ETV Bharat / state

ઉત્તર ભારતમાં પડી રહેલ ભારે હિમવર્ષાના પગલે માઉન્ટ આબુમાં ઠંડીમાં વધારો

author img

By

Published : Jan 30, 2021, 1:08 PM IST

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે તેની સીધી અસર ગુજરાત અને રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે ,જેથી રાજસ્થાન નું હિલ સ્ટેશન માઉન્ટ આબુ પણ ઠંડુગાર બની ગયું હતું અહીં આજે માઇનસ 5 ડિગ્રી તાપમાન નોંધાતા સહેલાણીઓ સહિત માઉન્ટ વાસીઓ પણ ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા.

  • ઉત્તર ભારતમાં પડી રહેલ ભારે હિમવર્ષાના પગલે માઉન્ટ આબુમાં ઠંડીમાં વધારો
  • ઉત્તર ભારતમાં હિમવર્ષા, માઉન્ટ આબુમાં ઠંડીમાં વધારો
  • ગુરુ શિખર પર માઈનસ 5 ડીગ્રી ઠંડી
  • ડીસામાં પણ તાપમાનનો પારો ગગડયો
    ગુરુ શિખર પર માઈનસ 5 ડીગ્રી ઠંડી

બનાસકાંઠા : છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ભારતમાં પડી રહેલ ભારે હિમવર્ષાના પગલે તેની સીધી અસર ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં દર વર્ષે પડતી હિંમત આની સીધી અસર બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલ માઉન્ટ આબુ પર સીધી જોવા મળે છે.આ ઠંડીનો લાભ લેવા દર વર્ષે શિયાળામાં માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે.

માઉન્ટ આબુમાં ઠંડીમાં વધારો

કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલી હિમવર્ષાને પગલે તેની સીધી અસર ગુજરાત અને રાજસ્થાનમાં પણ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો 9 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો અસહ્ય ઠંડીનો સામનો કરી રહયા છે. ત્યારે રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો ગગડતાં સહેલાણીઓ કાતિલ ઠંડી નો સામનો કરી રહ્યા છે. આજે માઉન્ટ આબુના સૌથી ઊંચું ગુરુ શિખર પર માઇનસ 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું માઉન્ટ વાસીઓની સાથે સાથે બહારથી ફરવા આવેલા સહેલાણીઓ પણ કાતિલ ઠંડીનો સામનો કરી રહયા છે.

11 વાગ્યા સુધી સહેલાણીની બહાર ન દેખાયા

ડીસામાં પણ તાપમાનનો પારો ગગડયો
ડીસામાં પણ તાપમાનનો પારો ગગડયો

માઉન્ટમાં સવારે 11 વાગ્યા સુધી હાડ થીજવતી ઠંડી ના કારણે લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. કડકડતી ઠંડી થી પોલોગ્રાઉન્ડ પરનું ઘાસ તેમજ પાણીના કુંડા તેમજ નખી લેક ની બોટ માં પણ બરફ જામી ગયો હતો. કાશ્મીર જેવો એહસાસ માઉન્ટની અંદર સહેલાણીઓ કરી રહ્યા છે. અસહ્ય ઠંડીના કારણે લોકો હાલાકીનો સામનો તો કરીજ રહ્યા છે, પરંતુ સાથે સાથે સહેલાણીઓ કડકડતી ઠંડીનો આનંદ માણી રહ્યા છે.

ડીસામાં પણ તાપમાનનો પારો ગગડયો

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની સીધી અસર બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સૌથી વધુ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે હાલમાં શહેરમાં ત્રણ ડિગ્રી ઠંડીમાં તાપમાન ઘટવા પામી છે. જેના કારણે આ ઠંડીની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. જ્યાં લોકો ઠંડીના કારણે હાલમાં મોડે સુધી ઓછી સંખ્યામાં બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. ડીસા શહેરમાં દર વર્ષે બનાસકાંઠા જિલ્લાની સૌથી વધુ ઠંડીનો સામનો લોકોએ કરવો પડે છે. ત્યારે આ વર્ષે પણ છેલ્લા ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડી લોકો અનુભવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.