ETV Bharat / state

વાવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનામાં લાભાર્થીઓ હપ્તાથી વંચિત

author img

By

Published : Jan 9, 2021, 9:52 PM IST

વાવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનામાં લાભાર્થીઓ હપ્તાથી વંચિત
વાવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનામાં લાભાર્થીઓ હપ્તાથી વંચિત

બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સન 2019 અને 2020ના લાભાર્થીઓને હપ્તા ના મળતા લાભાર્થીઓની હાલત કફોડી બની છે. 2017 થી2020 ના વર્ષમાં પીએમ યોજના અંતર્ગત લાભાર્થીઓને થયેલ મકાન સહાયમાં ગેરરીતિની બૂમરાણ ઉઠવા પામતા જિલ્લા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા અનેક બેદરકારી બહાર આવવા પામી હતી.

  • લાભાર્થીઓને ન્યાય ક્યારે મળશે
  • 2019 ,20 ના લાભાર્થીઓની હાલત કફોડી
  • જવાબદાર તંત્ર લાભાર્થીઓને ન્યાય સામે પગલાં ભરશે ખરા
  • લાભાર્થીઓને ન્યાય ક્યારે મળશે..?

બનાસકાંઠા : સરહદી વાવ તાલુકામાં અનેક ગરીબ, લાચાર અને અભણ લાભાર્થીઓનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ થાય છે. જેઓને મકાન સહાય મંજુર થયા છે. પરંતુ હપ્તો મળ્યો નથી ખોટા લાભાર્થીઓના પાપે સાચા લાભાર્થીયો પીલાઇ રહ્યા છે. તો વચેટિયાઓ દિવસે દિવસે માલામાલ થઈ રહ્યા છે. તો સાચા લાભાર્થીઓને ન્યાય ક્યારે મળશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

મંજુર થયેલ મકાનના તમામ હપ્તા ચૂકવવા માંગ

વાવ તાલુકામાં સરકારની યોજના અંતર્ગત લાભાર્થીઓને 2019,20 માં આવાસ મંજૂર થયેલ છે. જે લાભાર્થી પૈકી 103 લાભાર્થીઓના મકાનો વર્ષો જૂના હોવાનું તપાસમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે, લાભાર્થીઓને આવાસનો પ્રથમ હપ્તો મળતાં તમામ હપ્તાઓ મળી જશે તેવી આશાથી 57 લાભાર્થીઓએ મકાનો પૂર્ણ કરી દીધા હતા. પરંતુ પૂર્વ પ્રમુખ કાનજીભાઇ રાજપૂતની રજૂઆતના પગલે ટીમ દ્વારા તપાસ કરાવતા તપાસ ટીમને 103 આવાસો રદ ગણવાપાત્ર હોવાનું જણાવતા લાભાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને મંજુર થયેલ મકાનના તમામ હપ્તા ચૂકવવા માંગ કરી હતી.

જિલ્લા ટીમ દ્વારા સર્વે કરી તપાસ કરાઇ

સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લા ટીમ દ્વારા સર્વે કરી તપાસ કરાઇ છે. પરંતુ સાચા લાભાર્થી હોય તેવા લાભાર્થીઓના મકાનની તપાસ કરી ટીડીઓ હપ્તાની ચુકવણી કરી શકે તેવું જિલ્લા તંત્ર દ્વારા કહેવાયું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.