ETV Bharat / state

Banaskantha News : પાલનપુરમાં બાજરી વેચવા આવતા ખેડૂતો હેરાન પરેશાન, રોડ પર પાણી વિના આડા પડખે

author img

By

Published : Jun 10, 2023, 8:57 PM IST

Banaskantha News : પાલનપુરમાં બાજરી વેચવા આવતા ખેડૂતો હેરાન પરેશાન, રોડ પર પાણી વિના આડા પડખે
Banaskantha News : પાલનપુરમાં બાજરી વેચવા આવતા ખેડૂતો હેરાન પરેશાન, રોડ પર પાણી વિના આડા પડખે

બનાસકાંઠાના પાલનપુરમાં પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ વેચાણ અર્થે આવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કારણ કે, ખરીદી કેન્દ્ર પર વધારે કાઉન્ટર ન હોવાથી ખેડૂતોને રાતવાસો રોડ પર પાણીની સગવડ વગર કરવામાં આવી રહ્યો છે.

બનાસકાંઠા : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી બાજરીના પાકને ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ગત 25 મેથી પાલનપુરમાં માલ ગોડાઉન ખાતે પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં પુરવઠા વિભાગ દ્વારા રોજના 50 ખેડૂતોને sms કરીને બાજરી ભરાવવા માટે બોલાવવામાં આવે છે. જોકે પુરવઠા વિભાગ દ્વારા એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવતા વહેલી સવારે આવેલા ખેડૂતોનો મોડી રાત સુધી નંબર આવતો નથી અને ખેડૂતોને રાતભર રોડ પર સુઈ રહેવાનો વારો આવે છે.

ખેડૂતોનો રોષ : ખેડૂતો પુરવઠા વિભાગ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતો માટે પીવાના પાણી સગવડ કરવામાં આવી નથી. અમારે અમારા બાજરીના માલ સાથે રોડ પર આખો દિવસ બેસી રહેવું પડે છે. એક બાજુ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામા આવી છે. તંત્ર વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની ખરીદી કરવા માટેની વધારાની સગવડ કરવામાં ન આવતા બાજરીનો પાક પલળી જવા માટેની ભીતિઓ સેવાઈ રહે છે, ત્યારે અમારી માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બાજરીના ખરીદી કેન્દ્રો પર વધારે કાઉન્ટર રાખવામાં આવે તો ખેડૂતોને આખો દિવસ બેસી રહેવું ન પડે. જેથી તાત્કાલિક ધોરણે પુરવઠા વિભાગ વધારાના કાઉન્ટર શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.

ગઈકાલના જે ટ્રેક્ટરો બાજરી લઈને આવ્યા હતા. તેનું વજન થયું છે અને આજના જે ટ્રેક્ટરો બાજરી ભરીને આવ્યા છે. તે હજુ એમનેમ જ પડ્યા છે. અહીં રાતવાસો રહેવું પડે તેવું લાગે છે. તેથી અમારી નમ્ર વિનંતી છે કે બીજા વજન કાંટાઓ શરૂ કરવામાં આવે. તેથી ખેડૂતોને અગવડતા ન પડે અને ઝડપી વજન થાય તો આવી ગરમીમાં ખેડૂતો હેરાન પરેશાન ન થાય અને બાજરી વહેંચીને શાંતિથી ઘરે જઈ શકે. - ખેડૂત

ખેડૂતો માટે વ્યવસ્થા કરવામાં આવશે : સમગ્ર બાબતે નાયબ પુરવઠા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં ટેકાના ભાવે બાજરીનો પાક વેચાણ કરવા માટે 5,652 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અમારા દ્વારા રોજના 50 ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવે છે. સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ 2,650નો ભાવ આપવામાં આવે છે અને 300 બોનસ આપવામાં આવે છે. ખેડૂતોને અવ્યવસ્થા ન સર્જાય તે માટે પૂર્તિ વ્યવસ્થા કરવામાં આવશે.

Gujarat Weather: કમોસમી વરસાદને કારણે કેરી કઠોળ બાજરી સહિત ઉનાળુ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન

Jambu Cultivation : કચ્છના ખેડૂતે સફેદ જાંબુની કરી ખેતી, કાળા જાંબુ કરતા સ્વાદ એકદમ જૂદો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.