ETV Bharat / state

બનાસકાંઠા ACB ટીમનું સફળ ઓપરેશન, દિયોદર મામલતદાર અને ડ્રાઈવર લાંચ લેતા ઝડપી પાડ્યા

author img

By

Published : Jan 8, 2020, 7:21 AM IST

બનાસકાંઠા: જિલ્લાના દિયોદર મામલતદાર કચેરીમાં મંગળવારે બનાસકાંઠા ACB ટીમે સફળ ઓપરેશન પૂરું પાડ્યું હતું. જેમાં દિયોદર મામલતદાર અને ડ્રાઇવર ફરિયાદી પાસે 25 હજારની માગણી કરતા ACBની ટીમે મામલતદાર અને ડ્રાઈવરને રંગે હાથ ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે.

Banaskantha
બનાસકાંઠા ACB ટિમનું સફળ ઓપરેશન, મામલતદાર અને ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા

દિયોદરના એક જાગૃત નાગરિકે ACB કચેરીએ ફરિયાદ કરી હતી કે, પોતાની માલિકીની ટર્બો ગાડી ધારવે છે અને અવાર નવાર તેનો ઉપયોગ રોડના કામમાં રેતી અને કપચીની હેરાફેરી માટે ગાડીનો ઉપયોગ થતો હતો. દિયોદર મામલતદાર પી.એસ.પંચાલ અને એકિઝક્યુટિવ મેજિસ્ટ્રેટ દિયોદરને માસિક હપ્તોના આપતા તેની અવાર નવાર ગાડી રોકાવી ગાડી ડિટેન કરવાની ધમકી આપતા હતા. જેને લઈ દીયોદરનો ફરિયાદી લાંચ ન આપવા માંગતા હોઈ આજરોજ પાલનપુર બનાસકાંઠા ACB કચેરી ખાતે ફરિયાદ આપી હતી. જે મામલે બનાસકાંઠા ACB પી.આઈ કે જે પટેલ પોતાની ટીમ દ્વારા દિયોદર મામલતદાર કચેરી ખાતે વોચ ગોઠવી હતી.

ફરિયાદી જાગૃત નાગરિક પાસે ડ્રાઈવરે 25 હજારની રકમ સ્વીકારતા બનાસકાંઠા ACB ટીમે રંગે હાથ ઝડપી લઇ મામલતદાર અને ડ્રાઈવર પુનાભાઈ ગાંડાભાઈ ઠાકોર અને કરાર આધારિત સરકારી વાહન બંનેને ઝડપી લઇ પૂછપરછ માટે દિયોદર આરામ ગૃહ ખાતે લાવવામાં આવ્યા હતા. અને મોડા સમય સુધી બને લાંચિયા અધિકારીની પૂછપરછ ચાલી હતી.

મામલતદારના કહેવા થી ડ્રાઈવરે લાંચની રકમ સ્વીકારી

ACBની ટીમના સફળ ઓપરેશનમાં ACB ટીમે મામલતદાર સરકારી ગાડીના ડ્રાઈવર પુનાભાઈ ગાડાંભાઈ ઠાકોરને 25 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. જો કે, ડ્રાઈવરે મામલતદાર પી.એસ.પંચાલના કહેવા પ્રમાણે રકમ સ્વીકારી હોવાનું બહાર આવ્યું હતું.

મામલતદાર અને ડ્રાઈવરને દિયોદર આરામ ગૃહ ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા, ત્યારે અનેક રાજકીય આગેવાનોના આંટાફેરા આરામ ગૃહ ખાતે જોવા મળી આવ્યા હતા. જેને લઇ અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું.

Intro:એપ્રુવલ..બાય..અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન... દિયોદર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.07 01 2020

સ્લગ..બનાસકાંઠા એ સી બી ટિમ નું સફળ ઓપરેશન..દિયોદર મામલતદાર અને ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા

એન્કર...દિયોદર મામલતદાર કચેરીમાં આજરોજ બનાસકાંઠા એ સી બી ટીમે સફળ ઓપરેશન પૂરું પાડ્યુ હતું જેમાં દિયોદર મામલતદાર અને ડ્રાઇવર ફરિયાદી પાસે 25 હજારની માગણી કરતા એ સી બી ટીમે મામલતદાર અને ડ્રાઈવરને રંગે હાથ ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે
Body:
વિઓ...દિયોદરના એક જાગૃત નાગરિકે બનાસકાંઠા એ સી બી કચેરીએ ફરિયાદ આપેલ કે પોતાની માલિકીની ટર્બો ગાડી ધારવે છે અને અવાર નવાર તેનો ઉપયોગ રોડના કામમાં રેતી અને કપચીની હેરાફેરી માટે ટર્બો ગાડીનો ઉપયોગ થતો હતો. દિયોદર મામલતદાર પી એસ પંચાલ અને એકિઝક્યુટિવ મેજીસટ્રેટ દિયોદરને માસિક હપ્તો ના આપતા તેની અવાર નવાર ગાડી રોકાવી ગાડી ડિટેન કરવાની ધમકી આપતા હતા. જેને લઈ દીઓદરનો ફરિયાદી લાંચ ન આપવા માંગતા હોઈ આજરોજ પાલનપુર બનાસકાંઠા એ સી બી કચેરી ખાતે ફરિયાદ આપી હતી જે મામલે બનાસકાંઠા એ સી બી પી આઈ કે જે પટેલ પોતાની ટિમ દ્વારા આજરોજ દિયોદર મામલતદાર કચેરી ખાતે વોચ ગોઠવી હતી જેમાં ફરિયાદી જાગૃત નાગરિક પાસે ડ્રાઈવરે 25 હજારની રકમ સ્વીકારતા બનાસકાંઠા એ સી બી ટીમે રંગે હાથ ઝડપી લઇ મામલતદાર પી એસ પંચાલ અને ડ્રાઈવર પુનાભાઈ ગાંડાભાઈ ઠાકોર અને કરાર આધારિત સરકારી વાહન બનેને ઝડપી લઇ પૂછપરછ માટે દિયોદર આરામ ગૃહ ખાતે લાવવામાં આવ્યા હતા અને મોડા સમય સુધી બને લાચિયા અધિકારીની પૂછપરછ ચાલી હતી ....



મામલતદાર ના કહેવા થી ડ્રાઈવરે લાંચ ની રકમ સ્વીકારી

એ સી બી ટિમ ના સફળ ઓપરેશન માં એ સી બી ટીમે મામલતદાર સરકારી ગાડી ના ડ્રાઈવર પુનાભાઈ ગાડાંભાઈ ઠાકોર ને 25 હજાર ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો જો કે ડ્રાઈવરે મામલતદાર પી એસ પંચાલ ના કહેવા પ્રમાણે રકમ સ્વીકારી હોવાનું બહાર આવ્યું હતું

એ સી બી ની ટ્રેપ થતા રાજ્કીય આગેવાનો ના આરામ ગૃહ માં આંટાફેરા

દિયોદર મામલતદાર પી એસ પંચાલ અને ડ્રાઈવર પુનાભાઈ ઠાકોર બનાસકાંઠા એ સી બી ટિમ ના હાથે 25 હજાર ની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયેલ મામલતદાર અને ડ્રાઈવર ને દિયોદર આરામ ગૃહ ખાતે પૂશ પરછ માટે લાવવામાં આવ્યા હતા ત્યારે અનેક રાજકીય આગેવાનો ના આંટાફેરા આરામ ગૃહ ખાતે જોવા મળી આવ્યા હતા જેને લઇ અનેક ચર્ચા એ જોર પકડ્યું હતું..

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.