ETV Bharat / state

યુવતીના અપહરણ મામલે માતા-પિતાએ કલેક્ટર કચેરી નજીક આત્મહત્યાનો કર્યો પ્રયાસ

author img

By

Published : Feb 20, 2021, 3:58 PM IST

જિલ્લામાં હત્યા, લૂંટ, દુષ્કર્મ, અપહરણ જેવા ગંભીર અપરાધોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. આવોજ ઘટના વડગામ તાલુકામાં પણ બની હતી. જેમાં એક યુવતીના અપહરણનો એક મહિનો વીત્યો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરાતાં આજે દીકરીના માતા-પિતાએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે,પોલીસે બન્નેની અટકાયત કરી મામલાને ઉકેલવા પ્રયાસ હાથ ધર્યો હતો.

બનાસકાંઠા
બનાસકાંઠા

  • વડગામના પરખડી ગામની ઘટના
  • એક મહિના અગાઉ ગામમાંથી દીકરીનું થયું હતું અપહરણ
  • યુવતીની માતાએ વડગામ પોલીસમથકે નોંધાવી હતી ફરિયાદ

બનાસકાંઠાઃ જિલ્લામાં હત્યા, લૂંટ, દુષ્કર્મ, અપહરણ જેવા ગંભીર અપરાધોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે.આવા ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસની નિષ્ક્રિયતા પણ ઉડીને આંખે વળગી રહી છે. વડગામ તાલુકામાં એક દીકરીના અપહરણનો એક મહિનો વીત્યો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરાતાં આજે દીકરીના માતા-પિતાએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે બન્નેની અટકાયત કરી મામલાને ઉકેલવા પ્રયાસ હાથ ધર્યો હતો.

વડગામમાં યુવતીના અપહરણની બની હતી ઘટના

સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો, વડગામ તાલુકાના પરખડી ગામે રહેતાં રમીલાબેન ચન્દ્રકાંતભાઈ રાવળને પાંચ સંતાનો છે. જેમાંથી મોટી દીકરી 20 જાન્યુઆરીના રોજ ઘરેથી બહાર ગઇ હતી પરંતુ આરોપી રાણા અરવિંદભાઈ વખતસિંહ આ દીકરીનું બદ ઈરાદાથી અપહરણ કરી ભાગી છૂટ્યો હતો. આ અંગે યુવતીની માતા રમીલાબેને વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાને એક મહિના જેટલો સમય વીત્યો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓને પોલીસ પકડી શકી નથી.

યુવતીના અપહરણ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પોલીસ દ્વારા યોગ્ય પ્રત્યુતર પણ મળતો નથી, તેમજ આરોપીઓ પણ વારંવાર ફરિયાદીને ધમકીઓ આપતાં હોવાથી ફરિયાદી રમીલાબેને બે દિવસ અગાઉ જોલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, યુવતીને જો દિવસમાં પરત નહિ લાવવામાં આવે તો યુવતીના માતા પિતા કલેક્ટર કચેરી બહાર જ આત્મહત્યા કરશે પરંતુ આ આવેદનપત્ર અપાયા બાદ પણ કોઈ જ કાર્યવાહી નહિ થતાં આજે યુવતીની માતા રમીલાબેન અને તેના પિતા ચંદ્રકાન્તભાઈ જિલ્લા કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતા અને કેરોસીન છટવાનો પ્રયાસ કરતાં જ હાજર પોલીસકર્મીઓએ બન્નેને પકડી લઈ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લાવી આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો. તેમજ અપહરણનો કેસ સોલ્વ કરવાની પણ જિલ્લા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.