ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસચેરમેનની વરણી કરાઈ

author img

By

Published : Jan 19, 2021, 4:13 PM IST

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ આવેલું છે. જે ખેડૂતોને બિયારણ,ખાતર સરકારી ધારાધોરણ મુજબ ખરીદવાનું એક મહત્વનું કેન્દ્ર છે. જેમાં આજે જિલ્લા ખરીદ વેચાણ સંઘ ખાતે થયેલ ચૂંટણી પ્રક્રિયામાં ચેરમેન તરીકે દેવજીભાઈ પટેલ અને વાઇસચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈની વરણી કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસચેરમેનની વરણી કરાઈ
બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસચેરમેનની વરણી કરાઈ

  • પાલનપુર પ્રાંતઅધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ ચૂંટણી
  • ચેરમેન -વાઇસ ચેરમેનની અઢી વર્ષ માટે કરાય છે વરણી
  • ખેડૂતોએ ચેરમેનપદે ફરીથી દેવજીભાઈ પટેલને સત્તારૂઢ કર્યા
  • કુલ 17 બેઠકોમાંથી 14 બેઠકો બિનહરીફ,જ્યારે 3 બેઠકો વેપારી પેનલે જીતી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો મોટાભાગે ખેતી પર નિર્ભર જિલ્લો છે. તેથી ખેડૂતોને સંલગ્ન સંસ્થાઓ જિલ્લાના ખેડૂતો માટે અતિમહ્ત્વપૂર્ણ સાબિત થાય છે. જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લાનું સહુથી મોટી ખરીદ વેચાણ સહકારી સંઘ કાર્યરત છે, જેમાં ખેડૂતોને સરકારી ધારાધોરણ મુજબ બિયારણ તેમજ ખાતર પૂરું પાડવામાં આવે છે. આ સંસ્થા ખેડૂતોની જ હોવાથી તેનો તમામ વહીવટ પણ ખેડૂતો જ સાંભળતા હોય છે. દર પાંચ વર્ષે ખેડૂત સભાસદો ચૂંટણી દ્વારા પોતાનામાંથી 17 સભ્યોને ચૂંટી વહીવટ સોંપે છે. જે હેઠળ તાજેતરમાં થયેલ ચૂંટણીમાં 14 સભ્યો બિનહરીફ થયા હતાં,જ્યારે 3 સભ્યો વેપારી પેનલમાંથી ચૂંટાઈ આવ્યા હતાં.

જિલ્લા ખરીદ વેચાણ સંઘના હોલમાં કરાઈ ચેરમેન-વાઇસ ચેરમેનની વરણી

પાલનપુર પ્રાંત અધિકારી શિવરાજ ગિલવાની અધ્યક્ષતામાં જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ સભ્યોએ સર્વાનુમતે ચેરમેન પદે દેવજીભાઈ પટેલને ફરીથી ચૂંટી કાઢ્યાં હતાં. જ્યારે વાઇસ ચેરમેનની જવાબદારી ખેતાભાઈ દેસાઇને સોંપાઈ છે. બન્ને ચેરમેન વાઇસ ચેરમેનને ખેડૂતોએ ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.