ETV Bharat / state

Navratri 2023: મા અંબાના ધામમાં નવરાત્રીની આઠમ નિમિત્તે મહાયજ્ઞ યોજાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2023, 9:15 PM IST

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિની આઠમ નિમિત્તે દાંતાના દરબાર રાજવી પરિવાર દ્વારા માતાજીની આરાધના કર્યા બાદ મંદિરમાં મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. કોઈપણ નવરાત્રિની સપ્તમી, અષ્ટમી કે નવમી તિથિની પૂજાનું ઘણું મહત્વ છે. આ દિવસે લોકો સંપૂર્ણ વિધિથી પૂજા કરે છે.

mahayagna-was-held-on-the-atham-of-navratri-occasion-of-navratri-at-maa-ambas-shrine
mahayagna-was-held-on-the-atham-of-navratri-occasion-of-navratri-at-maa-ambas-shrine

આઠમ નિમિત્તે મહાયજ્ઞ યોજાયો

અંબાજી: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રી નિમિત્તે નવ દિવસ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેમાં મા અંબાના ચરણોમાં એટલે કે ચાર ચાર ચોકમાં નવ દિવસ સુધી માના ગુણગાન ગાવવામાં આવે છે અને નવરાત્રી રમવામાં આવે છે. નવરાત્રિની આઠમના દીવસે માતાજીના સાનિધ્યમાં હવનનુ વિશેષ મહત્વ રહેલું છે જેમાં અંબાજી મંદિરને વંશપરંપરાગત રીતે જેવી રીતે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે.

મહાયજ્ઞ યોજાયો: આ વખતે પણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાંતાના દરબાર રાજવી પરિવારને મંદિરના વહીવટદાર અને ભટ્ટજી મહારાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજવી પરિવાર મા અંબાના ધામમાં યજ્ઞ કરવા માટે પહોંચ્યા હતા. અંબાજી વહીવટી શાખા અને ભટજી મહારાજ દ્વારા આ રાજવી પરિવારનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આઠમના નિમિત્તે જે અંબાજી ચાચર ચોકમાં જે યજ્ઞનું મહા આયોજન કરવામાં આવ્યું હતું.

માઈ ભક્તોનું ઘોડાપૂર: અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું મા અંબાનું ધામ એટલે શક્તિ ભક્તિની આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. અહીં દેશ વિદેશથી ભક્તો માના દર્શન કરવા માટે આવતા હોય છે જેમાં પણ નવરાત્રી પર્વનું હિન્દુ ધર્મમાં કંઈક અલગ જ વિશેષ મહત્વ રહેલું છે ત્યારે મા અંબાના ધામમાં દૂર દૂરથી માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી હતું ત્યારે આ નવરાત્રી નિમિત્તે આઠમના દિવસે મા અંબાના ધામને રંગબેરંગી ફૂલોથી પણ શણગારવામાં આવ્યું હતું.

હવનનું શું મહત્વ છે?: કોઈપણ નવરાત્રિની સપ્તમી, અષ્ટમી કે નવમી તિથિની પૂજાનું ઘણું મહત્વ છે. આ દિવસે લોકો સંપૂર્ણ વિધિથી પૂજા કરે છે. સામાન્ય રીતે નવમી તિથિ પર હવન સાથે પૂજા સમાપ્ત થાય છે. હિંદુ માન્યતાઓ અનુસાર ચૈત્ર કે શારદીય નવરાત્રિ દરમિયાન હવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હવન પછી જ તમારી નવરાત્રિની પૂજા પૂર્ણ થાય છે અને તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. નવરાત્રિ દરમિયાન હવન કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ઘરની સુખ-સમૃદ્ધિ અને કોઈપણ નકારાત્મક શક્તિથી બચવા માટે નવરાત્રિ દરમિયાન હવન કરવું જરૂરી માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે નવરાત્રિ દરમિયાન હવન કરો છો તો તેનાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ઘણી વખત એવું બને છે કે મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળતી. આવી સ્થિતિમાં જો તમે યોગ્ય અનુષ્ઠાન સાથે હવન કરો છો, તો તમને ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે છે અને તમારી આર્થિક સમસ્યાઓનો પણ અંત આવે છે. આ સાથે હવન કરવાથી ઘરમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહે છે અને હવન દરમિયાન કેરીના લાકડાનો ઉપયોગ કરવાથી આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે.

  1. Navratri 2023: અમદાવાદની પોળોમાં આજે પણ શેરી-ગરબાની વર્ષોની પરંપરા અકબંધ, ક્લબ અને પાર્ટી પ્લોટના ગરબાને બદલે પોળોમાં રમવાનું પસંદ કરતા યુવાઓ
  2. CGA Group Navratri 2023 : હૈદરાબાદમાં નવરાત્રી દરમિયાન CGA ગ્રુપ દ્વારા સ્વસ્તિક આરતી કરવામાં આવી, મોટી સંખ્યામાં લોકોએ માં ના લિધા આશિર્વાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.