ETV Bharat / state

CMએ અલ્પેશ ઠાકોર સાથે રમુજી શબ્દોમાં મજાક કરી

author img

By

Published : Oct 16, 2022, 3:04 PM IST

આગામી વિધાનસભાની ચુંટણી ટુંક સમયમાં યોજાવાની છે. ત્યારે ભાજપ પોતાનો ગઢમાં ઓછી સીટો લાવવા માંગતુ નથી. (gujarat election 2022 )ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કર્યો છે.

CMએ અલ્પેશ ઠાકોર સાથે રમુજી શબ્દોમાં મજાક કરી
CMએ અલ્પેશ ઠાકોર સાથે રમુજી શબ્દોમાં મજાક કરી

વડગામ(બનાસકાંઠા): વડગામ તાલુકાના છાપી ગામ થી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો હતો.(Chief Minister joked with Alpesh Thakor ) જેમાં કેન્દ્રીય પ્રધાન સંજીવ બલિયનને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ વડગામ ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સભાને સંબોધન કર્યું હતું.

CMએ અલ્પેશ ઠાકોર સાથે રમુજી શબ્દોમાં મજાક કરી

થોડી ઘણી ધમાલ: ગૌરવ યાત્રા વડગામ પાલનપુર અને ડીસા સુધી યોજાશે જેમાં મુખ્યપ્રધાન હાજરી આપશે. આજે યોજાયેલી આ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં વિધાનસભાના ધારાસભ્યો તેમ જ ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ યોજાયેલ સભામાં મુખ્યપ્રધાનએ રમૂજ સાથે વડગામ ની સભામાં અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં થોડી ઘણી ધમાલ પણ કરી છે તેવુ નિવેદન કર્યું હતું. જોકે વાતને વાળી લેતા મુખ્યપ્રધાનએ કહ્યું હતુ કે "અલ્પેશ ઠાકોરનો સ્વભાવ આકરો છે અને પોતાની રજૂઆતને આક્રોશ સ્વરૂપે રજૂ કરે છે."

મારો સ્વભાવ ઉગ્ર છે: વડગામ ની સભામાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતુ કે, "મારો સ્વભાવ ઉગ્ર છે અને મારી રજૂઆત પણ ઉગ્ર હોય છે, મારું કામ થવું જ જોઈએ એવો મારો આશય હોય છે, તેથી થોડી ઘણી ધમાલ પણ લાગે છે."

આ સાથે સાથે અલ્પેશ ઠાકોરે પોતે રાધનપુર વિધાન સભા પરથી લડશે તેવું નિવેદન પણ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.