ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે કોરોના ટેસ્ટ લેબ શરૂ કરાઈ

author img

By

Published : May 18, 2021, 11:21 PM IST

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકવામાં આવ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે વહીવટી તંત્ર દ્વારા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કૉલેજ ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનીમલ હસબન્ડરી વિભાગમાં કોવિડ-૧૯ આર.ટી.પી.સી.આર લેબોરેટરી શરૂ કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે કોરોના ટેસ્ટ લેબ શરૂ કરાઈ
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે કોરોના ટેસ્ટ લેબ શરૂ કરાઈ

  • બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા કોરોના ટેસ્ટ લેબ શરૂ
  • દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કોવિડ-૧૯ RT-PCR ટેસ્ટની લેબોરેટરી શરૂ કરાઇ
  • કલેક્ટર આનંદ પટેલે કોરોના ટેસ્ટ માટેની લેબ શરૂ કરાવી

બનાસકાંઠાઃ કોરોના મહામારીને વધતી અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સૌથી વધુ કોરોના સંક્રમિત અથવા શંકાસ્પદ દર્દીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધુમાં વધુ થાય તે ખૂબ જ જરૂરી છે. જે અંતર્ગત બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે કોરોના ટેસ્ટ માટે જિલ્લામાં બીજી લેબ શરૂ કરાવી છે. બનાસકાંઠા જિલ્લો વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ ખુબ મોટો છે. અત્યારે જિલ્લામાં માત્ર બનાસ મેડિકલ કૉલેજ મોરીયા ખાતે કોરોના આર.ટી.પી.સી.આર. માટેની લેબોરેટરી છે અને જેમાં 2 ટેસ્ટીંગ મશીનો ઉપલબ્ધ છે, ત્યાં લોડ વધારે રહેતો હોવાથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી કોરોના આર.ટી.પી.સી.આર. ટેસ્ટીંગ લેબ શરૂ કરવામાં આવતા આર.ટી.પી.સી.આર ટેસ્ટનું પરિણામ હવે ખુબ ઝડપથી મળશે.

આ પણ વાંચોઃ જામ ખંભાળિયામાં પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં RTPCR લેબનો પ્રારંભ કરાયો

અત્યાર સુધી બનાસ મેડિકલ કૉલેજમાં જ થતા હતા

અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના RT-PCR ટેસ્ટ માટે એકમાત્ર બનાસ મેડિકલ કૉલેજ ખાતે લેબ હતી, જ્યાં 2 મશીન પર રોજના અંદાજીત 2,000થી પણ વધુ કોરોનાના કેસ હતા એટલે કે બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ વિસ્તારમાંથી સેમ્પલ લીધા બાદ તેનું રિજલ્ટ 2થી 3 દિવસે મળતું હતું, જ્યારે હવે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પણ કોરોનાના ટેસ્ટ માટે લેબ શરૂ થતાં લોકોને ઝડપી રિજલ્ટ મળશે અને ઝડપથી તેનું નિદાન પણ થઈ શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.