ETV Bharat / state

Gram Hat locked Ambaji: અંબાજીમાં તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ હાટના તાળા તોળી નાખ્યા

author img

By

Published : Jan 12, 2022, 11:33 AM IST

બનાસકાંઠાના અંબાજીમાં તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ હાટને તાળા મારી (Gram Hat in Ambaji was locked) દીધા હતા. કારણ કે, અંબાજી ગ્રામ પંચાયતે આદિવાસી લોકોને સ્વરોજગારી મળે તે હેતુથી ગ્રામહાટનું નિર્માણ કર્યું હતું, પરંતુ આ પહેલા તાલુકા પંચાયતના અધિકારીઓએ (Demand for Taluka Panchayat Gram Hat) આ બિલ્ડિંગની માગ કરી હતી, જેને ગ્રામ પંચાયતની બોડીએ નકારી કાઢી હતી.

Gram Hat in Ambaji was locked: અંબાજીમાં તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ હાટના તાળા તોળી નાખ્યા
Gram Hat in Ambaji was locked: અંબાજીમાં તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ હાટના તાળા તોળી નાખ્યા

અંબાજીઃ ગ્રામ પંચાયતે શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશનની (Gram Hat under Shyamaprasad Mukherjee Rurban Mission) ગ્રાન્ટના લાખો રૂપિયાના ખર્ચે ગ્રામહાટનું બિલ્ડીંગ ઊભું કર્યું હતું. આદિવાસી લોકો સ્વરોજગારી મેળવે તે હેતુથી આ ગ્રામહાટનું નિર્માણ (Gram Hat for tribals in Ambaji) કરવામાં આવ્યું હતું, જેને ગઈકાલે સાંજે તાલુકા વિકાસ અધીકારીએ તેમનાં કર્મચારીઓ દ્વારા આ ગ્રામહાટને તાળા મારી દીધા હતા.

તાલુકા વિકાસ અધિકારીએ બિલ્ડીંગમાં દુકાનોના તાળા તોડ્યા

આ પણ વાંચો- GST Hike on Surat Textiles: પરત લેવામાં ન આવે તો ખાતાને તાળા મારવા પડશે

તાલુકા વિકાસ અધિકારીએ બિલ્ડીંગમાં દુકાનોના તાળા તોડ્યા

અંબાજી ગ્રામ પંચાયતે આ બિલ્ડીંગ તૈયાર કરી હતી. તે બિલ્ડીંગમાં બનાવેલી દુકાનોને (Ambaji taluka officer locked Gram Hat) તાળા માર્યા હતા. અગાઉ તાલુકા પંચાયતનાં અધીકારીઓ દ્વારા આ બિલ્ડીંગની માગ કરવામાં (Demand for Taluka Panchayat Gram Hat) આવી હતી, પરંતુ અંબાજી ગ્રામ પંચાયતની બોડી દ્વારા માગને નકારી દેવામાં આવી (Gram Hat in Ambaji was locked) હતી, જેના પગલે ગઈકાલે તાલુકા વિકાસ અધિકારીએ પોતાના કર્મચારીઓ દ્વારા આ બિલ્ડીંગમાં દુકાનોને લાગેલા તાળા તોડી નાખ્યા હતા.

અંબાજી ગ્રામ પંચાયતે તૈયાર કરેલી બિલ્ડીંગમાં બનાવેલી દુકાનોને તાળા માર્યા
અંબાજી ગ્રામ પંચાયતે તૈયાર કરેલી બિલ્ડીંગમાં બનાવેલી દુકાનોને તાળા માર્યા

આ પણ વાંચો- Corona Warriors Porbandar: નર્સિંગ વિદ્યાર્થીઓને ન ચૂકવાયું 4 મહિનાનું મહેનતાણું, NSUI સાથે મળી કર્યો અનોખી રીતે વિરોધ

અંબાજી ગ્રામ પંચાયતે તૈયાર કરેલી બિલ્ડીંગમાં બનાવેલી દુકાનોને તાળા માર્યા

તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ હાટને નવા તાળા લગાવી ગ્રામ હાટનો કબજો (Ambaji taluka officer locked Gram Hat) પોતાને હસ્તક લીધો હતો. તો બીજી તરફ અંબાજી ગ્રામ પંચાયતના સભ્યોમાં ભારે શોપો પડી ગયો હતો. જોકે, આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તાલુકા વિકાસ અધિકારીએ આ સમગ્ર મામલે કંઈ કહેવાનું ટાળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.