ETV Bharat / state

ડીસા તાલુકાના જેરડા ગામે વિદ્યાર્થીઓ પર હુમલો

author img

By

Published : Nov 26, 2019, 11:12 PM IST

Attack on Students in Jarda Village
ડીસા તાલુકાના જેરડા ગામે વિદ્યાર્થીઓ પર હુમલો

ડીસા: તાલુકાના ઝેરડા ગામના યુવાનો પર થયેલા હુમલાને લઇ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પહોંચ્યા હતા અને યુવાનો પર હુમલો કરનારા શખ્સોને આગામી 48 કલાકમાં અટકાયત કરવાની ચીમકી આપી હતી.

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મંગળવારના રોજ ડીસામાં પહોંચી પોલીસ તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જિજ્ઞેશે જણાવ્યું હતું કે, તાજેતરમાં ખેડા ખાતે થયેલા બે યુવાનો પર હુમલા બાદ આરોપીઓને આગામી ૪૮ કલાકમાં ઝડપી પાડવામાં નહીં આવે તો જિજ્ઞેશ મેવાણી ફરી રસ્તા પર ઉતરી આવી સરકાર સામે આંદોલન છે, તેવી ચીમકી ઉચ્ચારી છે. મંગળવારના રોજ ડીસા પહોંચેલા જિજ્ઞેશ મેવાણીએ હુમલાની ઘટનાને સરકારની મોટી નિષ્ફળતા દર્શાવી હતી.

ડીસા તાલુકાના જેરડા ગામે વિદ્યાર્થીઓ પર હુમલો
આ સમગ્ર ઘટના પર નજર કરીએ તો ડીસા તાલુકાના ખેડા ગામ માં રહેતો મુકેશ સોલંકી નામનો યુવાન ખુરશી પર બેઠો હતો, જે દરમિયાન ચાર શખ્સોએ મુકેશ તેમની સામે ખુરશી પર કેમ બેઠો છે અને ઢોર માર માર્યો હતો અને તે દરમિયાન અહીંથી પસાર થઇ રહેલો સહદેવ નામનો અન્ય યુવક મુકેશને બચાવવા જતા આ શખ્સોએ સહદેવને પણ ઢોર માર માર્યો હતો, ગંભીર રીતે ઘાયલ બંને યુવકોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ ઘટના અંગે ભોગ બનનાર યુવાને જેડા ગામના વિજુભાઈ, વનરાજસિંહ અને હુંરાજસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસને સંપર્ક કરતા પોલીસે કોઇ પણ કહેવા અસમર્થ હોવાનું જણાવ્યું હતું.
Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર..રોહિત ઠાકોર
તા.26 11 2019

એન્કર.. ડીસા તાલુકાના ઝેરડા ગામના દલિત યુવાનો પર થયેલા હુમલાને લઇ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી રૂપાણી સરકારને ઘેરવા માટે ડીસા પહોંચી ગયા હતા અને દલિત યુવાનો પર હુમલો કરનારા શખ્સોને આગામી ૪૮ કલાકમાં અટકાયત કરવાની ચીમકી આપી હતી..


Body:વિઓ... વડગામના ધારાસભ્ય અને દલિત સમાજના આગેવાન જીગ્નેશ મેવાણી આજે ડીસામાં પહોંચી પોલીસ તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે તાજેતરમાં ખેડા ખાતે થયેલા દલિત સમાજના બે યુવાનો પર હુમલા બાદ આરોપીઓને આગામી ૪૮ કલાકમાં ઝડપી પાડવામાં નહીં આવે તો જીગ્નેશ મેવાણી ફરી રસ્તા પર ઉતરી આવી સરકાર સામે આંદોલન છે તેવી ચીમકી ઉચ્ચારી છે આજે ડીસા પહોંચેલા જીગ્નેશ મેવાણી એ આજે સંવિધાન દિવસ પર બનેલી દલિત પર હુમલાની ઘટનાને સરકારની મોટી નિષ્ફળતા દર્શાવી હતી..

બાઈટ.. જીગ્નેશ મેવાણી
( ધારાસભ્ય, વડગામ મત વિસ્તારના )


Conclusion:વિઓ... આ સમગ્ર ઘટના પર નજર કરીએ તો ડીસા તાલુકાના ખેડા ગામ માં રહેતો મુકેશ સોલંકી નામનો યુવાન ખુરશી પર બેઠો હતો તે દરમિયાન દરબાર સમાજના ચાર શખ્સોએ મુકેશ તેમની સામે ખુરશી પર કેમ બેઠો છે તે અંગેની જાતિ અપમાનીત શબ્દો બોલીને મૂક ને ઢોર માર માર્યો હતો અને તે દરમિયાન અહીંથી પસાર થઇ રહેલો સહદેવ નામનો અન્ય દલિત યુવક મુકેશ ને બચાવવા જતા દરબાર સમાજના આ શખ્સોએ સહદેવને પણ ઢોર માર માર્યો હતો આ ઉનાળામાં ગંભીર રીતે ઘાયલ બંને દલિત યુવક કોને સારવાર અર્થે ડીસા ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના અંગે ભોગ બનનાર દલિત યુવાને જેડા ગામના વિજુભાઈ દરબાર શણગાર સિંહ દરબાર વનરાજ સિંહ દરબાર અને હુંરાજસિંહ દરબાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે..

બાઈટ.. સહદેવ ડાભી
( ભોગ બનનાર )

રિપોર્ટર..રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.