ETV Bharat / state

ડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર ફર્યુ બુલ્ડોઝર

author img

By

Published : Jan 1, 2023, 12:30 PM IST

ડીસા તાલુકાના રામપુરા ગામે મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ શરૂ (encroachment movement banaskantha) કરવામાં આવી છે. જેમાં મોટા પ્રમાણમાં જગ્યાને ખુલ્લી કરાવીને લોકઉપયોગી હેતું માટે વપરાય એવો સરપંચનો હેતું છે. પોલીસ ટીમને સાથે રાખીને સમગ્ર ગામે દબાણ હટાવો ઝુંબેશ શરૂ (Deesa police) કરવામાં આવી હતી. જેમાં સરપંચે આગામી દિવસોમાં બીજી કઈ ઉપયોગી સવલત ઊભી થશે એ અંગે સ્પષ્ટતા કરી છે.

ડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર બુલ્ડોઝર ફર્યુ
ડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર બુલ્ડોઝર ફર્યુ

ડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર બુલ્ડોઝર ફર્યુ

ડીસા: ડીસા તાલુકાના રામપુરા દામા ગામે ગામના મુખ્ય રસ્તાઓ તેમજ બસ સ્ટેશન (encroachment movement banaskantha) ઉપર થયેલા વર્ષો જુના પાકા દબાણો તેમજ ગામતળ અને ગૌચરની જમીનમાં થયેલા દબાણો હટાવવાની કામગીરી પોલીસને (Deesa police) સાથે રાખીને કરવામાં આવી હતી. આજ સુધી કોઈપણ ગામમાં ન થઇ હોય તેવી મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. છ જેટલા જેસીબી લગાવી પોલીસના વિશાળ કાફલાના બંદોબસ્ત સાથે મોટાપાયે શોપિંગ સેન્ટરો સહિત પાક્કા દબાણો તોડી તેમજ ગામતળ અને ગૌચરની મળી 300 વીઘા જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

ડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર બુલ્ડોઝર ફર્યુ
ડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર બુલ્ડોઝર ફર્યુ

આ પણ વાંચો: અંબાજીમાં નવા વર્ષની ઊજવણી યુવાનોએ કરી , જૂઓ વીડિયો

જમીનનો વૈકલ્પિક ઉપયોગ: ખુલ્લી કરાયેલી જગ્યામાં ગ્રામજનો માટે વિશાળ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી તેમજ જાહેર શૌચાલયની વ્યવસ્થા કરાશે. બનાસકાંઠા જિલ્લાના રામપુરા ગામમાં સૌથી મોટી દબાણ ઝુંબેશ શરૂ કરાઈ. શહેરી વિસ્તારમાં લોકો મોટા પ્રમાણમાં દબાણ કરતા હોય છે. પરંતુ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકો મોટાપાય દબાણો કરી રહ્યા છે. ડીસા તાલુકાના રામપુરા ગામમાં 300 વીઘાથી પણ વધુ જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું. ડીસાના રામપુરા દામા ગામે ગામના હાઇવે પર બસ સ્ટેશનથી લઈ ગામના મુખ્ય માર્ગ પર અનેક દુકાનો અને શોપિંગ સેન્ટર ગેરકાયદેસર રીતે દબાણમાં ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગામતળ અને ગૌચરની જમીનમાં પણ ખમતીધર લોકોએ ફેન્સીંગ કરી જમીન પચાવી પાડી હતી.

ડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર બુલ્ડોઝર ફર્યુ
ડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર બુલ્ડોઝર ફર્યુ

આ પણ વાંચો: ડીસામાં બરોડા ગ્રામીણ બેંકનો મેનેજર 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

દબાણ ખુલ્લુ કરાવાયું: ગામના સરપંચ ગણપતભાઈ ભીલવાડિયાએ આ દબાણો ખુલ્લા કરાવવા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં યોગ્ય રીતે રજૂઆત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ દબાણ તોડવાની મંજૂરી આપી આવી હતી. જેથી જિલ્લા અને તાલુકા પંચાયતની ટીમે છ જેટલા જેસીબી મશીન તેમજ ભીલડી પોલીસ મથકના વિશાળ કાફલાના બંદોબસ્ત સાથે રામપુરા ગામે દબાણ હટાવ ઝુંબેશ કરી હતી. પાક્કા દબાણો, શોપિંગ સેન્ટરો, દુકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી.

ડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર બુલ્ડોઝર ફર્યુ
ડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર બુલ્ડોઝર ફર્યુ

આ પણ વાંચો: આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સ્થિતિનો ચિતાર, નશામાં ધૂત શિક્ષકનો વિડીયો બહાર આવ્યો

મુખ્ય માર્ગ ખુલ્લો કર્યો: મુખ્ય માર્ગ તેમજ બસ સ્ટેશન વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો હતો. ગામતળ અને ગૌચરનું દબાણ દૂર કરાયું હતું. રામપુરા ગામના સરપંચ દ્વારા છેલ્લા ઘણા સમયથી લોકોને દબાણ દૂર કરવા માટે સૂચનાઓ અને નોટિસ આપવામાં આવી હતી. હવે બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમવાર સૌથી વધુ દબાણ રામપુરા ગામમાં દૂર કરવામાં આવ્યું હતું. આ જગ્યા પર ગામના સાર્વજનિક હેતુ માટે બસ સ્ટેશન, શૌચાલય, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય તેમજ રમતગમત અને પોલીસ અને આર્મી જેવી ભરતી માટે ઉપયોગી થાય તેવું વિશાળ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.