ETV Bharat / state

બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડતા ખેડૂતો ખુશખુશાલ

author img

By

Published : Aug 12, 2019, 8:43 PM IST

બનાસકાંઠાઃ નર્મદા ડેમ ઓવરફલો થતાં તેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને થઈ રહ્યો છે ત્યારે નર્મદા ડેમ ઓવરફ્લો થતા જ તેનું પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ છે.

બનાસકાંઠા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડતા ખેડૂતો ખુશખુશાલ

સાબરકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પ્રથમ ભાગ નર્મદા ડેમ સહિત ગુજરાતના મોટાભાગેના ડેમ ઓવરફ્લો થઇ ગયા છે, ત્યારે નર્મદા ડેમમાં પણ ઇતિહાસમાં પહેલીવાર આટલું પાણી આવતા તમામ દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ પણ ડેમમાં પાણીની આવક વધવાના કારણે નર્મદાનું પાણી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ છે, જેથી બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી 73 કિલોમીટર લાંબી સુજલામ સુફલામ કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નર્મદા કેનાલ માં પાણી છોડતા ખેડૂતો ખુશખુશાલ

સુજલામ સુફલામ કેનાલ બનાસકાંઠાના 4 તાલુકાઓમાં થઈને પસાર થાય છે. કેનાલમાં પાણી આવતા આસપાસના ખેતરો અને ખેડૂતોને મોટો ફાયદો થશે અને આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગત વર્ષે દુષ્કાળનો સામનો કર્યા બાદ આ વર્ષે સારો વરસાદ થતાં અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી આવતા જ હવે જિલ્લામાં પાણીના તળ ઊંચા આવતા ખેડૂતોની મુશ્કેલીઓ કંઈક અંશે હલ થશે. ત્યારે સરકાર દ્વારા આ કેનાલ બે ચાર મહિના સુધી પાણી ચાલુ રાખવામાં આવે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

Intro:લોકેશન.... લાખણી.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.12 08 2019

સ્લગ......નર્મદા કેનાલ માં પાણી છોડતા ખેડૂતો ખુશખુશાલ...

એન્કર......નર્મદા ડેમ ઓવરફલો થતાં તેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને થઈ રહ્યો છે ત્યારે નર્મદા ડેમ ઓવરફ્લો થતા જ તેનું પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશી ની લાગણી છવાઈ છે......

Body:વી ઓ .....આ વખતે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પ્રથમ ભાગ નર્મદા ડેમ સહિત ગુજરાત ના મોટાભાગે ના ઓવરફ્લો થઇ ગયા છે ત્યારે નર્મદા ડેમમાં પણ ઇતિહાસ માં પહેલીવાર આટલું પાણી આવતા તમામ દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. અને તમામ દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડ્યું છે ત્યારે હજુ પણ ડેમમાં પાણીની આવક વધવાના કારણે નર્મદાનું પાણી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ છે જેથી બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી 73 કિલોમીટર લાંબી સુજલામ સુફલામ કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સુજલામ સુફલામ કેનાલ બનાસકાંઠા ના 4 તાલુકાઓમાં થઈને પસાર થાય છે .કેનાલમાં પાણી આવતા આસપાસના ખેતરો અને ખેડૂતોને મોટો ફાયદો થશે અને આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે જેથી ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગત વર્ષે દુષ્કાળ નો સામનો કર્યા બાદ આ વર્ષે સારો વરસાદ થતાં અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી આવતા જ હવે જિલ્લા માં પાણીના તળ ઊંચા આવતા ખેડૂતો ની મુશ્કેલીઓ કંઈક અંશે હલ થશે.ત્યારે સરકાર દ્વારા આ કેનાલ બે ચાર મહિના સુધી પાણી ચાલુ રાખવામાં આવે તેવું ખેડૂતો ઇચ્છી રહયા છે .....

બાઈટ.....01...સાદુલભાઈ, ખેડૂત આગેવાન

( સરકાર નો ખુબ ખુબ આભાર કે સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડ્યું )

બાઈટ....02.... રમેશભાઈ, સ્થાનિક ખેડૂત

( સુજલામ સુફલામ કેનાલ માં પાણી આવતા ખેડૂતો ને મોટો લાભ થશે માટે આ પાણી બે ચાર મહિના સુધી ચાલુ રાખવામાં આવે તો સારું )

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠાConclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત. બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.