ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો, લોન ના ભરતા બેન્કો દ્વારા કાર્યવાહી શરૂ

author img

By

Published : Jul 17, 2021, 12:33 PM IST

જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો
જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો

બનાસકાંઠા જિલ્લામાં બટાકાના સંગ્રહ માટે 250થી પણ વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. અને છેલ્લા ઘણા સમયથી બટાકામાં સતત મંદીના કારણે કોલ્ડ સ્ટોરેજ માલિકો દેવાદાર બન્યા છે અને સમયસર બેન્કના હપ્તા ન ભરતા હાલમાં બેન્કો દ્વારા કોલ્ડ સ્ટોરેજ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • જિલ્લામાંબટાકાના સંગ્રહના 250 કોલ્ડ સ્ટોરેજ
  • બટાકામાં મંદીના કારણે કોલ્ડ સ્ટોરેજ માલિકો અને ખેડૂતો દેવાદાર બન્યા
  • કોલ્ડ સ્ટોરેજ માલિકો દ્વારા કલેકટરને લેખિત રજૂઆત

બનાસકાંઠા : જિલ્લામાં વર્ષોથી બટાકાની સારી ખેતી થાય છે. તેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરનેબટાકાનું સારૂં ઉત્પાદન થતા ડીસાને લોકો બટાકાની નગરી તરીકે ઓળખવા લાગ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ડીસા શહેરમાં ખેડૂતો બટાકાની મોટા પ્રમાણમાં ખેતી કરી સારી આવક મેળવી રહ્યા હતા. વર્ષોથી ડીસા શહેરના બટાકા દેશ-વિદેશમાં પણ જાય છે. જેના કારણે બહારના રાજ્યોમાં ડીસાના બટાકાની માંગ વધતા ખેડૂતો પણ બટાકામાંથી સારી આવક મેળવી રહ્યા છે. દર વર્ષે સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું થાય છે. આમ, વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને સારી આવક મેળવી રહ્યા હતા.

જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો
જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો

150થી 175 મણના ભાવે ખરીદી કરી કોલ્ડસ્ટોરેજમાં મૂક્યા

2014ના વર્ષથી એક-બે વર્ષ પછી મોટા ભાગના વર્ષમાં બટાકાના ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી બની છે. સતત વર્ષોથી થતા નુકસાનને કારણે બટાકાના વેપારી અને ખેડૂતો દેવાદાર બની ગયા છે. ચાલુ વર્ષે બનાસકાંઠામાં 3.10 કરોડ કટ્ટા બટાકાનું સંગ્રહ કોલ્ડસ્ટોરેજમાં થયુ હતું અને ખેડૂતોએ સારા ભાવની આશાએ સંગ્રહ કર્યું હતું. વેપારીઓ સારા ભાવની આશાએ રૂપિયા 150થી 175 મણના ભાવે ખરીદી કરી કોલ્ડસ્ટોરેજમાં મૂક્યાં હતા.

આ પણ વાંચો : શિયાળી શરૂવાત થતાં બનાસકાંઠામાં બટાટાનું વાવેતર શરૂ, બિયારણના ભાવ વધતા વાવેતરમાં ઘટાડો

2.50 કરોડ બટાકાના કટ્ટા સ્ટોરેજમાં પડ્યા

જ્યારેબટાકા નીકળવાનો સમય થયો છે. ત્યારે ભાવ અડધા પણ રહ્યા નથી અને લોકડાઉન તેમજ અન્ય રાજ્યોમાં બટાકાનું ઉત્પાદન થતા માંગ ઓછી હોવાના કારણે 3.10 કરોડ કટ્ટામાંથી માત્ર 60 લાખ કટ્ટાનું વેચાણ થયું છે. 2.50 કરોડબટાકાના કટ્ટા સ્ટોરેજમાં પડ્યા છે. અત્યારના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂત અને વેપારીને પ્રતિ મણનું ભાડું, ખર્ચ અને મજૂરી નીકળતા રૂપિયા 50થી 75નો ભાવ મળે છે. એટલે કે અડધા કરતા પણ ઓછી મૂડી થઈ રહી છે. જેથી બટાકામાં હાલની સ્થિતિ જોતા રૂપિયા 700 કરોડ ઉપરાંતનું નુકસાન થઈ રહ્યું છે.

જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો
જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો

સતત ભાવ ઘટતા ખેડૂતો અને વેપારીઓને મૂડી પણ મળતી નથી

આઠ વર્ષમાં એક-બે વર્ષ બાદ કરતાં ખેડૂત અને વેપારીઓનેબટાકાની ખેતીમાં મૂડી પણ થઈ નથી. જેના કારણે આજે અનેક બેન્કોની લોન પણ ખેડૂતો ભરી શક્યા નથી. ખેડૂતો અને વેપારીઓ દેવાદાર બન્યા છે. ખેડૂતોએ લોનમાં વ્યાજ માફ કરવાની માંગ સરકાર પાસે કરી છે. ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને બટાકાનું વાવેતર બનાસકાંઠામાં થઇ રહ્યું છે. ચાલુ વર્ષે સતત ભાવ ઘટતા ખેડૂતો અને વેપારીઓને મૂડી પણ થઈ રહી નથી.

જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો
જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો

આ પણ વાંચો : વર્ષો બાદ બટાકાના ભાવ સારા મળતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશીની લાગણી

સરફેજ એક્ટ હેઠળ સ્ટોરેજને સિલ મારવાની કાર્યવાહી હાથ ધરી

જિલ્લામાં 2014 પછી બટાકામાં સતત મંદી આવતા કોલ્ડ સ્ટોરેજોમાં લીધેલી લોન ભરવી મુશ્કેલ બની હતી. દિન-પ્રતિદિન બેન્ક લોન સાથે વ્યાજ વધી જતા અને કોલ્ડ સ્ટોરેજ માલિકો મંદીના માહોલમાં ડૂબી જવાના કારણે બેન્કોના નાણાં ચૂકવી શક્યા નથી. જેથી સરફેજ એક્ટ હેઠળ સ્ટોરેજને સિલ મારવાની કાર્યવાહી હાથ ધરેલી છે. જોકે, ચાલુ વર્ષે પણ બટાકામાં ભયંકર મંદીના કારણે લોન ભરવી મુશ્કેલ બની ગઈ છે.

જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો
જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો

કોલ્ડ સ્ટોરેજના માલિકોએ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને લેખિત રજૂઆત કરી

જિલ્લામાં બેન્કના અધિકારીઓ દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં સિલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજ રોજ ગણેશ કોલ્ડ સ્ટોરેજમાં સિલ કરવા માટેની કાર્યવાહી બેન્ક દ્વારા હાથ ધરવામાં આવે તે પહેલા કોલ્ડ સ્ટોરેજના માલિકોએ આ અંગે પી. એન. માલીને જાણ કરી હતી. આ અંગે તેઓએ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને લેખિત રજૂઆત કરી હતી. જોકે, કોલ્ડ સ્ટોરેજ માલિકો પાસે બેન્કમાં પૈસા ભરવા માટે કોઈ વ્યવસ્થા ન હતી. આવા સમયે જો બેન્ક કડક કાર્યવાહી કરે તો કોલ્ડ સ્ટોરેજના માલિક આત્મહત્યા કરી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. કલેક્ટર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કર્યા પછી કલેક્ટરે આ વાતને ગંભીરતાથી ધ્યાને લઇને ચાર માસ સુધી કોઈ પણ કાર્યવાહી ન કરવા બેન્ક સત્તાવાળા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરેલી છે.

જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો
જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો

કોલ્ડ સ્ટોરેજ માલિકો અને ખેડૂતો દેવાદાર બન્યા

ચાલુ વર્ષે સતત બટાકામાં મંદીના કારણે કોલ્ડ સ્ટોરેજ માલિકો અને ખેડૂતો દેવાદાર બન્યા છે. હાલમાં કોલ્ડ સ્ટોરેજ માલિકો દ્વારા સમયસર બેન્કના પૈસા ન ભરતા હાલમાં બેન્કના અધિકારીઓ દ્વારા કોલ્ડ સ્ટોરેજ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી કોલ્ડ સ્ટોરેજમાં પડેલા ખેડૂતોનાબટાકાને લઇ ખેડૂતો ચિંતિત બન્યા હતા. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા બેન્કોને ચાર મહિના સુધી કાર્યવાહી ન કરવાના આદેશ કરતા હાલમાં ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. આ ચાર મહિનાના સમયગાળા દરમિયાન ખેડૂતો પોતાના કોલ્ડ સ્ટોરેજમાં પડેલા તમામ બટાકાનો માલ નિકાલ કરી દેશે. જેથી ખેડૂતોને નુકસાન થશે નહિં.

જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની મુશ્કેલીમાં વધારો

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.