ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓને સારવાર પુરી પાડવા માટે કોંગ્રેસના ધારાસભ્યોની રજૂઆત

author img

By

Published : Apr 23, 2021, 7:44 PM IST

બનાસકાંઠામાં જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓને જિલ્લામાં જ યોગ્ય સારવાર મળી રહે તે હેતુસર જિલ્લામાંથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યો 23 એપ્રિલે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને પોત-પોતાના વિસ્તારમાં કોરોનાની સારવાર મેળવવા પડતી હાલાકીઓ રજૂ કરી તેના નિરાકરણ માટે માંગ કરી છે.

ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાયા
ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાયા

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓને સારવાર મળી રહે તે માટે કરી રજૂઆત
  • બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત
  • ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાયા

બનાસકાંઠા: જિલ્લામાં રોજે-રોજ કોરોનાના કેસો વધતા સારવાર માટેની સાધન-સામગ્રીઓ પણ ખૂટી રહી છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ઓક્સિજન, રેમડેસીવીર ઇન્જેક્શન સહિતનો જથ્થો ખૂટી જતાં 23 એપ્રિલે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટરે પહોંચ્યા હતા અને તાત્કાલિક જથ્થો પૂરો પાડી દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓને સારવાર મળી રહે તે માટે કરી રજૂઆત

પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરને કર્યા વાકેફ

બનાસકાંઠામાં કોરોના વાઈરસનો હાહાકાર મચાવી રહ્યો છે. રોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શન સહિતનો જથ્થો ખૂટી પડયો છે. જેના કારણે અનેક દર્દીઓ ઓક્સિજનના અભાવે દમ તોડી રહ્યા છે. જે મામલે 23 એપ્રિલે જિલ્લા કોંગ્રેસના 5 ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, મહેશ પટેલ, કાંતિભાઈ ખરાડી અને શિવાભાઈ ભુરિયા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ કથળી રહી હોવાની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરને વાકેફ કર્યા હતા.

આ પણ વાંચો: ઉચ્ચ અધિકારી અને આરોગ્ય અધિકારીએ લીધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત

ધારાસભ્યોએ કલેક્ટરને કરી રજૂઆત

તાત્કાલિક ઓક્સિજન અને રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે તો ગંભીર પરિસ્થિતિ સર્જાઇ શકે છે. તેવી આશંકા વ્યક્ત કરી હતી અને હોસ્પિટલોમાં તાત્કાલિક ધોરણે ઓક્સિજન અને ઇન્જેક્શનનો જથ્થો પુરો પાડી દર્દીઓને મોતના મુખમાંથી ઉગારી લેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે ધારાસભ્યોએ કલેક્ટરને રજૂઆત કરી હતી.

કોરોના દર્દીઓને ઓક્સિજન વગર જીવ ગુમાવવાનો વારો આવ્યો છે

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ તેજીથી વધી રહ્યું છે. જેને લઇ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેમાંના મોટાભાગના દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર અર્થે પહોંચતા જિલ્લામાં આવેલી મોટાભાગની કોવિડ હોસ્પિટલોના બેડ પણ ફૂલ થઇ ગયાં છે તો બીજી તરફ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતાં ઓક્સિજનની જરૂર પણ વધી છે. જિલ્લામાંથી પૂરો પડાતો ઓક્સિજનનો જથ્થો અવાર-નવાર ઓછો પડતાં અનેક લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે ભુજ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા

વધતા જતા કોરોના વાઈરસના દર્દીઓના કારણે ઓક્સિજનની અછત

બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી 300થી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. સતત વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે હાલમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો પણ કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના દર્દીઓની સંખ્યાના કારણે હાલમાં સૌથી વધુ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે. અત્યાર સુધી ઓક્સિજનની અછતના કારણે અનેક દર્દીઓના મોત પણ થયા છે. હવે ઓક્સિજનની અછતના સર્જાય તે માટે બનાસકાંઠા જિલ્લામાં ધારાસભ્યો દ્વારા દાન આપવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.