ETV Bharat / state

જાણો, બનાસકાંઠામાં કેમ કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે

author img

By

Published : Sep 2, 2021, 6:37 PM IST

ગુજરાત સરકાર દ્વારા નાના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સતત પરિવારની લાપરવાહીના કારણે હાલમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

કુપોષિત બાળકો
કુપોષિત બાળકો

  • બનાસકાંઠા જિલ્લામાં નાના બાળકોમાં કુપોષણની સંખ્યામાં વધારો
  • સૌથી વધુ કુપોષિત બાળકોની સંખ્યા આદિવાસી વિસ્તારમાં જોવા મળી
  • માતા-પિતાની ભૂલના કારણે કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો

બનાસકાંઠા- ગુજરાતમાં નાના બાળકોને કુપોષણની બીમારીથી બચાવવા માટે સરકાર દ્વારા વર્ષે લાખો, કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આજે પણ સરહદી બનાસકાંઠા જિલ્લામાં કુપોષણની માત્રામાં ઘટાડો થવાના બદલે સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં છેલ્લા એક વર્ષમાં કુપોષણની સંખ્યામાં ચાર ગણાનો ચોંકાવનારો વધારો થવા પામ્યો છે.

કુપોષિત બાળકો

5692 બાળકો તો અતિ કુપોષણ હેઠળ પીડાઇ રહ્યા છે

બનાસકાંઠામાં ગત વર્ષે 6366 બાળકો કુપોષિત નોંધાયા હતા. જેની સામે ચાલુ વર્ષે 23952 બાળકો કુપોષિત નોંધાયા છે. જેમાં 5692 બાળકો તો અતિ કુપોષણ હેઠળ પીડાઇ રહ્યા છે. જેમાં દૂધ સંજીવની યોજના ધરાવતા દાંતા તાલુકામાં સૌથી વધુ 1379 બાળકો કુપોષણગ્રસ્ત હોવાના આંકડા નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં સતત કુપોષણ બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત કુપોષિત બાળકો ધરાવતા વિસ્તારોમાં મુલાકાત કરવામાં આવતી હોવા છતાં મહિલાઓ સમયસર આરોગ્ય વિભાગની સુવિધા લેતી નથી. જેના કારણે સતત કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

આદિવાસી વિસ્તારમાં કુપોષણ બાળકોની સંખ્યામાં વધારો

નાના બાળકોની આરોગ્ય સુખાકારી માટે અને તેમને કુપોષણથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના પાછળ વર્ષે દહાડે લાખો, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં જવાબદાર તંત્રની ક્યાંક ઉણપને લઈ બનાસકાંઠામાં કુપોષણનું દુષણ ટળવાનું નામ લેતું નથી. જેમાં વનવાસી અને સરહદી વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં અનેક બાળકો કુપોષણમાં પીડાઈ રહ્યા છે.

કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો
કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો

બાળકોને કુપોષિત બનાવવા માટે અન્નપ્રાશન દિવસની ઉજવણી કરાય છે

બાળકોનો વિકાસ રુંધતી કુપોષણની બીમારી સામે બાળકોને સુરક્ષા કવચ પુરું પાડવા માટે સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે તેમજ બાળકોને કુપોષિત બનાવવા માટે અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને છ થી નવ માસના બાળકોને રાબ અને શીરો અપાય છે તેમજ આંગણવાડીઓમાં બાળકોને ગરમ નાસ્તો, ભોજન અને ફ્રુટ તેમજ દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ આપવામાં આવે છે તેમજ સગર્ભા અને ધારી માતાઓને 200 એમ.એલ. દૂધ અતિ ઓછા વજનવાળા બાળકોને ઘરે જઈ કેલેરી પ્રોટીન સભર લાડુ આપવા સહિતના અનેક પોષણક્ષમ લાભો આપવામાં આવે છે.

મોટાભાગની મહિલાઓ વ્યસન કરતી હોવાના કારણે કુપોષિત બાળકો જન્મ લે છે

ખાસ કરીને બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર ગણાતા દાતા, અમીરગઢ વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત આ વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે વધુમાં વધુ તેમને સરકારી સહાય આપવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાના કારણે અને મોટાભાગની મહિલાઓ વ્યસન કરતી હોવાના કારણે સતત કુપોષિત બાળકો જન્મ લે છે તો બીજી તરફ સમયસર જન્મતાની સાથે જ આ વિસ્તારની મહિલાઓ પોતાના બાળકોને દૂધ ન આપતી હોવાના કારણે સતત કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

કુપોષિત બાળકો
કુપોષિત બાળકો

દાંતા વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો

બનાસકાંઠામાં ગત વર્ષે 3666 બાળકો કુપોષિત નોંધાયા હતા. જેની સામે ચાલુ વર્ષે 23.952 બાળકો કુપોષિત હોવાના ચોંકાવનારા આંકડા નોંધાયા છે. જેમાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ રોકવા માટે સરકાર દ્વારા જે વિસ્તારમાં દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવી રહી છે તેવા વનવાસી વિસ્તાર ધરાવતા દાંતા તાલુકામાં સૌથી વધુ 1379 બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે દિયોદર તાલુકામાં સૌથી ઓછા 81 બાળકો કુપોષિત હોવાનું નોંધાયું છે.

કુપોષણની બીમારી માસુમ બાળકો માટે શ્રાપ સમાન બની રહી છે

જો કે, બનાસકાંઠા જિલ્લામાં કુપોષણની બીમારી માસુમ બાળકો માટે શ્રાપ સમાન બની રહી છે, ત્યારે બાળકોના વિકાસને રુંધતા કુપોષણને ડામવા માટે સરકાર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવે તો કુપોષણગ્રસ્ત બાળકોની જિંદગી સવરી શકે તેમ છે.

તંદુરસ્ત અથવા કુપોષિત કોને કહેવાય ?

બાળકોની પોષણક્ષમતા માપવાનો પ્રયાસ દર મહિને આંગણવાડીઓમાં કરવામાં આવે છે. જે બાળકોનું વજન માપસર હોય, માદંગી ન હોય તેને તંદુરસ્ત બાળક કહેવાય છે. જે બાળકનું વજન થોડું ઓછું હોય, પુરક પોષણની જરૂર હોય તેને કુપોષિત કહેવાય છે તથા જે બાળકનું વજન ખુબ જ ઓછું હોય, રોગથી પીડાતા હોય, અપંગ હોય, ગંભીર બીમારી હોય વગેરેને અતિ કુપોષિત બાળક ઠરાવવામાં આવે છે.

તાલુકા પ્રમાણે અતિકુપોષિત બાળકોના આંકડા

તાલુકો કુપોષિત બાળકો
દાંતા 1379
વડગામ 568
પાલનપુર 667
અમીરગઢ508
દાંતીવાડા 248
ડીસા 492
ધાનેરા 330
લાખણી 98
કાંકરેજ501
થરાદ 435
વાવ143
સુઇગામ84
દિયોદર81
ભાભર159
કુલ 5393

જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશ હરિયાણીએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ગત વર્ષ કરતાં આ વર્ષે સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠાના આદિવાસી વિસ્તારોમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં મોટાભાગના લોકો પોતાના પશુઓનું દૂધ ડેરીમાં આપી રહ્યા છે, તેના કારણે બાળકોને શુદ્ધ દૂધ મળતું નથી તો આ તરફ આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ વ્યસન કરતી હોવાના કારણે સતત નાના બાળકોમાં કુપોષણની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

આદિવાસી વિસ્તારોમાં મોટાભાગના લોકો સરકારી લાભ લેવા આવતા નથી

જિલ્લામાં આરોગ્ય વિભાગ અને આંગણવાડી બહેનો દ્વારા સતત મહિલાઓને વધુમાં વધુ સરકારી લાભો મળે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આજે પણ આદિવાસી વિસ્તારોમાં મોટાભાગના લોકો સરકારી લાભ લેવા આવતા નથી. જેના કારણે પણ સતત કુપોષણ બાળકોની સંખ્યામાં વધારો જોવા મળી રહેશે. આ વર્ષે કુપોષણની સંખ્યામાં વધારો થતાં તેની સંખ્યામાં ઘટાડો થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ લોકોનો સંપર્ક કરી તેને ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.