ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, ખેડૂતોને હજુ પણ સારા વરસાદની આશા

author img

By

Published : Sep 2, 2021, 7:07 PM IST

Rain news
Rain news

બનાસકાંઠા જિલ્લામાં એક મહિના બાદ ફરી એકવાર છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે પરંતુ આછા વરસાદથી ખેડૂતોના પાકને કોઈ ફાયદો થઇ શકે તેમ નથી. જેથી ખેડૂતો હજુ પણ વધુ વરસાદ થાય તેવી આશા કરી રહ્યા છે.

  • લાંબા વિરામ બાદ વરસાદનું આગમન
  • મોટાભાગના તાલુકાઓમાં સારા વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું
  • જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વગર ખેડૂતો ચિંતામા
  • ઓછા વરસાદથી ખેડૂતોના પાકને કોઇ ફાયદો થયો નથી

બનાસકાંઠા: સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ તો ક્યાંય અતો પત્તો ન હતો પરંતુ છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઇ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. એક મહિનાના લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા લોકોએ ગરમીમાંથી પણ રાહત મેળવી હતી. તો વળી એક મહિના બાદ સારો વરસાદ થવાથી ખેડૂતોના પાકને પણ નવુ જીવન મળ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વગર દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી હતી પરંતુ ક્યાંકને ક્યાંક જિલ્લામાં સારા વરસાદથી લોકોને થોડી ઘણી રાહત મળી છે.

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

વરસાદ વગર ખેડૂતો ચિંતામાં

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીની મોટી સમસ્યા સર્જાઇ શકે તેવી શક્યતા જોવા મળી રહી હતી. તો આ તરફ વરસાદ વગર ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે દિવસથી જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શરૂઆત થઇ છે તેના કારણે ખેડૂતોને થોડાક અંશે રાહત મળી છે પરંતુ હજુ પણ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો નથી. જેના કારણે ખેડૂતોને તેની સૌથી મોટી અસર જોવા મળી રહેશે. અત્યાર સુધી ખેડૂતોને પોતાના પાકને લઈ વરસાદની સૌથી વધુ જરૂરિયાત હતી પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતોના પાકને જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી. જેના કારણે હાલ ખેડૂતો વરસાદ વિના ચિંતામાં મુકાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન
બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

ઓછા વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન

જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં છેલ્લા એક મહિનાથી ક્યાંક વરસાદ જોવા મળતો ન હતો. પરંતુ એક મહિના બાદ ત્યારે જિલ્લામાં વરસાદનું આગમન થઇ છે તેને લઈ ખેડૂતોને ક્યાંકને ક્યાંક એક નવી આશા પોતાના પાકમાં જાગી છે જ્યારે ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે વરસાદની જરૂરિયાત હતી ત્યારે વરસાદ વરસ્યો નહીં જેના કારણે જિલ્લામાં બાજરી અને મગફળી તેમજ કઠોળમાં મોટુ નુકશાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ચાલુ વર્ષે મોંઘાદાટ બિયારણો લાવી ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ ખેંચતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને કોઈ જ ફાયદો થઈ રહ્યો નથી જેનું કારણ છે કે જ્યારે ખેડૂતોએ વાવેતર કર્યું હતું તે સમયે વરસાદ વરસ્યો નહીં જેના કારણે ખેડૂતોના ખેતરમાં ઊભો પાક બળી ગયો હતો અને જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હાલમાં છે પણ વરસાદ વરસી રહ્યો છે તે વરસાદથી માત્ર ઘાસચારાને જ ફાયદો થઇ શકે તેમ છે.

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન
બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

જિલ્લા થયેલો વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં ફરી સક્રિય થયેલા ચોમાસાને પગલે સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના સારો એવો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક થયેલા વરસાદની વાત કરવામાં આવે તો સહુથી વધુ વરસાદ વડગામ તાલુકામાં ૨૦ મિલીમીટર નોંધાયો છે. જ્યારે પાલનપુરમાં ૧૧ મિલીમીટર, લાખણીમાં ૧૦ મિલીમીટર વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારસુધી સરેરાશ ૨૨૦ મિલીમીટર વરસાદ નોંધાઈ ચુક્યો છે. જે મૌસમનો કુલ ૩૨ ટકા જેટલો વરસાદ થાય છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી સક્રિય થયેલા ચોમાસાને પગલે ખેડૂતોના નિષ્ફળ જતા પાકને જીવનદાન મળ્યું છે. તો હજુ પણ અનેક તાલુકાઓમાં વરસાદ ન થતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન
બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.