ETV Bharat / state

Banaskantha News: ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

author img

By

Published : Apr 29, 2023, 10:24 AM IST

ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. જેમાં ડીસા શહેરમાં રખડતા પશુઓ અને ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે તેની રજૂઆત કરી હતી.

ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું
ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

બનાસકાંઠા: હર્ષ સંઘવીએ તેમના જન્મદિવસના દિવસે હૂંકાર કર્યો હતો. જેમાં કહ્યું હતું કે, 100 દિવસમાં વ્યાજખોરીમાંથી મુક્તિ જ સરકારનું મિશન, તમામ સિનિયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે. હા, પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે. પરંતુ આ 100 દિવસનું વચન પૂરું ના થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું, તેનો 4 મહિનાથી વધુ સમય થઇ ગયો છે. પોલીસ પોતાનું કાર્ય ઇમાનદારીથી કરી રહી છે. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. જેમાં ડીસા શહેરમાં રખડતા પશુઓ અને ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે. તેની રજૂઆત કરી હતી.

લોકદરબારમાં ઉપસ્થિત: ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં લોક દરબાર હતો. જેમાં ડીસા પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા સહિત પોલીસ સ્ટાફ નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને સ્થાનિક લોકો આ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આજે યોજાયેલા આ લોક દરબારનો ખાસ હેતુ ડીસા શહેરમાં પડતી મુશ્કેલીઓનું નિવારણ માટે યોજાયો હતો. યોજાયેલા આ લોક દરબારમાં ડીસાના સ્થાનિક લોકો વિવિધ પ્રશ્નોને લઇ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં ખાસ ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓના કારણે અનેક લોકો અડફેટે આવ્યા છે.

આ પણ વાંચો Banaskantha News : ચોમાસાની આગોતરી તૈયારીઓ માટે કલેક્ટરની બેઠક, જરૂરી પગલાઓને લઈને આપી સૂચના

મુશ્કેલીઓની રજૂઆત: આ બાબતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોને પડતી મુશ્કેલી તેમને રજૂઆતો કરી હતી. ટ્રાફિકના સોલ્યુશન માટે કોઈ જગ્યાએ ટ્રાફિક પોઇન્ટ મૂકવો તો કોઈ જગ્યાએ સિગ્નલ લગાવવા જેવા અનેક પ્રશ્નો નિવારવા માટે વાત કરવામાં આવી હતી. ડીસામાં રખડતા પશુઓના કારણે ઘણી વખત અકસ્માત સર્જાય છે. તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. આમ આપણે ડીસામાં પેટ્રોલિંગ અને તમામ કામગીરી સારી રીતે કરી શકીશું.

આ પણ વાંચો Banaskantha News : લાઈવલી હુડ અને વોટરશેડમાં 65 લાખના કૌભાંડનો MLA જીગ્નેશ મેવાણીનો આક્ષેપ

મોટો પ્રશ્ન: રખડતા પુશઓને કારણે કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે. તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ આવે તે માટે જિલ્લા પોલીસવડા અને સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી. બીજી તરફ ડીસા શહેરમાં સૌથી મોટો પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે. તેમાં વળી હાલમાં લગ્નની સિઝન હોવાના કારણે લોકો મોટી સંખ્યામાં બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. જેના કારણે જ્યાં ત્યાં પોતાના વાહનો પાર્ક કરી જતા રહે છે. જેના કારણે કલાકો સુધી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ ટ્રાફિક સમસ્યાના કારણે સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તે સિવાય પણ ડીસાના બગીચા સર્કલ પાસે પણ અનેકવાર મોટા એવી વાહનોના ખડકલાના કારણે કલાકો સુધી નાના વાહન ચાલુ કોઈ ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.