ETV Bharat / state

ડીસામાં પ્રતિબંધિત વન્યપ્રાણીઓના અવશેષો વેચતો શખ્સ ઝડપાયો

author img

By

Published : Dec 18, 2022, 4:22 PM IST

બનાસકાંઠાના ડીસામાં ગાંધી ચોક વિસ્તારમાંથી વન વિભાગની ટીમે 34 જાતના વન્ય પ્રાણીઓના મૃગ અવશેષો(forest department recovered the remains of animals) જપ્ત કર્યા છે. આરોપીની (Man caught selling remains of banned wild animals) અટકાયત કરી ડીસાની ચીફ જુલિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો છે.

વન્યપ્રાણીઓના અવશેષો વેચતો શખ્સ ઝડપાયો
વન્યપ્રાણીઓના અવશેષો વેચતો શખ્સ ઝડપાયો

Man caught selling remains of banned wild animals

બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસામાં ગાંધી ચોક વિસ્તારમાંથી વન સંરક્ષણ હેઠળ આવતી પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ(Sale of prohibited goods in disa) થતું હોવાની ઘટના સામે આવી(Man caught selling remains of banned wild animals) છે. જેમાં વન વિભાગની ટીમે વેપારી પાસેથી વાઘ-સિંહના નખ, દાંત, શાહુડીના પીંછા, શિયાળના આંતરડા સહિત 34 જાતના વન્ય પ્રાણીઓના મૃગ અવશેષો(forest department recovered the remains of animals) જપ્ત કર્યા છે. વેપારીની અટકાયત કરી તેને રિમાન્ડ અર્થે ડીસા કોર્ટમાં રજૂ કર્યો હતો.

વન્યપ્રાણી અવશેષો સાથે આરોપી ઝડપાયો
વન્યપ્રાણી અવશેષો સાથે આરોપી ઝડપાયો

આ પણ વાંચો કાગળ પર કંપની બનાવી સરકારને લાખોનો ચુનો ચોપડ્યો

વન્યપ્રાણી અવશેષો સાથે આરોપી ઝડપાયો: બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં અત્યાર સુધી અનેક ડુપ્લીકેટ વસ્તુઓનું વેચાણ થતું હતું અને જિલ્લામાં સૌથી વધુ ડુબલીકેટ વસ્તુઓ પણ ડીસામાંથી ઝડપાય(Man caught selling remains of banned wild animals) છે. હવે ડીસામાંથી વન્ય પ્રાણીઓના અવશેષો પણ વેપારીઓ પાસેથી મળી આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તાંત્રિક વિધિના હેતુસર જંગલી પ્રાણીઓના શારીરિક અવશેષોનું વેચાણ થતું હોવાની વાત બનાસકાંઠા વન વિભાગના અધિકારીઓને મળી હતી. જેના આધારે જિલ્લાના મદદનીશ વન સંરક્ષક ભરત ચૌધરી ,આરએફઓ એલ ડી રાતડા અને મુકેશ માળી સહિતની ટીમે વોચ ગોઠવતા ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં એક શખ્સ જંગલી પ્રાણીઓના મૃગ અવશેષ વેચતો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમે તેને ઝડપી લીધો (Man caught selling remains of banned wild animals) હતો. ઝડપાયેલ શખ્સ અર્જુન દિનેશચંદ્ર મોદી પાસેથી વન વિભાગની ટીમે વાઘ અને સિંહના નખ તેમજ દાંત, શાહુડી ના પીંછા, શિયાળના આંતરડા સહિત શિડ્યુલ વનમાં આવતા પ્રતિબંધિત વન્યજીવોના 34 જાતના મૃગ અવશેષ જપ્ત કર્યાforest department recovered the remains of animals) હતા.

પ્રતિબંધિત વન્યજીવોના અવશેષો મળ્યાઃ
પ્રતિબંધિત વન્યજીવોના અવશેષો મળ્યાઃ

પ્રતિબંધિત વન્યજીવોના અવશેષો મળ્યાઃ આ અંગે મદદનીશ વન સંરક્ષક ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે, ડીસામાં એક શખ્સ વન્ય જીવ સંરક્ષણ એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓ વેચતો હોવાની બાતમીના આધારે તપાસ કરી અર્જુન દિનેશચંદ્ર મોદીને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી 34 પ્રકારના અલગ અલગ વન્યજીવોના મૃગાવશેષ તેમજ પ્રતિબંધિત વનસ્પતિઓના અવશેષો મળી આવતા તેની અટકાયત કરી ડીસાની ચીફ જુલિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યોforest department recovered the remains of animals) છે.

આ પણ વાંચો પ્રિન્સિપાલની પ્રેમલીલાનો વીડિયો વાયરલ, વાલીઓનો રોષ સાતમા આસમાને

વન વિભાગે આગળની તપાસ હાથ ધરી: બનાસકાંઠા જિલ્લામાં આટલા અલગ-અલગ 34 પ્રકારના વન્યપ્રાણીઓના મૃગયાચિન્હો વેચવાની ઘટના પ્રથમ વાર બની છે. જેથી વન વિભાગની ટીમ આ આરોપી કોની પાસેથી લાવતો હતો અને અત્યાર સુધી કેટલા ગ્રાહકોને કેટલી માત્રામાં વેચ્યા છે તે અંગે પણ તપાસ ચલાવી રહીforest department recovered the remains of animals) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.