ખાતે ઓક્સિજનની 100 બોટલો લાવવી જરૂરી છે અને એક બોટલના 12,000 પ્રમાણે 12 લાખની જરૂર હતી ત્યારે થરાદમાં ફરી માનવતા જાગી હતી અને લોકોએ 12 લાખથી વધારે ફાળો એકઠો કર્યો હતો. થરાદ તાલુકાના કોંગ્રેસના આગેવાનો દ્વારા ઓક્સિજનના બાટલાનું બીડુ ઉપાડયુ છે.

આ પણ વાંચો:વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સેન્ટ્રરલાઈઝ ઓક્સિજન સેવાનું આયોજન કરાયું

70થી વઘુ દાતાઓ આ કાર્યમાં સહભાગી બન્યા

થરાદની જનતાની સતત ચિંતા કરી અને આ યુવા આગેવાનો દ્વારા થરાદની જનતા માટે લોકફાળો કરી ઓક્સિજનના બાટલા ખરીદવાનો વિચાર અમલમાં મૂકયો છે અને એમા મોટા ભાગે સફળતા મળી છે. 70 થી વઘુ દાતાઓ આ કાર્યમાં સહભાગી બન્યા છે, એક બાટલાની કિંમત 12,000 થાય છે. આવા કપરા સમયમાં કોરોનાને લીધે આપણા કેટલાય સ્વજનોએ એમના જીવ ગુમાવ્યા છે, જેનું મુખ્ય કારણ ઓક્સિજન છે જે હાલમાં આ સરકાર દ્વારા પુરો પાડવામાં આવતો નથી. પરંતુ સૌની મદદથી થરાદ તાલુકાના દરેક વ્યક્તિને ઓક્સિજનની જરૂર છે તેમને ઓક્સિજન મળી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.