ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો, પાલનપુર સ્વયંભૂ બંધ

author img

By

Published : Apr 6, 2021, 8:56 PM IST

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં બીજા રાઉન્ડમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના કેસો વધતા હવે વેપારીઓ સ્વયંભૂ બંધ પાળતા થયા છે. જિલ્લા મથક પાલનપુર પણ કોરોનાનું હોટસ્પોટ બનતા તંત્રએ ગંભીરતા દાખવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સાથેની મીટિંગમાં વેપારીઓએ શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય લીધો છે.

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના કેસ વચ્ચે પાલનપુર સ્વયંભૂ બંધ
બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના કેસ વચ્ચે પાલનપુર સ્વયંભૂ બંધ

  • ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ
  • બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો
  • બનાસકાંઠા જિલ્લામાં રોજના 321 કેસો આવી રહ્યા છે સામે
  • પાલનપુર વેપારીઓ અને નગરપાલિકાની યોજાઈ બેઠક
  • વધતા જતા કોરોના વાઇરસના કેસો વચ્ચે પાલનપુર શનિ-રવિ સ્વયંભૂ બંધ

બનાસકાંઠાઃ લોકોના સતત વધેલા સંક્રમણના કારણે હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા વારંવાર ગાઇડ લાઇન જાહેર કરવા છતાં લોકો માસ્ક પહેર્યા વગર બજારમાં ફરતા નજરે પડ્યા હતા. જેના કારણે હાલમાં સતત કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યારે હજારોની સંખ્યામાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થયો છે. જેના કારણે ગુજરાત સરકાર દ્વારા મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સતત વધતા લોકોમાં સંક્રમણના કારણે કોરોના ફરી એકવાર સામે આવી રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી સમયમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થાય તે પહેલા ગુજરાત સરકાર દ્વારા મોટાભાગના શહેરોમાં કોરોના વાઇરસના કેસો મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. તેવા તમામ શહેરોમાં લોકડાઉન કરવાની ફરજ પડી છે. હાલમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસોના કારણે વેપારીઓ પણ સ્વયંભૂ પોતાના ધંધા-રોજગાર બંધ કરતા નજરે પડી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના કેસ વચ્ચે પાલનપુર સ્વયંભૂ બંધ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. બીજા રાઉન્ડમાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં કોરોના વાઇરસના દર્દીઓ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. સતત થઇ રહેલા લોકોના સંક્રમણના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોરોના વાઇરસના કેસો સામે આવ્યા છે. બનાસકાંઠાનું જિલ્લા મથક પાલનપુર પણ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. છેલ્લા અઠવાડિયાથી પાલનપુર શહેરમાં કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. લોકોના સતત વધેલા સંક્રમણના કારણે હજુ પણ આગામી સમયમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને રોકવા આણંદ જિલ્લાના 12 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન

પાલનપુરમાં વધતા જતા કેસ વચ્ચે વેપારીઓનો મહત્વનો નિર્ણય

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે છેલ્લા દસ દિવસમાં એક પછી એક કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે અંતર્ગત આજે નગરપાલિકાના ચીફ ઓફિસર સતીશ પટેલની આગેવાનીમાં પાલનપુર વેપારી એસોસિએશન સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના કઈ રીતે અટકાવી શકાય તેની ચર્ચા થઈ હતી. આ બેઠક દરમિયાન વેપારીઓએ સ્વયંભૂ શનિવાર અને રવિવારના દિવસે પાલનપુર બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. વેપારીઓનું કહેવું છે કે, જે પ્રકારે કોરોનાનું સંકટ વધી રહ્યું છે. તેને અટકાવવા માટે આગામી શનિવારે અને રવિવારે તેઓ સ્વયંભૂ બંધ પાળશે. જિલ્લા મથક પાલનપુરમાં અત્યારે 152 કોરોના પોઝિટિવ એક્ટિવ કેસ છે. જ્યારે જિલ્લામાં 321 લોકોમાં કોરોના એક્ટિવ છે. પાલનપુર શહેરમાં કોરોનાની ચેઇન તોડવા માટે વેપારી અને તંત્રએ સાથે મળી શનિવાર અને રવિવારના દિવસે સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના કેસ વચ્ચે પાલનપુર સ્વયંભૂ બંધ
બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના કેસ વચ્ચે પાલનપુર સ્વયંભૂ બંધ

તમામ ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે

આ અંગે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સતીશ પટેલે જણાવ્યું હતું કે, પાલનપુરમાં સતત લોકોના સંક્રમણના કારણે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જે અંતર્ગત વેપારીઓ સાથે નગરપાલિકામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં વેપારીઓએ સ્વયંભૂ શનિ-રવિ તમામ ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેના કારણે આવનારા સમયમાં કોરોના સામે જીત મેળવી શકાશે.

આ પણ વાંચોઃ વડોદરાની સયાજી હોસ્પિટલ હાઉસફૂલ, વધુ બેડની કરાઇ વ્યવસ્થા



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.